________________
१२०६
किं च-भो गोसालग! किं तुज्झ दंसणे एस सत्थपरमत्थो । जं लोग मग्गचुक्कं तरिसं कम्ममायरसि ? ।।१।।
तहाहि-धम्मगुरुं अवमन्नसि नियमाहप्पं पवित्थरसि बहुसो । जुत्तीहिवि जं न घडइ तं भाससि मुक्कमज्जाय ! ।।२।।
वायाए जीवरक्खं पयडसि तं लोयमज्झयारंमि । सद्धम्मगुणपहाणे सयं तु निद्दहसि साहूवि ।। ३ ।।
श्रीमहावीरचरित्रम्
एवंविहं अकज्जं कुणंति न कयाइ किर चिलायावि । तुम पुण अलियवियद्दमेव सव्वं समायरियं ।।४।।
किं च भोः गोशालक ! किं तव दर्शने एषः शास्त्रपरमार्थः । यद् लोकमार्गभ्रष्टः त्वम् एतादृशं कर्माचरसि ? ।।१।।
तथाहि-धर्मगुरुं अवमन्यसे, निजमाहात्म्यं प्रविस्तारयसि बहुशः । युक्तिभिः अपि यन्न घटते तद्भाषसे मुक्तमर्याद ! ।।२।।
वाचया जीवरक्षां प्रकटयसि त्वं लोकमध्ये | सद्धर्मगुणप्रधानान् स्वयं तु निर्दहसि साधूनपि ।।३।।
एवंविधम् अकार्यं कुर्वन्ति न कदापि किल चिलाताः अपि । त्वया पुनः अलिकवितर्दमेव सर्वम् समाचरितम् ||४||
‘હે ગોશાળા! શું તારા દર્શનમાં આ શાસ્ત્રનો પરમાર્થ છે કે જેથી લોકમાર્ગથી ભ્રષ્ટ થયેલા આવા કર્મને તું आयरे छे? (१)
હે મર્યાદાના ત્યાગ કરનાર! તું ધર્મગુરુની અવજ્ઞા કરે છે, પોતાના (તારા) માહાત્મ્યને બહુ વિસ્તારે છે, અને જે યુક્તિથી પણ ઘટતું નથી તેવું વચન બોલે છે. (૨)
તું લોકોની મધ્યે વાણીવડે કરીને જીવરક્ષા(અહિંસા ધર્મ)ને પ્રગટ કરે છે, પણ ઉત્તમ ધર્મ અને ગુણવાળા સાધુઓને તું પોતે જ બાળે છે. (૩)
આવા પ્રકારનું અકાર્ય તો ભિલ્લ લોકો પણ કદાપિ કરતા નથી, અને તેં તો સર્વ અસત્ય અને અદ્ધર જ आयरा यु. (४)