________________
अष्टमः प्रस्तावः
१२३९
जणणिं च पणमिऊण भणिउं पवत्तो- 'अंब-ताय ! अहमेत्तो वंछामि तुभेहिं अणुण्णाओ भगवओ समीवे पव्वज्जं पवज्जिउं ।' तेहिं भणियं - 'पुत्त ! विसमो जोव्वणारंभो, दुरक्खणिज्जो मयरद्धयसरपहारो, दुद्धरा विसयाभिमुहीभवंता इंदियतुरंगमा, सम्मोहदायगा लडहमहिलाजणविलासा बाढं दुरज्झवसा पव्वज्जा, अच्चंतं दुरहियासा परीसहा, ता पुत्त! पडिवालेहि कइयवि वासराइं ।' मेहकुमारेण भणियं-‘अम्मताय! तडितरलमाऊअविलसियं, सरयगिरिसरियावारिवेगचडुलं जोव्वणं, मत्तकामिणीकडक्खभंगुरा रायलच्छी, जन्नारंभा इव दीसंतबहुविप्पओगा इट्ठजणसंजोगा, ता पज्जत्तमेत्तो गेहनिवासेण, सव्वहा मा कुणह धम्मविग्घं ति भणिए अणुण्णाओ कहकह जणणिजणगेहिं। तओ महाविभूइसमुदएणं गहिया अणेण भगवओ समीवे पव्वज्जा । अन्नेऽवि तं पव्वज्जं अणुगिण्हंतं पासिऊण बहवे नरिंदसेट्ठिसेणावइसुया जायभवविरागा पव्वइया । भणितुं प्रवृत्तवान् ‘अम्बा-तातौ ! - अहमितः वाञ्छामि युवाभ्यां अनुज्ञातः भगवतः समीपं प्रव्रज्यां प्रतिपत्तुम् ।' तैः भणितं ‘पुत्र! विषमः यौवनाऽऽरम्भः, दूरक्षणीयः मकरध्वजशरप्रहारः, दुर्धरा विषयाभिमुखीभवन्तः इन्द्रियतुरङ्गमाः, सम्मोहदायकाः रम्यमहिलाजनविलासाः, बाढं दुरध्यवसाना प्रव्रज्या, अत्यन्तं दुरध्यासिताः परीषहाः, ततः पुत्र! प्रतिपालय कतिपयानि वासराणि ।' मेघकुमारेण भणितं 'अम्बाताते! तडित्तरलमायुष्कविलसितम्, शरदगिरिसरिद्वारिवेगचटुलं यौवनम्, मतकामिनीकटाक्षभङ्गुरा राजलक्ष्मी, यज्ञारम्भाः इव दृश्यमाणबहुविप्रयोगाः इष्टजनसंयोगाः, तस्मात्पर्याप्तमितः गृहनिवासेन सर्वथा मा कुरुतम् धर्मविघ्नम् इति भणिते अनुज्ञातः कथंकथमपि जननीजनकैः । ततः महाविभूतिसमुदायेन गृहीता अनेन भगवतः समीपं प्रव्रज्या। अन्येऽपि तं प्रव्रज्यां अनुगृह्णन्तं दृष्ट्वा बहवः नरेन्द्र श्रेष्ठि-सेनापतिसुताः जातभवविरागाः प्रव्रजिताः ।
વિકસ્વર થયો અને તે સંસાર પરથી અત્યંત વૈરાગ્યને પામ્યો, તેથી તે શ્રેણિક રાજાને અને પોતાની માતાને પ્રણામ કરી કહેવા લાગ્યો કે-‘હે માતાપિતા! હવે હું તમારી અનુમતિથી ભગવાનની સમીપે પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું.' ત્યારે તેઓએ કહ્યું કે-હે પુત્ર! યૌવનનો આરંભ વિષમ છે, કામદેવના બાણનો પ્રહાર દુઃખે ક૨ીને રક્ષણ (સહન) કરી શકાય તેવો છે, વિષયોની સન્મુખ થતા ઇંદ્રિયોરૂપી અશ્વો પકડી શકાય તેવા નથી, સુંદર સ્ત્રીજનોના વિલાસો મોહને આપનારા છે, પ્રવ્રજ્યાનું પાલન કરવું અતિ દુષ્કર છે અને પરિષહો અત્યંત દુઃખે કરીને સહન કરી શકાય તેવા છે; તેથી હે પુત્ર! કેટલાક દિવસો તું રાહ જો.' તે સાંભળી મેઘકુમારે કહ્યું કે-‘હે માતા-પિતા! આયુષ્યનો વિલાસ વીજળીના વિલાસ જેવો ચંચળ છે, યુવાવસ્થા શરદઋતુમાં પર્વતની નદીના જળના વેગ જેવું ચપળ છે, રાજ્યલક્ષ્મી મદોન્મત્ત સ્ત્રીના કટાક્ષ જેવી ક્ષણભંગુર છે, યજ્ઞના આરંભની જેવા ઇષ્ટજનના સંયોગો દેખાતા ઘણા વિપ્રયોગવાળા છે, તેથી હવે ગૃહનિવાસે કરીને સર્યું. તમે સર્વથા પ્રકારે ધર્મમાં વિઘ્ન ન કરો.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે માતા-પિતાએ મહાકષ્ટથી તેને અનુજ્ઞા આપી. ત્યારપછી મોટા વૈભવના સમુદાયવડે તેણે ભગવાનની સમીપે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. તેને દીક્ષા ગ્રહણ કરતા જોઈને બીજા ઘણા રાજપુત્રો, શ્રેષ્ઠીપુત્રો અને સેનાપતિના પુત્રોએ પણ સંસાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા ગ્રહણ કરી.
૧. બ્રાહ્મણોના યોગવાળા યજ્ઞ અને વિયોગવાળા ઇષ્ટજનના સંયોગ.