________________
अष्टमः प्रस्तावः
११७७ कुणमाणी खिज्जिस्सइ, ता जइ अन्ना बिइज्जिया संपज्जइ तो से विस्सामो होज्जत्ति परिभाविऊण एगया तीसे बिइज्जिया आणिया। जंचेव आणिया तंचेव चिरमहिला ईसासल्लनिभिज्जमाणमाणसा तीसे मारणत्थं छिद्दाइं मग्गइ। अन्नया य ते चोरा गामंतरमुसणत्थं पधाविया । तीए नायं-'एस पत्थावो वट्टइ, ता विणासेमि एयंति परिभाविऊण नीया सा कूवतडे, भणिया य-'भद्दे! पेच्छ कूवमज्झे किंपि दीसइ।' सावि अविगप्पभावेण दट्ठमारद्धा । तयणंतरं च ताए पक्खित्ता तत्थेव । चोरा य आगया पुच्छंति तीसे वुत्तत्तं, ताए भण्णइ-'अप्पणो महिलं कीस न सारेह?, किमहं जाणामि?।' तेहिं मुणियं-'जहा एयाए मारिया।' तओ तस्स बंभणपुत्तस्स हियए ठियं, जहा-'अवस्सं एसा सा मम पावकम्मा भगिणी एरिससीलेण संभाविज्जइ, सुव्वइ य समीववत्ती भगवं महावीरो सव्वण्णू सव्वदरिसी, ता तं गंतूण पुच्छामि त्ति, इहागओ लज्जाए मणसा पुच्छिउमारद्धो, तओ मए भणियंप्रतिदिनं शरीरचेष्टां कुर्वन्ती खेत्स्यति, ततः यदि अन्या द्वितीया सम्पद्यते ततः तस्याः विश्रामः भवेद् इति परिभाव्य एकदा तस्यै द्वितीया आनीता। यत्प्रभृतिः च आनीता तत्प्रभृतिः एव चिरमहिला ईष्याशल्यनिर्भय॑मानमानसा तस्याः मारणार्थं छिद्राणि मार्गयति । अन्यदा च ते चौराः ग्रामान्तरमुषणार्थं प्रधाविताः। तया ज्ञातं 'एषः प्रस्तावः वर्तते, ततः विनाशयामि एताम् 'इति परिभाव्य नीता सा कूपतटे, भणिता च ‘भद्रे! प्रेक्षस्य कूपमध्ये किमपि दृश्यते।' साऽपि अविकल्पभावेन द्रष्टुमारब्धा । तदनन्तरं च तया प्रक्षिप्ता तत्रैव | चौराः च आगताः पृच्छन्ति तस्याः वृत्तान्तं, तया भण्यते 'आत्मनः महिलां कथं न सारयत? किमहं जानामि? ।' तैः ज्ञातं यथा एतया मारिता। ततः तस्य ब्राह्मणपुत्रस्य हृदये स्थितं यथा 'अवश्यं एषा सा मम पापकर्मा भगिनी एतादृशशीलेन सम्भाव्यते, श्रूयते च समीपवर्ती भगवान् महावीरः सर्वज्ञः सर्वदर्शी, ततः तं गत्वा पृच्छामि' इति इह आगतः लज्जया
અન્ય-બીજી પ્રાપ્ત થાય તો આને કાંઈક વિસામો થાય. એમ વિચારીને એકદા તેઓએ બીજી આણી. જે વખતથી આણી તે જ વખતથી પહેલી સ્ત્રીનું મન ઇર્ષારૂપી શલ્યવડે ભેદાયું, તેથી તેણીને મારી નાંખવા માટે છિદ્ર જોવા લાગી. પછી એકદા તે ચોરો બીજા કોઇ ગામને લુંટવા માટે દોડ્યા (ગયાત્યારે તેણીએ જાણ્યું કે-“આ અવસર ઠીક આવ્યો છે, તેથી આનો વિનાશ કરું.' એમ વિચારીને તે તેણીને કૂવાને કાંઠે લઇ ગઈ અને તેણીને કહ્યું કે-હે ભદ્ર! જો આ કૂવામાં કાંઇક દેખાય છે.' ત્યારે તે પણ શંકા રહિતપણે જોવા લાગી તેવામાં તેણીએ તેણીને તેમાં જ નાંખી દીધી. પછી તે ચોરો આવ્યા અને તેણીનો વૃત્તાંત પૂછયો ત્યારે તે બોલી કે પોતાની ભાર્યાની કેમ તમે સારસંભાળ રાખતા નથી. મને શી ખબર?' તે સાંભળી તેઓએ જાણ્યું કે-“આણે જ મારી નાંખી છે.' ત્યારપછી તે બ્રાહ્મણપુત્રના મનમાં તર્ક થયો કે - “આવા પ્રકારના શીલવડે અવશ્ય આ તે જ મારી પાપકર્મવાળી બહેન સંભવે છે, અને અહીં સમીપે ભગવાન મહાવીરસ્વામી સર્વજ્ઞ અને સર્વદર્શી વર્તે છે એમ સંભળાય છે, તેથી તેમની પાસે જઇને હું પૂછું.' એમ વિચારીને તે અહીં આવ્યો અને લજ્જાને લીધે તે મનથી જ પૂછવા લાગ્યો ત્યારે મેં તેને કહ્યું