________________
१२६३
अष्टमः प्रस्तावः
नो बहु मन्नंति जिणाहिपि गिण्हति नेव विरइंपि। मिच्छत्तमज्जमत्ता किं वा कुव्वंति नोऽकज्जं? ||१६||
जइ तेवि कम्मगंठिं सुनिट्ठरं भिंदिऊण सम्मत्तं ।
पावंति कहवि ता भवसंवासाओ विरज्जंति ।।१७।। अब्भुज्जमंति जिण-साहुपूयणाइम्मि धम्मकज्जंमि । नवरं तेऽवि न विरइं घेत्तुं पारेंति कम्मवसा ।।१८।।
जं देसओवि सविसेसकम्मक्खयउवसमेण सा होइ । किं पुण पहाणमुणिजणकरणुचिया सव्वओ चेव ।।१९।।
नो बहुमन्यन्ते जिनाऽधिपमपि गृह्णन्ति नैव विरतिमपि । मिथ्यात्वमद्यमत्ताः किं वा कुर्वन्ति नो अकार्यम् ।।१६।।
यदि तेऽपि कर्मगन्थिं सुनिष्ठुरं भित्त्वा सम्यक्त्वम् ।
प्राप्नुवन्ति कथमपि तदा भवसंवासतः विरज्यन्ति ।।१७।। अभ्युद्यतन्ते जिन-साधुपूजनादौ धर्मकार्ये। नवरं तेऽपि न विरतिं गृहीतुं पारयन्ति कर्मवशतः ।।१८।।
यद्देशतः अपि सविशेषकर्मक्षयोपशमेन सा भवति । किं पुनः प्रधानमुनिजनकरणोचिता सर्वतः एव ।।१९।।
જિનેશ્વરને પણ બહુમાનતા નથી, અને વિરતિને પણ ગ્રહણ કરતા નથી. અથવા તો મિથ્યાત્વરૂપી મદિરાથી મત્ત થયેલા જીવો ક્યા અકાર્યને ન કરે? (૧૩)
જો કદાચ તેઓ પણ અત્યંત કઠણ એવી કર્મરૂપી ગ્રંથિને કોઈપણ પ્રકારે ભેદીને સમ્યક્ત પામે તો તેઓ સંસારના વાસથકી વૈરાગ્ય પામે, (૧૭)
અને તેથી તેઓ જિનેશ્વર અને સાધુઓની પૂજાદિક ધર્મકાર્યમાં ઉદ્યમ કરે; પરંતુ તેવા પ્રકારના કર્મના વશથી તેઓ પણ વિરતિ ગ્રહણ કરવામાં સમર્થ થતાં નથી, (૧૮)
કારણ કે દેશવિરતિ પણ વિશેષ પ્રકારના કર્મના ક્ષયોપશમથી જ થાય છે, તો પછી ઉત્તમ મુનિજનને કરવાને ઉચિત એવી સર્વવિરતિ તો ક્યાંથી જ પ્રાપ્ત થાય?” (૧૯)