________________
अष्टमः प्रस्तावः
सच्छंदं उम्मग्गं पयट्टमाणेण तह महीवट्टे । अप्पा न केवलो च्चिय लोगोऽवि भवन्नवे खित्तो ||४||
अहवा समग्गभुवणत्तएऽवि तं नत्थि पावठाणमहो । जं कइवयदिणकज्जे मए अणज्जेण नो विहियं ||५||
तं चोज्जं जं इमिणावि दुट्ठदेहेण पावभरगुरुणा । जमवयणंपिव भीमं अज्जवि नासं न वच्चामि ||६||
मुद्धेण मए चिरजीवियत्थिणा कवलियं हि तालउडं । आगामियमसुहमतक्किऊण जं एवमायरियं ।।७।।
स्वच्छन्दं उन्मार्गं प्रवर्तमानेन तथा महीपृष्ठे । आत्मा न केवलः एव लोकः अपि भवार्णवे क्षिप्तः || ४ ||
अथवा समग्रभुवनत्रयेऽपि तन्नास्ति पापस्थानम् अहो ! । यत् कतिपयदिनकार्येण मया अनार्येण नो विहितम् ।।५।।
तन्नोद्यम् यद् अनेनाऽपि दुष्टदेहेन पापभरगुरुणा । यमवदनमिव भीमं अद्याऽपि नाशं न व्रजामि ||६||
१२१३
मुग्धेन मया चिरजीवितार्थिना कवलितं हि तालपुटम् । आगामिकम् अशुभम् अतर्कयित्वा यदेवम् आचरितम् ।।७।।
આ પૃથ્વી પર સ્વેચ્છાએ ઉન્માર્ગમાં પ્રવર્તતા મેં મારો આત્મા જ માત્ર ભવસમુદ્રમાં નાંખ્યો એમ નથી, પણ ઘણા લોકોને પણ ભવસમુદ્રમાં નાંખ્યા, (૪)
અથવા તો સમગ્ર ત્રણ ભુવનમાં પણ એવું કોઇ પાપસ્થાનક નથી કે જે પાપ થોડા દિવસને માટે થઇને અનાર્ય એવા મેં ન કર્યું હોય. (૫)
એ જ આશ્ચર્ય છે કે-પાપના ભારથી ભારે થયેલા આ દુષ્ટ શરીરવડે હજુ સુધી હું યમરાજના મુખ જેવા ભયંકર નાશને પામ્યો નથી. (૬)
મુગ્ધ એવા મેં ચિ૨કાળ જીવવાની ઇચ્છાથી તાલપુટ વિષ ખાધું, કે જેથી ભવિષ્ય કાલમાં પ્રાપ્ત થતા અશુભને નહીં ધારીને જ મેં આવું આચરણ કર્યું.' (૭)