________________
अष्टमः प्रस्तावः
तिक्खुत्तो य पयाहिणीकाऊण परेणं विणएणं वंदित्ता गोसालयं निसण्णो समुचियासणे, तओ गोसालएण भणियं-‘भो अयंपुल तुमं पच्छिमरयणीसमयंमि इमं संसयमुव्वहसि जहा तणगोवालिया किंसंठाणसंठियत्ति, नणु वंसीमूलसंठिया सा पन्नत्त' त्ति । इमं च निसामिऊण पहिट्ठहियओ पुणो तं वंदिऊण गओ सो सट्ठाणं । अन्नम्मि य वासरे ईसि समुवलद्धचेयणो गोसालो नियमरणसमयमाभोइऊण अप्पणो सिस्से सद्दावेइ, तेसिं पुरओ य इमं वागरेइ‘भो देवाणुप्पिया! मं कालगयं जाणिऊण मम सरीरं सुरहिगंधोदएण पक्खालिऊण, सरसेण चंदणेण चच्चिऊण य, महरिहं हंसलक्खणं पडयं नियंसावेज्जह, तयणंतरं सव्वालंकारविभूसियं सहस्सवाहिणीसिबिगासमारोवियं काऊण नीहरावेज्जह, सावत्थीए पुरीए सिंघाडग-तियचउक्क-चच्चरेसु इमं उग्घोसिज्जह, जहा - इमीए ओसप्पिणीए चउवीसाए तित्थयराणं
१२११
परित्याजयन्ति, आसने च निषादयन्ति । अत्रान्तरे प्राप्तः अयंपुलः, त्रिधा च प्रदक्षिणीकृत्य परेण विनयेन वन्दित्वा गोशालकं निषण्णः समुचिताऽऽसने ततः गोशालकेन भणितं भोः अयंपुल ! त्वं पश्चिमरजनीसमये इदं संशयमुद्वहसि यथा तृणगोपालिका किंसंस्थानसंस्थिता? ननु वंशमूलसंस्थिता सा प्रज्ञप्ता।' इदं च निश्रुत्य प्रहृष्टहृदयः पुनः तं वन्दित्वा गतः सः स्वस्थानम्। अन्ये च वासरे ईषत् समुपलब्धचैतन्यः गोशालः निजमरणसमयमाभोग्य आत्मनः शिष्यान् शब्दयति, तेषां पुरतः च इदं व्याकरोति ‘भोः देवानुप्रियाः ! मां कालगतं ज्ञात्वा मम शरीरं सुरभिगन्धोदकेन प्रक्षाल्य, सरसेन चन्दनेन चर्चित्वा च, महार्घं हंसलक्षणं पटं निवासयत तदनन्तरं सर्वालङ्कारविभूषितं सहस्रवाहिनीशिबिकासमारोपितं कृत्वा निहारयत । श्रावस्त्याः पुर्याः शृङ्घाटक - त्रिक-चतुष्क- चत्वरेषु इदं उद्घोषयत यथा 'अस्यां अवसर्पिण्यां चतुविंशतीनां तीर्थकराणां चरमः एव गोशालकजिनः
આગમનની વાત કરી, અને તે મદિરાના પાત્રાદિક એકાંતે દૂર નંખાવી દીધાં તથા આસન ઉપર બેસાડ્યો. તેટલામાં તે અયંપુલ આવ્યો, અને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને મોટા વિનયવડે ગોશાલકને વાંદીને યોગ્ય આસને जेही.
ત્યારે ગોશાલકે કહ્યું-‘હે અયંપુલ! તને પાછલી રાત્રિએ આ પ્રમાણે સંશય થયો હતો કે-તૃણગોવાલિયા કયા સંસ્થાનવાળા છે? તો નિશ્ચે તેનું સ્થાન વંશીના મૂળ જેવું કહ્યું છે.' આ પ્રમાણે સાંભળીને હૃદયમાં હર્ષ પામેલો તે ફરીથી તેમને વાંદી પોતાને સ્થાને ગયો. હવે બીજે દિવસે ગોશાળાને કાંઇક ચેતના પ્રાપ્ત થઇ ત્યારે તેણે પોતાનો મરણસમય પાસે આવેલો જાણી, પોતાના શિષ્યોને બોલાવ્યા અને તેમની પાસે આ પ્રમાણે કહ્યું કે-‘હે દેવાનુપ્રિયો! મને કાળધર્મ પામેલો જાણીને તમે મારા શરીરને સુગંધી ગંધોદકવડે સ્નાન કરાવી, રસવાળા ચંદનવડે પૂજા કરીને મોટા મૂલ્યવાળું હંસની જેવું કોમળ-ઉજ્જ્વલ વસ્ત્ર પહેરાવજો. ત્યારપછી સર્વ અલંકારોવડે ભૂષિત કરી, હજાર પુરુષો ઉપાડે તેવી શિબિકામાં સ્થાપન કરી નીહરણનો ઉત્સવ કરજો. તે વખતે શ્રાવસ્તિ નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વરમાં આ પ્રમાણે આઘોષણા કરજો કે-આ અવસર્પિણીમાં ચોવીશ તીર્થંકરોમાં આ છેલ્લા ગોશાલક