________________
९३४
श्रीमहावीरचरित्रम्
एवं च भत्तिसाराहिं सुसिलिठ्ठाहिं मणाणंददायिणीहिं गिराहिं हरिसुप्फुल्ललोयणाहिं थोऊण पुणो पुणो निडालतडताडियधरणिवट्ठाइं भणिउमाढत्ताइं - 'देव ! जइ एत्तो अम्ह दारगो वा दारिगा वा तुम्ह पसाएण होज्जा ता इमं तुह भवणं कणयकलसकलियसिहरं, थूरथंभाभिरामविसालसालापरिक्खित्तं, कविसीसयसओवसोहियं पवरपागारसंपरिग्गहियं, सुसिलिट्ठठावियसालभंजियासुंदरगोयराणुगयं कारवेमो, सयावि तुम्ह भत्तिपरायणाणि य होमो, अणवरयं पूयामहिमं च विरएमो त्ति भणिऊण उज्जाणकीलं काऊण गयाणि सगिहं । अह तेसिं भत्तिपगरिसागरिसियहिययाए अहासन्निहियवाणमंतरीए देवयाए अणुभावेण आहूओ भद्दाए सेट्टिणीए गब्भो । समुप्पन्नो सेट्ठिस्स पच्चओ। तओ तद्दिणाओ आरम्भ समारंभियं जिणमंदिरे कम्मंतरं । कओ अकालखेवेण जिन्नुद्धारो, तिसंझं च सुरहिपंचवन्नकुसुमेहिं निम्मवेइ पूयं पयट्टावेइ वरविलासिणीनट्टविहिं, वायावेइ मंजुगुंजंतसुरय (व?)सणाहं चउव्विहाउज्जं । एवं च कुणमाणस्स वच्चंति वासरा ।
एवं च भक्तिसाराभिः सुश्लिष्टाभिः मनोऽऽनन्ददायिनीभिः गिर्भिः हर्षोत्फुल्ललोचनाभ्यां स्तुत्वा पुनः पुनः ललाटतटताडितधरणीपृष्ठौ भणितुमारब्धौ 'देव! यदि इतः आवयोः दारकः वा दारिका वा तव प्रसादेन भवेत् ततः इदं तव भवनं कनककलशकलितशिखरं, स्थूलस्तम्भाऽभिरामविशालशालापरिक्षिप्तं, कपिशीर्षकशतोपशोभितं, प्रवरप्राकारसम्परिगृहीतं, सुश्लिष्टस्थापितशालभञ्जिकासुन्दरगोचराऽनुगतं कारयावः, सदापि तव भक्तिपरायणानि च भवावः, अनवरतं पूजामहिमानं च विरचयावः इति भणित्वा उद्यानक्रीडां कृत्वा गतौ स्वगृहम् । अथ तयोः भक्तिप्रकर्षाऽऽकृष्टहृदयायाः यथासन्निहितवानव्यन्तर्याः देवतायाः अनुभावेन आहूतः भद्रायाः श्रेष्ठिन्याः गर्भः। समुत्पन्नः श्रेष्ठिनः प्रत्ययः । ततः तद्दिनतः आरभ्य समारब्धं जिनमन्दिरे कर्मान्तरम्। कृतः अकालक्षेपेण जीर्णोद्धारः, त्रिसन्ध्यां च सुरभिपञ्चवर्णकुसुमैः निर्मापयति पूजाम्, प्रवर्तयति वरविलासिनीनाट्यविधिम्, वादयति मञ्जुगुञ्जत्सुरवसनाथं चतुर्विधाऽऽतोद्यम् । एवं च कुर्वाणस्य व्रजन्ति वासराः ।
એ પ્રમાણે ભક્તિપ્રધાન, સુસંબદ્ધ, મનને આનંદ પમાડનાર અને હર્ષથી લોચનને વિકાસ પમાડનાર વાણીથી વારંવાર સ્તવી, જમીન સુધી લલાટ લગાવીને તેઓ પુનઃ કહેવા લાગ્યા કે-‘હે દેવ! તમારા પ્રસાદથી હવે અમને પુત્ર કે પુત્રી પ્રાપ્ત થશે તો આ તમારા ભવનને શિખરે કનક-કળશો જડાવીશું, મોટા સ્તંભવડે અભિરામ રંગમંડપયુક્ત, કાંગરાઓથી શોભાયમાન, પ્રવર પ્રાકારથી મંડિત અને સારી રીતે ગોઠવેલ પૂતળીઓવડે વિરાજમાન કરાવીશું અને સદા તમારી ભક્તિમાં તત્પર રહીશું તેમજ સતત પૂજા-મહિમા રચીશું.’ એમ કહી, ઉઘાન-ક્રીડા કરીને તેઓ પોતાના સ્થાને ગયા. પછી તેમના ભક્તિ-પ્રકર્ષથી સંતુષ્ટ થયેલ પાસેના પ્રદેશની વાણવ્યંતરી દેવીના પ્રભાવથી ભદ્રા શેઠાણીને ગર્ભ રહ્યો જેથી શેઠને ભારે વિશ્વાસ આવ્યો. તે દિવસથી જિનમંદિરમાં તેણે કામ ચાલુ કરાવ્યું અને કાલક્ષેપ વિના જીર્ણોદ્ધાર કરાવ્યો. તે પાંચ વર્ણનાં સુગંધી પુષ્પોથી ત્રિકાલ પૂજા કરતો, વારાંગનાઓ પાસે નાટ્યવિધિ પ્રવર્તાવતો તથા ભારે મધુર સ્વરનાં ચતુર્વિધ વાજીંત્રો વગડાવતો. એમ ભક્તિમાં તેના દિવસો
જવા લાગ્યા.