________________
श्रीमहावीरचरित्रम्
अतुच्छमच्छरमुव्वहंतो निवारिज्जमाणोऽवि नियपहाणपरियणेण - 'केत्तियमेत्तो एस ? अज्जेव खोभेमि इमं ति पइण्णं काऊण नीहरिओ अत्थाणीमंडवाओ, गओ भगवओ समीवं । तओ दंसणवसुप्पन्नगाढकोवेण विउव्विओ पलयकालोव्व पबलो धूलिनिवहो। तेण य चलणजुयलाओ आरम्भ जाव अच्छीणि सवणा य ताव पच्छाइओ, सामी जाओ निरुस्सासो, नवरि तिलतुसतिभागमेत्तंपि न चलिओ झाणाओ। अचलियचित्तं च नाऊण कओ अणेण कुलिसकढिणचंडतुंडभीमो पिवीलियासमूहो, सो य लद्वावयासो दुज्जणोव्व जिणं विद्दविउं पवत्तो, किंतु निब्भग्गजणमणोरहोव्व जाओ निष्फलो। तओ दुन्निवारे सूइतिक्खमुहे उद्दंसे पेसेइ, तेहिवि अखोभिज्जमाणे भुयणबंधवे घइलाओ चंडमुहमंडलाओ निव्वत्तेइ, ताहिवि खज्जमाणसरीरे निप्पकंपे जयनाहे निम्मिया पिंगलसरीररुइणो अतुच्छपुच्छविसालिद्धकढिण- कंटया विच्छ्रया । तेसुवि जहासत्ति कयप्पहारपडिहयसामत्थेसु पसरंतमच्छरेणं विउब्विया दाढाकडप्पकराला नउला, तेहिंपि अभिभवियं भयवओ सरीरं, न उण ईसिंपि सत्तं ।
९८४
निवार्यमाणः अपि निजप्रधानपरिजनेन 'कियन्मात्रः एषः ?, अद्यैव क्षोभयामि इमम्' इति प्रतिज्ञां कृत्वा निहृतः आस्थानमण्डपात्, गतः भगवतः समीपम् । ततः दर्शनवशोत्पन्नगाढकोपेन विकुर्वितः प्रलयकालः इव प्रबलः धूलिनिवहः । तेन च चरणयुगलाद् आरभ्य यावद् अक्षिणी श्रवणे च तावत् प्रच्छादितः, स्वामी जातः निरुच्छ्वासः, नवरं तिलतुषमात्रमपि न चलितः ध्यानतः । अचलितचित्तं च ज्ञात्वा कृतः अनेन कुलिशकठिनचण्डतुण्डभीमः पिपीलिकासमूहः, सः च लब्धाऽवसरः दुर्जनः इव जिनं विद्रवितुं प्रवृत्तवान्, किन्तु निर्भग्नजनमनोरथः इव जातः निष्फलः । ततः दुर्निवारान् सुचितीक्ष्णमुखान् उद्देशान् प्रेषति, तैरपि अक्षुभ्यमाणे भुवनबान्धवे घृतेलिकाः चण्डमुखमण्डला निवर्तयते, ताभिरपि खाद्यमानशरीरे निष्प्रकम्पे जगन्नाथे निर्मिता पिङ्गलशरीररुचयः अतुच्छपृच्छविषाऽऽलिद्धकठिनकण्टकाः वृश्चिकाः । तेषु अपि यथाशक्तिकृतप्रहारप्रतिहतसामर्थ्येषु प्रसरन्मत्सरेण विकुर्विता दंष्ट्राकलापकरालाः नकुलाः। तैः अपि अभिभावितं भगवतः शरीरम्, न पुनः ईषदपि सत्त्वम् ।
પોતાના પ્રધાન પરિજને નિવાર્યા છતાં ‘એ શું માત્ર છે એને આજે જ ચલાયમાન કરી આવું.' એવી પ્રતિજ્ઞા કરી તે સભામંડપથી બહાર નીકળ્યો અને ભગવંત પાસે ગયો. ત્યાં પ્રભુને જોતાં ગાઢ કોપ કરતાં તેણે પ્રલયકાળની જેમ પ્રબળ ધૂલિસમૂહ વિકુર્યો, જેથી પગથી માંડીને આંખ અને કાન સુધી આચ્છાદિત થતાં સ્વામીનો શ્વાસ બંધ થઇ ગયો, છતાં ધ્યાનથી લેશમાત્ર પણ પ્રભુ ચલાયમાન ન થયા. એમ ભગવંતને અચળ જોઇ તેણે વજ્ર સમાન તીક્ષ્ણ મુખવાળી કીડીઓ વિકુર્થી. તે દુર્જનની જેમ અવકાશ પામતાં જિનને ડંખવા લાગી, પરંતુ નિર્ભાગીના મનોરથની જેમ તે નિષ્ફળ નીવડ્યો, એટલે સોય સમાન તીક્ષ્ણ મુખવાળા અને દુર્નિવાર એવા ડાંસ પ્રગટાવ્યા. તેમનાથી પણ ભગવંત ક્ષોભ ન પામતાં, તેણે પ્રચંડ મુખવાળી ઘીમેલો વિકુર્તી. તેમનાથી શરીર ખવાતાં પણ જિનનાથ નિષ્કપ રહેતાં, તેણે પીંગલ અને કઠિન કાંટાવાળા વીંછી પ્રગટાવ્યા. તેમણે તીવ્ર ડંખ મારતાં પણ પ્રભુ અડગ રહ્યા એટલે ભારે મત્સર લાવતા તેણે દાઢાવડે વિકરાલ નોળીયા વિકુર્વ્યા. તેમણે પણ પ્રભુના શરીરને ભારે વેદના ઉપજાવી, છતાં તે ધ્યાનથી ચાલ્યા નહિ.