________________
१२०२
श्रीमहावीरचरित्रम् अट्ठारससागराऊ देवो जाओत्ति । गोसालगोऽवि पुणो भयवंतं अणेगप्पयारेहिं दुव्वयणेहिं पहणिउं पवत्तो। इओ य सुनक्खत्तनामो साहू तहा अवक्कोसिज्जमाणं भगवंतं निसामिऊण तणं व नियजीवियमवि गणंतो सिग्घमागंतूण गोसालं जहा सव्वाणुभूई तहेव अणुसासइ, नवरं गोसालगपक्खित्ततेउलेसापलीविओ समाणो भयवंतं तिक्खुत्तो वंदिऊण सयमेव पंच महव्वयाई उच्चारेइ, समणा य समणीओ खामेइ, आलोइयपडिक्कंतो य कालं काऊण अच्चुए कप्पे बावीससागरोवमाउयदेवेसु देवत्तेणं उव्वज्जइ । एवं च तम्मि पंचत्तं गए संते गोसालो दुन्निग्गहिओ वेयालोव्व लद्धावयासो विसेसओ परुसक्खराहिं गिराहिं तज्जणं कुणंतो वागरिओ सकारणं जयगुरुणा'भो महाणुभाव! गोसालग सिठ्ठपहसमइक्कंतं तुह चरियं, जं मए पव्वाविओ मए सिक्खाविओ मए बहुस्सुईकओ ममावि अवण्णवाई जाओ सि। एवं च जयगुरुणा सयमेव संलत्ते तेण अणाकलियकोवावेगेण सत्तट्ठ पयाई पच्चोसक्किऊण पमुक्का महया संरंभेण भगवओ अभिमुहा तेउलेसा। देवः जातः। गोशालकः अपि पुनः भगवन्तम् अनेकप्रकारैः दुर्वचनैः प्रहन्तुं प्रवृत्तवान्। इतश्च सुनक्षत्रनामकः साधुः तथा आक्रोश्यमानं भगवन्तं निःशम्य तृणमिव निजजीवितमपि गणयन् शीघ्रमागत्य गोशालकं यथा सर्वानुभूतिः तथैव अनुशास्ति, नवरं गोशालप्रक्षिप्ततेजोलेश्याप्रदीपितः सन् भगवन्तं त्रिधा वन्दित्वा स्वयमेव पञ्च महाव्रतानि उच्चरति, श्रमणानां च श्रमणीनां क्षाम्यति, आलोचितप्रतिक्रान्तश्च कालं कृत्वा अच्युते कल्पे द्वाविंशतिसागरोपमायुष्कदेवेषु देवत्वेन उत्पद्यते। एवं च तस्मिन् पञ्चत्वं गते सति गोशालः दुर्निगृहीतः वेतालः इव लब्धाऽवकाशः विशेषतः परुषाऽक्षराभिः गिर्भिः तर्जनं कुर्वन् व्याकृतः सकारणं जगद्गुरुणा ‘भोः महानुभाव! गोशालक! शिष्टपथसमतिक्रान्तं तव चरित्रम्, यद् मया प्रव्राजितः, मया शिक्षापितः, मया बहुश्रुतीकृतः ममाऽपि अवर्णवादी जातः असि।' एवं च जगद्गुरुणा स्वयमेव संलप्ते तेन अनाकलितकोपाऽऽवेगेन सप्ताऽष्टौ पदाति प्रत्यवष्वष्क्य प्रमुक्ता महता संरम्भेण भगवतः अभिमुखा तेजोलेश्या । સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ગોશાળો પણ ફરીથી ભગવાનને અનેક પ્રકારના દુર્વચનોવડે કહેવા લાગ્યો. તે વખતે સુનક્ષત્ર નામના સાધુ તથા પ્રકારે આક્રોશ કરાતા ભગવાનને સાંભળીને, પોતાના જીવિતને તૃણ સમાન ગણીને તત્કાળ ત્યાં આવીને ગોશાળકને જેમ સર્વાનુભૂતિએ કહ્યું હતું તેમ કહ્યું. વિશેષ એ કે-ગોશાલકે નાંખેલી તેજોવેશ્યાથી બળતા તે મુનિએ ભગવાનને ત્રણ વાર વાંદીને પોતે જ પાંચ મહાવ્રતોનો ઉચ્ચાર કર્યો, સાધુસાધ્વીઓને ખમાવ્યા, આલોચના તથા પ્રતિક્રમણ કરી, કાળધર્મ પામીને અશ્રુત દેવલોકમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવોની મધ્યે દેવપણે ઉત્પન્ન થયા. આ પ્રમાણે તે મુનિ મરણ પામ્યા ત્યારે ગોશાળો દુઃખે કરીને નિગ્રહ (વશ) કરી શકાય તેવા વેતાળની જેમ અવકાશ પામીને વિશેષ કરીને કઠોર વાણીવડે તર્જના કરવા લાગ્યો, ત્યારે તેને કારણે સહિત ભગવાને કહ્યું- હે મહાનુભાવ! ગોશાળા! તારું ચરિત્ર સપુરુષોના માર્ગને ઉલ્લંઘન કરનારું છે. કેમકે મેં જ તને પ્રવજ્યા આપી, મેં જ શિક્ષા આપી અને મેં જ બહુશ્રુતવાળો કર્યો, તો મારો જ અવર્ણવાદ કરનારો તું થયો. આ પ્રમાણે જગદ્ગુરુએ પોતે જ કહ્યું ત્યારે તેણે ન ધારી શકાય એવા (અત્યંત) ક્રોધના આવેશથી સાત આઠ પગલાં પાછા ખસીને મોટા વેગવડે ભગવાનની સન્મુખ તેજોવેશ્યા મૂકી.