________________
११६८
श्रीमहावीरचरित्रम् पवत्तस्स नियबुद्धिवित्थरेणं अवजसपंसुं परिसमेइ?, एवंविहदुन्नयवियारिणोऽवि जायइ कुले गुरुकलंको, किं पुण बहुजणपुरओ पयडगिरा पभणिज्जंते?, अन्नेसुवि रज्जंतरेस दिळं सुयं व रे तुमे एवंविहं अकज्जं कीरंतं केणइ निवेण, किंच-जत्थ सयं चिय राया दुन्नयमेवंविहं समायरइ ततो हया मूलाओ वराइणी तत्थ नीईवि, किं बहुणा?, एवं जंपिरस्स तुह चेव इहयं जुज्झइ विणासो काउं, जंच न कीरइ तं न य तेउत्ति कलिऊण', इय निब्भत्थिऊण दूओ निद्धमणेण कंठे घेत्तूण निच्छूढो, गओ य सो चंडपज्जोयसमीवे, साहिओ य चउग्गुणो नियवइयरो, इमोवि तेण दूयवयणेण बाढं रुट्ठो सव्वबलेण परियरिओ पयट्टो कोसंबीए, अणवरयपयाणएहि य आगच्छंतं निसामिऊण सयाणिओ अप्पबलो तहाविहसंखोहसमुप्पन्नाइसारो मओ, तओ मिगावईए चिंतियं राया ताव संखोभेण विणट्ठो,
वक्तुम्? कः भृत्यः सोऽपि न यः स्वस्वामिनः उत्पथं प्रवृत्तस्य निजबुद्धिविस्तरेण अपयशःपांशु परिशमयति?, एवंविधदुायविचारिणः अपि जायते कुले गुरुकलङ्कः किं पुनः बहुजनपुरतः प्रकटगिरा प्रभण्यमाने? अन्येष्वपि राज्यान्तरेषु दृष्टं श्रुतं वा रे! त्वया एवंविधम् अकार्य क्रियमाणं केनापि नृपेण?, किञ्च-यत्र स्वयमेव राजा दुायमेवंविधं समाचरति ततः हता मूलतः वराकिनी तत्र नीतिः अपि, किं बहुना?, एवं जल्पतः तवैव इह युज्यते विनाशः कर्तुम् यच्च न क्रियते तन्नच तेजः इति कलयित्वा 'इति निर्भर्त्य दूतः निद्धमणेन = कचवरनिर्गमस्थानेन कण्ठे गृहीत्वा निक्षिप्तः, गतश्च सः चण्डप्रद्योतसमीपम्, कथितश्च चतुर्गुणः निजव्यतिकरः । अयमपि तेन दूतवचनेन बाढं रुष्टः सर्वबलेन परिवृत्तः प्रवृत्तः कौशाम्बीम्, अनवरतप्रयाणकैः च आगच्छन्तं निःशम्य शतानीकः अल्पबलः तथाविधसंक्षोभसमुत्पन्नाऽतिसारः मृतः। ततः मृगावत्या चिन्तितं 'राजा तावत् संक्षोभेण विनष्टः,
છે? જે ભૂત્ય ઉન્માર્ગે પ્રવતેલા પોતાના સ્વામીની અપકીર્તિરૂપ ધૂળને પોતાની બુદ્ધિના વિસ્તારવડે સમાવે નહીં, તે પણ શું ભૃત્ય કહેવાય? આ પ્રમાણે અનીતિનો મનમાં માત્ર વિચાર કરવાથી પણ તેના કુળમાં મોટું કલંક ઉત્પન્ન થાય છે, તો પછી ઘણા માણસોની પાસે પ્રગટ વાણીવડે કહેવાથી તો શું થાય? અરે દૂત! બીજા પણ રાજ્યોમાં કોઇ પણ રાજાએ આવા પ્રકારનું અકાર્ય કર્યું હોય એમ તેં જોયું કે સાંભળ્યું છે? વળી જ્યાં પોતે રાજા જ આવા પ્રકારના અન્યાયનું આચરણ કરે ત્યાં બિચારી નીતિ પણ મૂળથી જ હણાયેલી છે. ઘણું શું કહેવું? આવા પ્રકારનું વચન બોલનારા તારો જ અહીં વિનાશ કરવો યોગ્ય છે, પણ તેમ નથી કરતો, તે કાંઇ (તારા કે તારા રાજાનું) તેજ છે એમ ધારીને નહીં (અથવા અમારે તેવું કરવું યોગ્ય નથી એમ જાણીને.)' આ પ્રમાણે તે દૂતનો તિરસ્કાર કરીને, તેને કંઠે પકડીને ખાળને માર્ગે થઇને કાઢી મૂક્યો. પછી તે દૂત ચંડપ્રદ્યોત રાજાની સમીપે ગયો અને ચારગુણો પોતાનો વૃત્તાંત કહ્યો. ત્યારે તે પણ તે દૂતના વચનવડે અત્યંત રોષ પામી સર્વ સૈન્ય સહિત કૌશાંબી નગરી તરફ ચાલ્યો. નિરંતર પ્રયાણવડે આવતા તેને સાંભળીને અલ્પ સૈન્યવાળો શતાનીક રાજા તથા પ્રકારના લોભથી ઉત્પન્ન થયેલા અતિસાર નામના વ્યાધિથી એકદમ મરણ પામ્યો. તે વખતે મૃગાવતીએ વિચાર્યું કે-“પ્રથમ તો રાજા જ