________________
पञ्चमः प्रस्तावः
६६९ अन्नदिवसे य भणिओ सो परियरेण जहा-'सत्थवाह! किमेगगोणनिमित्तं उवेहिज्जंति नियकज्जाइं?, किं न मुणह तुब्भे सीयंति वणियपुत्ता?, विणस्संति कियाणगाइं? वोलंति बहवे वासरा, समीवमणुसरइ वासारत्तोत्ति । धणदेवेण भणियं-'एवमेयं, किं तु न सक्केमि एयं वरागं परममित्तं व सब्भावसारं मोत्तुं ।' परियरेण भणियं-'तुब्भे जाणह जमेत्थोचियंति । तओ तप्परिहारकायरमणेणवि धणदेवेण सद्दाविया वद्धमाणगगामप्पहाणा पुरिसा, सुहासणत्था तंबोलाइदाणेण सम्माणिऊण सप्पणयं वसहस्स समक्खं भणियं जहा-'एसो मम पवरवसभो एरिसदुद्रुत्थाममवत्थंतरं पत्तो । ता तुम्हेहिं एयस्स इमिणा रूवगसएण ओसहचरणाइचिंताए संमं वट्टियव्वं । एसो तुम्ह नासगो इव समप्पिओ मए, न सव्वहा अन्नहा कायव्वं ति निरूविऊण सो मयहत्तरजणे मोयाविऊण वसहस्स पुरओ बहुं चारिं पाणियं च, ससिणेहं भणितः सः परिजनेन यथा 'सार्थवाह! किम् एकगोनिमित्तमुपेक्षसे निजकार्याणि?, किं न जानासि त्वं सीदन्ति वणिक्पुत्राः?, विनश्यन्ति क्रयाणकानि?, व्यतिक्रमन्ते बहवः वासराः?, समीपमनुसरति वर्षारात्र?' इति। धनदेवेन भणितं 'एवमेव, किन्तु न शक्नोमि एतं वराकं परममित्रमिव सद्भावसारं मोक्तुम् ।' परिजनेन भणितं 'त्वं जानीहि यदत्रोचितम्' इति । ततः तत्परिहारकायरमनसाऽपि धनदेवेन शब्दापिताः वर्धमानकग्रामप्रधानाः पुरुषाः, सुखासनस्थाः ताम्बूलादिदानेन सम्मान्य सप्रणयं वृषभस्य समक्षं भणितं यथा-एषः मम प्रवरवृषभः एतादृशदुःस्थामाम् अवस्थान्तरां प्राप्तः । तस्माद् युष्माभिः अस्य अनेन रूप्यकशतेन
औषध-चारणादिचिन्तायां सम्यग् वर्तितव्यम्। एषः तुभ्यं न्यासः इव समर्पितः मया, न सर्वथा अन्यथा कर्तव्यम्' इति निरूप्य सः महत्तरजनेषु मोचयित्वा वृषभस्य पुरतः बह्वीं चारी जलं च, सस्नेहेन क्षमित्वा
પરિજને કહ્યું કે-“હે સાર્થવાહ! એક બળદની ખાતર અન્ય કાર્યોની શા માટે ઉપેક્ષા કરો છે? શું તું જાણતો નથી કે વણિક પુત્રો સીદાય છે કરિયાણાંનો નાશ થાય છે, ઘણા દિવસો નકામાં જાય છે? અને હવે તો વર્ષાકાલ પણ બહુ નજીક છે. ધનદેવ બોલ્યો-“તમે કહો છો તે બરાબર છે, પરંતુ પરમ મિત્રની જેમ સદૂભાવશાળી આ બિચારાને હું મૂકી શકતો નથી. ત્યારે પરિજને કહ્યું કે “અહીં શું ઉચિત છે, તે તમે જાણો' પછી તે વૃષભનો પરિહાર કરવામાં કાયર છતાં ધનદેવે વર્ધમાનક ગામના પ્રધાન પુરુષોને બોલાવ્યા. તેમને શુભ આસન પર બેસારી, તાંબૂલાદિકથી સત્કાર કરી, પ્રેમપૂર્વક વૃષભ સમક્ષ તેમને જણાવ્યું કે આ મારો પ્રવર વૃષભ આવી દુષ્ટ અવસ્થાને પામ્યો છે, તો તમે આ સો રૂપિયાથી એના ઔષધ અને ચારા-પાણીની બરાબર કાળજી રાખજો. આ મારી એક થાપણની જેમ હું તમને સોંપુ છું માટે કંઇ પણ વિપરીત ન કરશો.” એમ ગામના મુખીજનોને ભળાવી વૃષભની આગળ સ્નેહપૂર્વક બહુ ચારો-પાણી મૂકાવી, પ્રેમથી તેને ખમાવીને ધનદેવ સાર્થવાહ પોતાના અભીષ્ટ સ્થાને ગયો. ત્યાં ગાઢ વેદનાથી વ્યાકુલ બની જેઠ માસના સૂર્ય તાપથી સંતપ્ત થતાં ગ્રીષ્મની ઉષ્ણતાથી તપેલ મહીતલ પર દેહે દાઝતાં અને વિષમ-વિરસ શબ્દ કરતાં તે દિવસો ગાળવા લાગ્યો. વળી પેલા તૃણાદિક હતાં તે બીજાં જાનવરો ખાઇ ગયા એટલે ચારા-પાણી વિના તથા ગાઢ વ્યાધિથી પીડા પામતા અત્યંત દીનતાથી ચોતરફ અવલોકન કરતાં