________________
९१४
श्रीमहावीरचरित्रम् एवं च मुणिणा कहिए कणगचूडो समुट्ठिऊण परमं भवविरागमुव्वहंतो निवडिओ मुणिचलणेसु, भणिउमादत्तो य-'भयवं! जाव कुमारं संठावेमि ताव तुम्ह समीवे पव्वज्जापडिवत्तीए करेमि सफलं नियजीवियं ।' मुणिणा भणियं-'एसो च्चिय परिच्छेओ भवपासस्स, अओ जुज्जइ तुम्हारिसाण काउमेयं ।' एत्यंतरे कुमारोऽवि जायसंवेगो पणामं काऊण भणइ-'भयवं! ममंपि मज्ज-मसनिसिभत्ताणं आमरणंतं देह पच्चक्खाणं। साहुणावि नाऊण जोग्गयं दिन्नं से पच्चक्खाणं ।' तओ गुरुं वंदिऊण गया सगिहं। पवराभरणाइदाणेण सम्माणिऊण भणिओ कुमारो कणयचूडेण, जहा'कुमार! भवविरत्तोऽम्हि, संपयं दिक्खागहणेण विगयपावं अत्ताणं करिस्सामि, अओ तुमं साहेसु जं मए कायव्वं ।' कुमारेण भणियं-'किमहं साहेमि?, दुप्परिहारो तुम, केवलं चिरकालविमुक्को गुरुजणो मम दंसणूसुओ कहंपि वट्टइत्ति बाढं परितप्पइ मणो।' कणयचूडेण भणियं-'जइ एवं ता वच्चामो तत्थ ।' पडिवन्नं कुमारेण | तओ विमाणमारुहिऊण दोवि गंतुं पयट्टा।
एवं च मुनिना कथिते कनकचूडः समुत्थाय परमं भवविरागं उद्वहन् निपतितः मुनिचरणयोः, भणितुम् आरब्धश्च ‘भगवन्! यावत्कुमारं संस्थापयामि तावत्तव समीपं प्रव्रज्याप्रतिपत्त्या करोमि सफलं निजजीवितम् ।' मुनिना भणितं' एषः एव परिच्छेदः भवपाशस्य, अतः युज्यते युष्मादृशाणां कर्तुमेतत्। अत्रान्तरे कुमारोऽपि जातसंवेगः प्रणामं कृत्वा भणति 'भगवन्! ममाऽपि मद्य-मांस-निशिभक्तानाम् आमरणं देहि प्रत्याख्यानम् ।' साधुनाऽपि ज्ञात्वा योग्यतां दत्तं तस्य प्रत्याख्यानम्। ततः गुरुं वन्दित्वा गतौ स्वगृहम् । प्रवराऽऽभरणादिदानेन सम्मान्य भणितः कुमारः कनकचूडेन यथा 'कुमार! भवविरक्तः अहम्, साम्प्रतं दीक्षाग्रहणेन विगतपापम् आत्मानं करिष्यामि । अतः त्वं कथय यन्मया कर्तव्यम् ।' कुमारेण भणितं 'किमहं कथयामि? दुष्परिहारः त्वम्, केवलं चिरकालविमुक्तः गुरुजनः मम दर्शनोत्सुकः कथमपि वर्तते इति बाढं परितपति मनः । कनकचूडेन भणितं यद्येवं ततः व्रजामः तत्र।' प्रतिपन्नं कुमारेण । ततः विमानमारुह्य द्वौ अपि गन्तुं प्रवृत्तौ
એ રીતે મુનિના કહેતાં પરમ ભવ-વિરાગને ધારણ કરતો કનકચૂડ તરત ઊઠી, મુનિના પગે પડીને કહેવા લાગ્યો કે-“હે ભગવન્! કુમારને વ્યવહાર-ભાર સોંપી તમારી પાસે સંયમ લઇને હું મારા જીવિતને સફળ કરીશ.” મુનિ બોલ્યા-“ભવ-પાશ તોડવાનો એ જ ઉપાય છે, જેથી તમારા જેવાને એમ કરવું યુક્ત જ છે. એવામાં સંવેગ પામતાં કુમાર પણ પ્રણામ કરીને કહેવા લાગ્યો કે “હે ભગવન્! મને પણ મદ્ય, માંસ અને રાત્રિભોજનના યાવજીવ પચ્ચખ્ખાણ આપો. એટલે યોગ્યતા જાણીને મુનિએ તેને પ્રત્યાખ્યાન આપ્યું. પછી ગુરુને નમીને તેઓ સ્વસ્થાને ગયા. ત્યાં પ્રવર આભરણાદિકથી સત્કાર કરતાં કનકચૂડે કુમારને કહ્યું કે-“હે કુમાર! હું ભવવિરક્ત થયો છું જેથી હવે દીક્ષા લઇ, આત્માને પાપમુક્ત કરીશ; માટે મારા લાયક કામ-સેવા ફરમાવ.” કુમાર બોલ્યો- હું શું કહું? તમારો ત્યાગ મને ભારે પડે છે, છતાં ચિરકાલથી વિમુક્ત થયેલ વડીલો-સ્વજનો, મને જોવાને ઉત્સુક થઇ કોણ જાણે કેમ હશે? આથી મારા મનને બહુ દુઃખ થાય છે.' કનકચૂડે જણાવ્યું-“જો એમ હોય તો આપણે ત્યાં જઇએ.' કુમારે તે કબૂલ કરતાં તે બંને વિમાન પર આરૂઢ થઇને ચાલી નીકળ્યા.