________________
११८८
श्रीमहावीरचरित्रम सव्वन्नुत्ति परोप्परं जपंतं जणं निसामिऊण जायसंसओ भिक्खं घेत्तूण पडिनियत्तो, जहाविहिं भुंजिऊण जायंमि पत्थावे समागए पुरीलोए सामिं पुच्छिउं पवत्तो-'भयवं! एत्थ जणो गोसालं जिणं सव्वन्तुं च परिकित्तेइ तं किं घडइ मिच्छा वा?' भगवया भणियं-'भो देवाणुप्पिया! गोसालो मंखलिपुत्तो अजिणो जिणप्पलावी मए चेव पव्वाविओ सिक्खं च गाहिओ ममं चेव मिच्छं पडिवन्नो, अओ न सव्वन्नू न य जिणो हवइत्ति । एवं सोच्चा पुरीजणो मुणियपरमत्यो पडिनियत्तिय नयरीए सिंघाडग-तिग-चउक्क-चच्चरेसु अन्नमन्नस्स सविम्हयं परूविउमारद्धो-'अहो! भयवं महावीरो समुप्पन्नदिव्वनाणदंसणो एवं भासइ-एसो गोसालो मंखलिपुत्तो अजिणो जिणप्पलावी, अहं जिणोत्ति मिच्छं संलवइत्ति । इमं च कन्नपरंपराए सोच्चा गोसालगो अच्चंतकोववसफुरंतओठ्ठउडो, आजीवियसंघपरिवुडो, अमरिसमुव्वहंतो अच्छइ। जिनः सर्वज्ञः' इति परस्परं जल्पन्तं जनं निःशम्य जातसंशयः भिक्षां गृहीत्वा प्रतिनिवृत्तः, यथाविधिं च भुक्त्वा जाते प्रस्तावे, समागते पुरीलोके स्वामिनं प्रष्टुं प्रवृत्तवान् ‘भगवन्! अत्र जनः गोशालकं जिनः सर्वज्ञः च परिकीर्तयति, तत्किं घटते मिथ्या वा?।' भगवता भणितं 'भोः देवानुप्रियाः! गोशालः मड़खलिपुत्रः अजिनः जिनप्रलापी मया एव प्रव्राजितः शिक्षां च ग्राहितः, मामेव मिथ्या प्रतिपन्नः, अतः न सर्वज्ञः न च जिनः भवति।' एवं श्रुत्वा पुरीजनः ज्ञातपरमार्थः प्रतिनिवृत्य नगर्यां शृङ्घारक-त्रिक-चतुष्क-चत्वरेषु अन्यमन्यस्य सविस्मयं प्ररूपयितुम् आरब्धवान् ‘अहो! भगवान् महावीरः समुत्पन्नदिव्यज्ञान-दर्शनः एवं भाषते एषः गोशालकः मङ्खलीपुत्रः अजिनः जिनप्रलापी, अहं जिनः इति मिथ्यां संलपति।' इदं च कर्णपरम्परया श्रुत्वा गोशालकः अत्यन्तकोपवशस्फुरदोष्ठपुटः, आजीविकसङ्घपरिवृत्तः, आमर्षम् उद्वहन् आस्ते।
ગોશાળો જિનેશ્વર સર્વજ્ઞ છે.' એમ પરસ્પર વાતો કરતા લોકોને સાંભળીને તેના મનમાં સંશય ઉત્પન્ન થયો અને ભિક્ષા ગ્રહણ કરીને પાછા ફર્યા. પછી વિધિ પ્રમાણે ભોજન કરીને સમય પ્રાપ્ત થયો ત્યારે નગરીના લોકો આવ્યા. તે વખતે તેણે સ્વામીને પૂછ્યું કે-“હે ભગવન્! આ નગરીમાં માણસો ગોશાળાને જિન અને સર્વજ્ઞ કહે છે, તે શું ઘટિત (સત્ય) છે કે મિથ્યા છે?" ભગવાને કહ્યું કે-“હે દેવાનુપ્રિય! ગોશાળો મેખલીનો પુત્ર છે. તે જિન નહીં છતાં જિનનો પ્રલાપ કરે છે. (હું જ જિન છું એમ બોલે છે) તે મારી પાસે જ પ્રવ્રજિત થયો હતો, મેં જ તેને શિક્ષા આપી હતી, છતાં તે મિથ્યાત્વને પામ્યો છે; તેથી તે સર્વજ્ઞ નથી અને જિન પણ નથી.' આ પ્રમાણે સાંભળીને નગરીના લોકોએ પરમાર્થ જાણ્યો. તેઓ પાછા આવીને નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વરમાં વિસ્મય સહિત પરસ્પર બોલવા લાગ્યા કે “અહો જેમને દિવ્ય જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયા છે એવા ભગવાન મહાવીરસ્વામી આ પ્રમાણે કહે છે કે-“આ ગોશાળો મેખલીનો પુત્ર છે, તે જિન નહીં છતાં જિનનો પ્રલાપ કરે છે. હું જ જિન છું, એમ તે મિથ્યા પ્રલાપ કરે છે.' આ વાતને કર્ણપરંપરાએ સાંભળીને અત્યંત કોપના વશથી તે ગોશાળાના ઓષ્ઠપુટ ફરકવા લાગ્યા, અને પોતાના આજીવિક સંઘથી પરિવરેલો તે ઇર્ષાને વહન કરતો રહ્યો.