________________
१२६८
श्रीमहावीरचरित्रम् निसामेसु । अत्थि इहेव भारहे वासे कुरुजणवए गयउरं नाम नयरं । तत्थ असंखदविणसंगओ दत्तो नाम माहणो परिवसइ, रूवजोव्वणाइगुणसंगया य सिरी नाम भारिया, सव्वकज्जेसु पुच्छणिज्जो पाणाइरगेवल्लहो सव्वपसमसुस्सीलयाइगुणसंगओ नंदो नाम से बालमित्तो । सो य अच्चंतं कलयंठकोमलकंठो तहाविहवावारपरिसमत्तीए निग्गच्छिऊण निध्विजणंमि पएसे ठाऊण गंधव्वविणोयमायरइ, एवं च वच्चंति वासरा । अन्नया य दत्तस्स दियवरस्स बाढं पाउब्भूया सिरोवेयणा । तव्वसेण य पणट्ठा रई, वियंभिओ परितावो, जायाणि नीसहाणि अंगाणि, खलमहिलव्व चक्खुगोयरमइक्कंता निद्दा, निच्छिण्णा भोयणवंछा, तुट्टा जीवियासा। एवंविहं च विसमदसावडणं पेच्छिऊण तेणाहूओ नंदो, भणिओ य-'अहो मित्त! कुणसु किंपि उवायं, सव्वहा बलवई सिरोवेयणा खुड्डइव्व लोयणजुयलं, मणागपि न पारेमि सुहसेज्जागओवि चिट्ठिउं, जइ पुण कहवि मम निद्दामेत्तंपि होज्जा तो पच्चुज्जीविय व अस्ति इहैव भरते वर्षे कुरुजनपदे गजपुरं नाम नगरम् । तत्र असङ्ख्यद्रव्यसङ्गकः दत्तः नामकः ब्राह्मणः परिवसति, रूपयौवनादिगुणसङ्गता च श्री: नामिका भार्या, सर्वकार्येषु प्रच्छनीयः प्राणाऽतिरेकवल्लभः सर्वप्रशमसुशीलतादिगुणसङ्गतः नन्दः नामकः तस्य बालमित्रः। सश्च अत्यन्तं कलकण्ठकोमलकण्ठः तथाविधव्यापारपरिसमाप्तौ निर्गत्य निर्विजने प्रदेशे स्थित्वा गन्धर्वविनोदमाचरति, एवं च व्रजन्ति वासराणि। अन्यदा च दत्तस्य द्विजवरस्य बाढं प्रादुर्भूता शिरोवेदना। तद्वशेन च प्रणष्टा रतिः, विजृम्भितः परितापः, जातानि निःसहानि अङ्गाणि, खलमहिला इव चक्षुगोचरमतिक्रान्ता निद्रा, निच्छिन्ना भोजनवाञ्छा, त्रुटिता जीविताशा। एवंविधं च विषमदशाऽऽपतनं प्रेक्ष्य तेनाऽऽहूतः नन्दः भणितश्च 'अहो मित्र! कुरु किमपि उपायम्, सर्वथा बलवती शिरोवेदना त्रोटयति इव लोचनयुगलम् मनागपि न पारयामि सुखशय्यागतः अपि स्थातुम्, यदि पुनः कथमपि मम निद्रामात्रमपि ભગવાન બોલ્યા કે હે ગૌતમ! સાંભળો! આ ભરતક્ષેત્રમાં કુરુદેશમાં ગજપુર નામનું નગર છે. ત્યાં અસંખ્ય ધનવાળો દત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને રૂ૫ અને યૌવન વિગેરે ગુણવાળી શ્રી નામની ભાર્યા હતી. તથા સર્વ કાર્યમાં પૂછવા લાયક, પ્રાણથી અધિક પ્રિય અને પ્રશમ, સુશીલ વિગેરે સર્વ ગુણવાળો નંદ નામનો બાળમિત્ર હતો. તે કોયલની જેવા અત્યંત કોમળ કંઠવાળો હતો. તેથી પોતાના તથાપ્રકારના ગૃહવ્યાપાર સમાપ્ત કરીને નગરની બહાર નિર્જન પ્રદેશમાં જઈને સંગીતના વિનોદને કરતો હતો. એ પ્રમાણે કેટલાક દિવસો ગયા. ત્યારપછી એક દિવસ તે દત્ત નામના ઉત્તમ બ્રાહ્મણને મોટી શિરોવેદના પ્રગટ થઈ. તેના વશથી તેની રતિ (મનની પ્રીતિ) નાશ પામી, સંતાપ વિકાસ પામ્યો, શરીરના અવયવો શિથિલ થયા, દુષ્ટ સ્ત્રીની જેમ નિદ્રા ચક્ષુના વિષયથી દૂર જતી રહી, ભોજનની ઇચ્છા નાશ પામી અને જીવવાની આશા તૂટી ગઇ (નષ્ટ થઈ). આ પ્રમાણે વિષમ દશાને પામેલા તેણે નંદ મિત્રને બોલાવ્યો, અને તેને કહ્યું કે-“હે મિત્ર! કાંઇ પણ ઉપાય કર. સર્વથા પ્રકારે જાણે બન્ને નેત્રોને ઉખેડી નાંખતી હોય તેવી મહાબળવાન મસ્તકની પીડા થાય છે, સુખશયામાં રહ્યા છતાં પણ જરા પણ નિરાંતે બેસી શકતો નથી. જો કોઈ પણ પ્રકારે મને જરા નિદ્રા માત્ર જ આવે તો હું મારા આત્માને ફરીથી જીવતો થયો