________________
१०८६
श्रीमहावीरचरित्रम इय नियनियअहिगाराणुरूवओ विरइयंमि ओसरणे।
जिणरविभीयव्व निसा निन्नट्ठा तक्खणं चेव ।।१६।। ___ एत्यंतरे सायरसुर-खयरनमंसिज्जमाणो, माणाइरित्तगुणरयणावासो, वासवनिदंसिज्जमाणमग्गो, मग्गाणुलग्गभव्वजणजणियपरितोसो, तोसरोसपरिवज्जियगत्तो, गत्तसमभवपडंतजणसमुद्धरणपरो, परमकरुणरसनिव्ववियजयजणदुहजलणो, दुरियगिरिदलणो जयगुरु पुव्वदुवारेण पविठ्ठो समोसरणभूमिं । तओ सीहासणं पयाहिणीकाऊण ममावि पूयणिज्जं तित्थंति दंसंतो कयकिच्चोऽवि नमो तित्थस्सत्ति भणन्तो निसण्णो पुव्वाभिमुहो सीहासणे। तयणंतरं च सेसतिदिसि सिंहासणेसु सुरेहिं रइयाइं जिणपडिरूवाइं, ताणिऽवि भगवओ माहप्पेण तयणुरूवाइं चेव सोहिउं पवत्ताई। अह एगरूवोऽवि सयलजंतुसंताणनित्थारणत्थं
इति निजनिजाऽधिकाराऽनुरूपतः विरचिते समवसरणे। जिनरविभीता इव निशा निर्णष्टा तत्क्षणमेव ।।१६ ।।
अत्रान्तरे सादरसुर-खेचरणम्यमानः, प्रमाणातिरिक्तगुणरत्नाऽऽवासः, वासवनिदर्यमानमार्गः, मार्गाऽनुलग्नभव्यजनजनितपरितोषः, तोषरोषपरिवर्जितगात्रः, गर्तासमभवपतज्जनसमुद्धरणपरः, परमकरुणरसनिर्वापितजगज्जनदुःखज्वलनः, दुरितगिरिदलनः जगद्गुरुः पूर्वद्वारेण प्रविष्टः समवसरणभूमिम् । ततः सिंहासनं प्रदक्षिणीकृत्य 'ममाऽपि पूजनीयं तीर्थम्' इति दर्शयन्, कृतकृत्योऽपि 'नमो तीर्थाय' इति भणन् निषण्णः पूर्वाभिमुखः सिंहासने। तदनन्तरं च शेषत्रिदिशि सिंहासनेषु सुरैः रचितानि जिनप्रतिरूपाणि, तानि अपि भगवतः माहात्म्येन तदनुरूपाणि एव कथयितुं प्रवृत्तानि । अथ एकरूपः अपि सकलजन्तुसन्ताननिस्तारणार्थम् इव चतूरूपधरः जातः जगद्गुरुः। तदनन्तरं च
આ પ્રમાણે પોતપોતાના અધિકારને અનુસરીને સમવસરણ રચવામાં આવ્યું. તે જ વખતે જિનેશ્વરરૂપી સૂર્યથી ભય પામી હોય તેમ રાત્રિ પણ નાશી ગઇ. (૧૬)
આ અવસરે દેવો અને વિદ્યાધરોવડે નમસ્કાર કરાતા, પ્રમાણ વિનાના (ઘણા) ગુણોરૂપી રત્નોના નિવાસરૂપ, જેને ઇંદ્ર માર્ગ દેખાડ્યો હતો, જેણે માર્ગે લાગેલા ભવ્યજનોને સંતોષ ઉત્પન્ન કર્યો હતો, જેનું ગાત્ર (શરીર) તોષ (રાગ) અને રોષ (દ્રષ)થી રહિત હતું, ગર્તા (ખાડા) સમાન સંસારમાં પડતા જનોનો ઉદ્ધાર કરવામાં જે તત્પર હતા, મોટા કરૂણારસે કરીને જેણે જગતના જનોનો દુઃખરૂપી અગ્નિ બુઝાવી દીધો હતો, તથા જે પાપરૂપી પર્વતનું દલન કરનાર હતા તે જગદ્ગુરુ શ્રી મહાવીર સ્વામી પૂર્વ તરફના દરવાજાવડે સમવસરણની ભૂમિમાં પેઠા. ત્યારપછી સિંહાસનને પ્રદિક્ષણા કરીને “મારે પણ તીર્થ પૂજ્ય છે.' એમ દેખાડતા ભગવાન કૃતકૃત્ય છતાં પણ તીર્થને નમસ્કાર હો. એમ બોલી પૂર્વાભિમુખ સિંહાસન પર બેઠા. ત્યારપછી બાકીની ત્રણ દિશાના સિંહાસનો ઉપર દેવોએ જિનેશ્વરના પ્રતિરૂપ રચ્યાં. તે (પ્રતિરૂપો) પણ ભગવાનના માહાત્મવડે તે (ભગવાન)ની જેવા જ