________________
११७०
श्रीमहावीरचरित्रम् चायन्निऊण पडिवन्नं राइणा, तओ चउद्दसवि नियरायाणो सबला धरिया मग्गम्मि, पुरिसपरंपराए य आणियाओ इट्टगाओ, निम्मविओ पायारो। तओ तीए भण्णइ-'इयाणिं नगरि धन्नस्स वत्थस्स इंधणस्स य भरेहि । आसाविणडिएण य भरिया अणेण ।' जाहे नयरी रोहगसज्जा जाया ताहे सा विप्पडिवन्ना, दुवाराइं बंधिऊण जुज्झिउं उवट्ठिया, चंडपज्जोयरायावि विलक्खो नगरिं वेढिऊण ठिओ। अन्नदिवसे य वेरग्गमुवगयाए चिंतियं मिगावईए-'धन्ना ते गामागरनगराइसन्निवेसा जत्थ भयवं महावीरसामी भव्वगिराए जणं पडिबोहंतो विहरइ, संपयं च जइ सो परमेसरो एत्थ एइ तो अहं पव्वयामि ।' इमं च तीसे संकप्पं केवलालोएण कलिऊण गोयमपमुहमुणिजणपरिवुडो नवकणयकमलनिम्मियचलणो अणंतरमेव समागओ भयवं, कयं देवेहिं समोसरणं, उवविठ्ठो सिंहासणे जयगुरू, तप्पभावेण य पसमियं वेरं, वद्धाविया मिगावई चारपुरिसेहिं, दिन्नमणाए चिन्ताइरित्तं तेसिं पारिओसियं, उग्घाडियाई धृताः मार्गे, पुरुषपरम्परया च आनीताः ईष्टिकाः, निर्मापितः प्राकारः। ततः तया भणितं 'इदानीं नगरी धान्यैः, वस्त्रैः इन्धनैः च बिभृहि। आशाविनाटितेन च तेन भृता एभिः । यदा नगरी रोधकसज्जा जाता तदा सा विप्रतिपन्ना, द्वाराणि बद्ध्वा योद्धम् उपस्थिता। चण्डप्रद्योतराजाऽपि विलक्षः नगरी वेष्टयित्वा स्थितः। अन्यदिवसे च वैराग्यमुपगतया चिन्तितं मृगावत्या 'धन्याः ते ग्रामाऽऽकरनगरादिसन्निवेशाः यत्र भगवान् महावीरस्वामी भव्यगिरा जनं प्रतिबोधन् विहरति, साम्प्रतं च यदि सः परमेश्वरः अत्र एति ततः अहं प्रव्रजामि।' इदं च तस्याः सङ्कल्पं केवलाऽऽलोकेन कलयित्वा गौतमप्रमुखमुनिजनपरिवृत्तः नवकनककमलनिर्मित(=निर्मुक्त)चरणः अनन्तरमेव समागतः भगवान्, कृतं देवैः समवसरणम्, उपविष्टः सिंहासने जगद्गुरुः, तत्प्रभावेण च प्रशान्तं वैरम्, वर्धापिता રાજાએ તે અંગીકાર કર્યું, તેથી પોતાના ચૌદે ખંડીયા રાજાઓને પોતપોતાના સૈન્ય સહિત માર્ગમાં ગોઠવ્યા અને તે મનુષ્યોની પરંપરાએ કરીને ઉજ્જયિનીથી ઇંટો મગાવી તેના વડે પ્રાકાર નીપજાવ્યો ત્યારપછી તેણીએ કહ્યું કેહવે ધાન્ય, વસ્ત્ર અને ઇંધણવડે આ નગરીને ભરી દો.' તે સાંભળી આશાથી નચાયેલા તેણે તે પ્રમાણે નગરી ભરી દીધી. આ પ્રમાણે જ્યારે તે નગરી (બીજાનો) રોધ (અટકાયત) કરવામાં સજ્જ (તૈયાર) થઇ ત્યારે તે રાણી તેનાથી પ્રતિકૂળ થઈ ગઈ. (નગરના કિલ્લાના) દરવાજા બંધ કરી યુદ્ધ કરવા તૈયાર થઇ. તે જાણી ચંડપ્રદ્યોત રાજા પણ વિલખો થઇ નગરીને વીંટીને રહ્યો. એક દિવસ વૈરાગ્ય પામેલી મૃગાવતીએ વિચાર કર્યો કે તે ગામ, આકર (ખાણ) અને નગર વિગેરે સ્થાનો ધન્ય છે કે જ્યાં ભગવાન મહાવીરસ્વામી સુંદર વાણીવડે મનુષ્યોને પ્રતિબોધ કરતા વિચરે છે. હમણાં જો તે પરમેશ્વર અહીં પધારે તો હું તેમની પાસે પ્રવજ્યા ગ્રહણ કરું.' આ પ્રમાણે તેણીનાં વિચારને કેવળજ્ઞાનવડે જાણીને ગૌતમાદિક મુનિજનોથી પરિવરેલા અને નવ સુવર્ણકમળો પર પગ મૂકતા ભગવાન તરત જ ત્યાં પધાર્યા. દેવોએ તે વખતે ત્યાં સમવસરણ રચ્યું. ત્યાં જગદ્ગુરુ સિંહાસન પર બેઠા. તે ભગવાનના પ્રભાવથી સર્વનું વૈર શાંત થયું. ચરપુરુષોએ મૃગાવતીને વધામણી આપી. તેમને તેણીએ ચિંતવ્યાથી પણ અધિક ઈનામ આપ્યું. દરવાજાના કમાડ ઉઘડાવ્યા, મોટા વૈભવવડે મૃગાવતી નીકળી, વિધિપૂર્વક ભગવાનને