________________
११७२
श्रीमहावीरचरित्रम् अस्थि इहेव जंबुद्दीवे दीवे चंपानाम नयरी। तत्थेवेगो सुवण्णगारो इत्थीलोलो जं जं पवररूववइं कन्नगं पेच्छइ तं तं पंच सुवण्णसयाणि दाऊण परिणेइ । एवं च तेण परिणयंतेण कालक्कमेण पंच सयाणि महिलियाणं पिंडियाणि, एक्केक्काए य तिलग-हारड्वहार-नेउरपमुहाइं आभरणाइं दिन्नाइं। जद्दिवसं च जाए समं भोगे भुंजइ तदिवसं सा सव्वालंकारपरिग्गहं ण्हाणविलेवणाइ सिंगारं च करेइ, सेसकालं पुण उवसंतवेसेण अच्छइ, अण्णहा सुवण्णगारो निब्भच्छइ, न य ईसालुगत्तणेण सो निमेसमेत्तंपि गेहदुवारं मुंचइ, सयणाणवि नावगासं देइ । एवं वच्चंति वासरा । अन्नया य सो अणिच्छंतो महया किलेसेण नीओ मित्तेण भोयणदाणत्थं नियमंदिरे, चिरलद्धावगासाहि य चिंतियं तस्स गेहिणीहिं
किं अम्ह जीविएणं? किं वा मणिकणगभूसणेहिंपि?| किं विभववित्थरेणवि बहुएण निरत्थएणिमिणा? ||१||
अस्ति इहैव जम्बूद्वीपे चम्पानामिका नगरी। तत्रैव एकः सुवर्णकारः स्त्रीलोलः यां यां परमरूपवतीं कन्यां प्रेक्षते तां तां पञ्च सुवर्णशतानि दत्वा परिणयति । एवं च तेन परिणयता कालक्रमेण पञ्चशतानि महिलानां पिण्डितानि, एकैकस्यै च तिलकहाराऽर्धहारनेपुरप्रमुखाणि आभरणानि दत्तानि । यद्दिनं च यया समं भोगान् भुनक्ति तद्दिनं सा सर्वाऽलङ्कारपरिग्रहं स्नानविलेपनादि शृङ्गारं च करोति, शेषकालं पुनः उपशान्तवेषेण आस्ते, अन्यथा सुवर्णकार: निर्भय॑ति, न च ईर्षालुत्वेन सः निमेषमात्रमपि गृहद्वारं मुञ्चति, स्वजनानामपि न अवकाशं दत्ते। एवं व्रजन्ति वासराः । अन्यदा च सः अनिच्छन् महता क्लेशेन नीतः मित्रेण भोजनदानार्थं निजमन्दिरम्, चिरलब्धाऽवकाशाभिः च चिन्तितं तस्य गृहिणीभिः
किम् अस्माकं जीवितेन? किं वा मणिकनकभूषणैः अपि? | किं विभवविस्तरेणाऽपि बहुना निरर्थकेन अनेन? ।।१।।
આ જ જંબૂઢીપ નામના દ્વીપમાં ચંપા નામની નગરી છે. ત્યાં એક સુવર્ણકાર (સોની) રહેતો હતો. તે સ્ત્રીમાં લોલુપ (લુબ્ધ) હોવાથી જે જે સારા રૂપવાળી કન્યાને જોતો હતો તેને તેને પાંચસો સુવર્ણના સીક્કા આપીને પરણતો હતો. આ પ્રમાણે પરણીને તેણે અનુક્રમે પાંચસો સ્ત્રીઓ એકઠી કરી. તે દરેક સ્ત્રીને તેણે તિલક, હાર, અર્ધહાર, નૂપુર વિગેરે સર્વ આભૂષણો આપ્યાં હતાં. જે દિવસે તે જે સ્ત્રીની સાથે ભોગ ભોગવે તે દિવસે તે સ્ત્રી સર્વ અલંકારો ગ્રહણ કરે અને સ્નાન, વિલેપન વિગેરે શૃંગાર કરે અને બાકીને કાળે શાંત (સાદા) વેષવડે જ રહે. નહીં તો (તે પ્રમાણે ન કરે તો) તે સુવર્ણકાર તેણીનો તિરસ્કાર કરતો હતો. વળી ઇર્ષ્યાળુ હોવાથી તે એક નિમેષ (ક્ષણ) માત્ર પણ ઘરના દ્વારને મૂકતો ન હોતો. સ્વજનોને પણ અવકાશ આપતો નહીં. (એટલે પોતે તેમને ઘેર જતો નહી અને તેમને પોતાને ઘેર બોલાવતો પણ નહીં.) એ પ્રમાણે દિવસો જતા હતા તેવામાં એકદા તેની ઇચ્છા વિના પણ મહાકષ્ટ કરીને તેનો એક મિત્ર તેને પોતાને ઘેર ભોજન કરાવવા લઇ ગયો. ઘણે કાળે અવકાશ મળવાથી તેની સ્ત્રીઓએ વિચાર કર્યો કે :
આપણા આ જીવનથી શું? મણિ અને સુવર્ણના આભૂષણોથી પણ શું? અને આ નિરર્થક ઘણા વૈભવના विस्तारथी ५९ Y ३५ छ? (१)