________________
९४२
इय भो देवाणुपिया! तिन्नि पयत्था मए तुह पसत्था । परिकहिया एएसिं पढमो तुमए सयं विहिओ ||३०||
श्रीमहावीरचरित्रम्
अन्ने पुण सावगधम्मकुसलबुद्धीहिं जंति काउं जे। सद्धाणनाणसारं ता गिहिधम्मं पवज्जेसु ।।३१।।
इय गुरुणा निदंसिए वत्थुपरमत्थे जायपवरविवेगो पणमिऊण गुरुणो पयपंकयं सेट्ठी वागरिउं पवत्तो- 'भयवं! सुटु बोहिओऽहं तुम्हेंहिं, उवदंसेह मे सावगधम्मं, सिक्खवेह जुत्तात्तं ।' तओ सूरिणा भेयप्पभेयसाहासहस्ससंकुलो सुहफलोहकलिओ कहिओ वित्थरेण गिहिधम्मकप्पद्दुमो, पडिवन्नो य भावसारमणेण । तप्पभिदं च अट्टप्पयारजिणपूयारओ, मुणिदाणसमुज्जयचित्तो सावगत्तं पालेइ । पसूए पुत्ते सविसेसं धम्मपरिवत्तो जाओत्ति। इति भोः देवानुप्रियाः ! त्रयः पदार्थाः मया युष्माकं प्रशस्ताः। परिकथिताः एतेषु प्रथमः त्वया स्वयं विहितः । । ३० ।।
अन्यौ पुनः श्रावकधर्मकुशलबुद्धिभिः याप्येते कर्तुं यौ । श्रद्धानज्ञानसारं ततः गृहीधर्मं प्रव्रजत ।।३१ ।।
इति गुरुणा निदर्शिते वस्तुपरमार्थे जातप्रवरविवेकः प्रणम्य गुरोः पादपङ्कजं श्रेष्ठी व्याकर्तुं प्रवृत्तवान् 'भगवन्! सुष्ठु बोधितः अहम् युष्माभिः, उपदर्शय मां श्रावकधर्मम्, शिक्षापय युक्तायुक्तम्।' ततः सूरिणा भेदप्रभेदशाखासहस्रसङ्कुलः शुभफलौघकलितः कथितः विस्तारेण गृहीधर्मकल्पद्रुमः, प्रतिपन्नश्च भावसारम् अनेन । तत्प्रभृतिं च अष्टप्रकारजिनपूजारतः, मुनिदानसमुद्यतचित्तः श्रावकत्वं पालयति। प्रसूते पुत्रे सविशेषं धर्मपरिवृत्तः जातः ।
એમ હે દેવાનુપ્રિય! મેં તમને પ્રશસ્ત ત્રણ પદાર્થો (શ્લોક ૧માં) કહી બતાવ્યા, તેમાં પ્રથમ તો તમે પોતે खायरो छो (30)
અને બીજા બે શ્રાવક-ધર્મની કુશળ-બુદ્ધિવાળા આચરી શકે છે, માટે તમે શ્રદ્ધા અને જ્ઞાનવર્ડ શ્રેષ્ઠ એવા ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કરો.' (૩૧)
એ પ્રમાણે ગુરુએ વસ્તુ-૫રમાર્થ બતાવતાં, પ્રવર વિવેક જાગ્રત થવાથી ગુરુના પગે પડીને શેઠ કહેવા લાગ્યો કે-‘હે ભગવન્! તમે મને બહુ જ સારો પ્રતિબોધ આપ્યો. મને શ્રાવક-ધર્મ બતાવો અને યુક્તાયુક્ત શીખવો.' એટલે આચાર્યે ભેદ-પ્રભેદરૂપ હજારો શાખાઓ યુક્ત અને શુભ ફળોથી સુશોભિત એ ગૃહિ (ગૃહસ્થ) ધર્મરૂપ કલ્પવૃક્ષ વિસ્તારથી સંભળાવ્યો અને તેણે ભાવથી તેનો સ્વીકાર કર્યો. ત્યારથી અષ્ટપ્રકારે જિનપૂજામાં રક્ત અને મુનિદાનમાં તત્પર એવો શ્રેષ્ઠી શ્રાવકપણું પાળવા લાગ્યો. પછી અનુક્રમે પુત્ર પ્રાપ્ત થતાં તે વિશેષ પ્રકારે ધર્મપરાયણ થયો.