________________
१२००
श्रीमहावीरचरित्रम् नियदेहमुज्झिऊणं तस्स गोसालगस्स सरीरगं थिरं धुवं धारणिज्जं सीयसहं उण्हसहं खुहापिवासासह विविहदंस-मसगाइपरीसहोवसग्गसहं थिरसंघयणंतिकाऊण तमणुपविठ्ठो, ता भो कासवा! साहु तुमं अपरियाणिऊण मं गोसालं मंखलिपुत्तं वाहरसि ।' एवं च तेण भणिए भगवया महावीरेण जंपियं-'भो गोसालग! जहा कोइ चोरपुरिसो विविहपहरणहत्येहिं खंडरक्खपामोक्खनरनियरेहिं पारब्भमाणो णो कत्थइ गर्ल्ड वा दरिं वा दुग्गं वा वणगहणं वा अत्तणो गोवणत्थं अपावमाणो एगेण उन्नालोमेण वा, सणलोमेण वा, कप्पासपुंभेण वा, तणसूएण वा तदंतरे दिन्नेण व अत्ताणमणावरियंपि आवरियंपिव मण्णेमाणो निब्भओ निरुव्विग्गो अच्छइ, एवमेव तुमंपि गोसाला! अणण्णो संतो अण्णमप्पाणं वागरेसु, ता मा एवमलीयं वाहरसु, सुच्चेव तुह सरीरच्छाया, नो अन्नत्ति । एवं च भगवया वुत्तो समाणो पज्जलियपयंडकोवानलो उच्चावएहिं वयणेहिं जयगुरू अक्कोसिऊण भणइ-'भो कासव!
शरीरं स्थिर, ध्रुवं, धारणीयं, शीतसहं, उष्णसहं, क्षुधा-पिपासासह विविधदंशमशकादिपरीषहोपसर्गसहं स्थिरसङ्घयणमिति कृत्वा तमनुप्रविष्टवान्, ततः भोः काश्यप! साधु त्वं अपरिज्ञाय मां गोशालः मङ्खलिपुत्रः (इति) व्याहरति।' एवं च तेन भणिते भगवता महावीरेण जल्पितं 'भोः गोशालक! यथा कोऽपि चौरपुरुषः विविधप्रहरणहस्तैः खण्डरक्षप्रमुख-नरनिकरैः प्रारभ्यमाण: नो कुत्रापि गर्ता वा, दरी वा, दुर्गं वा, वनगहनं वा आत्मनः गोपनार्थं अप्राप्नुवत् एकेन उर्णरोम्णा वा, शणरोम्णा वा, नीरसकर्पासेन, तृणसूत्रेण वा तदन्तरे दत्तेन वा आत्मानम् अनावृतमपि आवृत्तं मन्यमानः निर्भयः, निरुद्विग्नः आस्ते । एवमेव त्वमपि गोशाल! अनन्यः सन अन्यमात्मानं व्याकरोषि, ततः मा एवमलीकं व्याहर, सा एव तव शरीरच्छाया, नो अन्या।' एवं च भगवता उक्तः सन् प्रज्वलितप्रचण्डकोपाऽनलः
તપકર્મને આચરવામાં અસમર્થ પોતાના શરીરનો ત્યાગ કરીને તે ગોશાળાનું આ શરીર કે જે સ્થિર, દઢ, ધારણ કરી શકાય તેવું, શીતને સહન કરનાર, ઉષ્ણને સહન કરનાર, ભૂખ-તરશને સહન કરનાર. વિવિધ પ્રકારના દેશ, મશક વિગેરે પરિષદો તથા ઉપસર્ગોને સહન કરનાર અને સ્થિર સંઘયણવાળું છે, એમ જાણીને તે દેહને વિષે પેઠો છું. તેથી હે કાશ્યપ! તમે જાણ્યા વિના જ મને ગોશાલક મંખલીપુત્ર એમ કહો છો તે બહુ સારું.' આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે ભગવાન મહાવીરસ્વામીએ તેને કહ્યું કે-હે ગોશાલક! જેમ કોઇ ચોર પુરુષની પાછળ વિવિધ પ્રકારના શસ્ત્રો હાથમાં ધારણ કરીને દંડપાશક (કોટવાળ) વિગેરે લોકોનો સમૂહ મારવા માટે દોડડ્યો, તે વખતે પોતાને સંતાવા માટે કોઇ ઠેકાણે ખાડો, ગુફા, કિલ્લો કે ગાઢ વન નહીં પામવાથી પોતાની વચ્ચે રાખેલા એક ઊનના તાંતણાવડે, એક શણના તાંતણાવ!, એક રૂના પુંભડાવડે કે એક તૃણની સળીવડે પોતાના દેહને નહીં ઢાંક્યા છતાં પણ ઢાંક્યો છે એમ માનતો નિર્ભય અને ઉદ્વેગ રહિત થઇને રહે, તેવી જ રીતે હે ગોશાલક! તું બીજો નહીં છતાં પોતાને બીજો કહે છે, તો તે આ પ્રમાણે જૂઠું ન બોલ. તારા શરીરની કાંતિ તે જ છે, બીજી નથી. આ પ્રમાણે ભગવાને કહ્યું ત્યારે તેનો પ્રચંડ કોપાગ્નિ જાજવલ્યમાન થયો, અને ઊંચા-નીચા વચનોવડે જગદ્ગુરુને આક્રોશ