________________
१२०४
श्रीमहावीरचरित्रम् उड्ढे उप्पइत्ता गोसालगस्स सरीरं डहमाणी अंतो लहुमणुपविठ्ठा, तओ गोसालो काउरिसोव्व समत्येण नियतेएण विणिहओऽवि घिटिममवलंबिऊण एवं पयंपेइ-'अहो कासवा! तुम मम इमिणा तेएण अभिहओ संतो अंतो छण्हं मासाणं पित्तजरपरिगयसरीरो दाहवेयणोवक्कमियाउओ छउमत्यो चेव कालं करिस्ससि। भगवया भणियं-'भो मंखलिपुत्त! नो खलु अहं तुह तेएण अहिहओ छण्हं मासाणं अंतो कालं करिस्सामि, किं तु अन्नाइं सोलस वासाइं पडिपुन्ननाणदंसणधरो विहरिस्सामि, पच्छा खवियसयलकम्मंसो सिवपयं गमिस्सामि, तुमं पुण अप्पणो तेएण निद्दड्ढसरीरो अंतो सत्तरत्तस्स पित्तमहाजरजलणपलित्तगत्तो छउमत्थो चेव कालं करिस्ससित्ति।
अह सव्वत्थवि नयरे मुद्धजणो जंपिउं समाढत्तो।
दोण्हं एत्थ जिणाणं परोप्परं वट्टइ विवाओ ।।१।। उर्ध्वं उत्पत्य गोशालकस्य शरीरं दहन्ती अन्तः लघुः प्रविष्टा। ततः गोशालः कापुरुषः इव समस्तेन निजतेजसा विनिहतः अपि धृष्टिमवलम्ब्य एवं प्रजल्पति 'अहो काश्यप! त्वं मम अनेन तेजसा अभिहतः सन् अन्तः अन्तः षण्णां मासानां पित्तज्वरपरिगतशरीरः दाहवेदनोपक्रान्तायुष्कः छद्मस्थः एव कालं करिष्यसि ।' भगवता भणितं 'भोः मङ्खलिपुत्र! नो खलुं अहं तव तेजसा अभिहतः षण्णां मासानां अन्तः कालं करिष्यामि, किन्तु अन्यानि षोडष वर्षाणि प्रतिपूर्णज्ञानदर्शनधरः विहरिष्यामि, पश्चात् क्षपितसकलकर्मांशः शिवपदं गमिष्यामि, त्वं पुनः आत्मनः तेजसा निर्दग्धशरीरः अन्तः सप्तरात्र्याः पित्तमहाज्वरज्वलनप्रदीप्तगात्रः छद्मस्थः एव कालं करिष्यति।'
अथ सर्वत्राऽपि नगरे मुग्धजनः जल्पितुं समारब्धवन्तः । द्वयोः अत्र जिनयोः परस्परं वर्तते विवादः ||१||
કોપવાળી થઇ હોય તેમ તે તેજોલેશ્યા ઊંચે ઊડીને ગોશાળાના શરીરને બાળતી તેની અંદર શીધ્રપણે પેસી ગઇ. ત્યારપછી કાપુરુષ(દુષ્ટ પુરુષોની જેવો ગોશાળો પોતાના સમર્થ તેજવડે હણાયા છતાં પણ ધૃષ્ટતા (પૈર્ય) ધારણ કરીને આ પ્રમાણે બોલવા લાગ્યો કે-“અહો કાશ્યપ! તું આ મારા તેજથી હણાયો છે તેથી છ માસની અંદર પિત્તવરવડે શરીર વ્યાપ્ત થવાથી દાહની વેદનાવડે આયુષ્યનો ઉપક્રમ થઇને છબસ્થપણે કાળધર્મને પામીશ.'
ત્યારે ભગવાને તેને કહ્યું કે-“હે મંખલીપુત્ર! નિચ્ચે હું તારા તેજથી હણાઇને છ માસની અંદર કાળ નહીં કરું, પરંતુ હજુ બીજાં સોળ વર્ષ પરિપૂર્ણ (કેવળ) જ્ઞાન-દર્શનને ધારણ કરતો વિચરીશ. પછી સર્વ કર્મોના અંશોનો ક્ષય કરીને મોક્ષપદ પામીશ, પરંતુ તે પોતાના તેજવડે બળેલા શરીરવાળો સાત રાતદિવસમાં જ પિત્તમહાવરરૂપી અગ્નિવડે પ્રદીપ્ત ગાત્રવાળો છદ્મસ્થ અવસ્થાએ જ કાળધર્મ પામીશ.'
ત્યારપછી સમગ્ર નગરમાં મુગ્ધજનો પરસ્પર બોલવા લાગ્યા કે “અહીં બે જિનેશ્વરોનો પરસ્પર વિવાદ ચાલે छे. (१)