________________
अष्टमः प्रस्तावः
११६९
पुत्तोऽवि असंजायबलो एयस्साणणुसरणे मा विवज्जिही, एयाणुस्सरणंमि गरुओ कुलकलंको, तम्हा इमं पत्तकालं-इहट्ठिया अच्चंतमणुलोमवयणवित्थरेण चेव कालहारिं करेमि पच्छा जमुचियं तमाचरिस्सामि त्ति चिंतिऊण भणाविओ दूयवयणेण चंडपज्जोयनरिंदो, जहाराए सयाणिए परोक्खम्मि तं चेव मए सरणं, केवलं मम पुत्तो असंपत्तबलो मए विमुक्को समाणो पच्चंतनरिंदेहिं पेल्लेज्जिही । इमं च सोच्चा परमहरिसपगरिसमुव्वहंतेण भणावियं रन्ना-‘पिए! मम पयंडभुयदंडपरिग्गहिए तुह सुए को चिरजीवियत्थी पयं काउं समीहिज्जा ?।' तीए भणियं - 'अत्थि महाराय !, केवलं उस्सीसए सप्पो जोयणसए वेज्जो, विणट्ठम्मि कज्जे किं तुमं काहिसि ?, अओ जइ निप्पच्चवायं मए सह संगममभिलससि ता उज्जेणिपुरीसमुब्भवाहिं निडुराहिं इट्टियाहिं इमीए नयरीए चउदिसिं कारवेसु समुत्तुंगपायारपरिक्खेवं ति । इमं
पुत्रोऽपि असञ्जातबलः एतस्याऽननुसरणे मा विपद्यताम्, एतदनुसरणे गुरुः कुलकलङ्कः, तस्मादिदं प्राप्तकालं-इह स्थिता अत्यन्तम् अनुलोमवचनविस्तरेण एव कालहरणं करोमि, पश्चाद् यदुचितं तदाऽऽचरिष्यामि' इति चिन्तयित्वा भणितः दूतवचनेन चण्डप्रद्योतनरेन्द्रः यथा 'राजनि शतानीके परोक्षे त्वमेव मम शरणम्, केवलं मम पुत्रः असम्प्राप्तबलः मया विमुक्तः सन् प्रत्यन्तनरेन्द्रैः क्षिप्यते।' इदं च श्रुत्वा परमहर्षप्रकर्षमुद्वहता भणिता राज्ञा 'प्रिये! मयि प्रचण्डभुजदण्डपरिगृहीते तव सुतं कः चिरजीवितार्थी पदं कर्तुं समीहते । तया भणितं 'अस्ति महाराज ! केवलं उत्शीर्षके सर्प, योजनशते वैद्यः, विनष्टे कार्ये किं त्वं करिष्यसि ? अतः यदि निष्प्रत्यपायं मया सह सङ्गमम् अभिलषसि ततः उज्जैनीपुरीसमुद्भवाभिः निष्ठुराभिः ईष्टिकाभिः अस्यां नगर्यां चतुर्दिक्षु कारय समुत्तुङ्गप्राकारपरिक्षेपम् । इदं च आकर्ण्य प्रतिपन्नं राज्ञा । ततः चतुर्दश अपि निजराजानः सबलाः
ક્ષોભથી મરણ પામ્યા. નાની ઉમ્મરનો પુત્ર હજુ બળને પામ્યો નથી, તેથી ચંડપ્રદ્યોતને નહીં અનુસરવાથી આ પુત્રનો પણ વિનાશ ન થાઓ; તેમજ તેને અનુસરવાથી મારા કુળમાં મોટું કલંક લાગે તેથી હાલ તો કાળને યોગ્ય આ પ્રમાણે છે કે હું અહીં રહીને જ અત્યંત અનુકૂળ વચનના વિસ્તારવડે જ કાળ નિર્ગમન કરું. પછી જેમ ઉચિત હશે તેમ કરીશ.' એમ વિચારીને દૂતના મુખવડે ચંડપ્રદ્યોત રાજાને કહેવરાવ્યું કે-‘શતાનીક રાજા પરોક્ષ થઇ જવાથી (મરણ પામવાથી) તમે જ મારું શરણ છો. માત્ર મારો પુત્ર હજુ બળ પામ્યા વિનાનો છે તેને હું તજી દઉં તો સીમાડાના રાજાઓ તેનો વિનાશ કરે.' આવું તેનું વચન સાંભળી અત્યંત હર્ષના પ્રકર્ષને ધારણ કરતા રાજાએ કહેવરાવ્યું કે-‘હે પ્રિયા! મારા પ્રચંડ ભુજારૂપી દંડે ગ્રહણ કરેલા તારા પુત્રની ઉપર કયો ચિરકાલ જીવિતનો અર્થી પગલું ભરવાને પણ ઇચ્છે?' તે સાંભળી રાણીએ કહેવરાવ્યું કે-‘હે મહારાજ! તમે કહો છો તેમજ છે, પરંતુ ઓશીકે સર્પ છે અને વૈદ્ય સો યોજન દૂર છે. (એટલે કે શત્રુઓ પાસે જ છે અને તમો તો દૂર છો.) કાર્ય વિનાશ પામ્યા પછી તમે શું કરી શકો? તેથી જો મારી સાથે નિર્વિઘ્નપણે સંયોગને ઇચ્છતા હો તો ઉજ્જયિની નગરીમાં નીપજેલી કઠોર (કઠણ-પાકી) ઇંટોવડે આ નગરી ફરતો ચારે દિશાએ મોટો ગઢનો પરિધિ કરાવો.' આ પ્રમાણે સાંભળીને