________________
षष्ठः प्रस्तावः
८८९ एवंविहं च उद्वितं देहदाहं पलोइऊण पुच्छिया चेडीहिं-'सामिणि! किं कारणं जमेवं अज्ज बाढं वाउलसरीरा उवलक्खिजसि?, किमपत्थभोयणवियारो उयाहु पित्तदोसो अन्नं वा कारणंतरं?, सव्वहा कहेउ भगवती, जेण साहिज्जइ वेज्जस्स, कीरइ समुचियभेसहाइसामग्गी, अणुवेहणिज्जा खलु रोगा सत्तुणो य।' रयणावलीए भणियं-'न मुणेमि किंपि संपइ विसेसकारणं', चेडीहिं भणियं-'सामिणि! जप्पभिई तुमए सा चित्तपट्टिगा पलोइया तव्वेलंचिय जाओ कित्तियओवि सरीरस्स अन्नहा भावो इइ अम्हे वितक्केमो, निच्छियं पुण सरीरधारणं तुमं जाणेसि।' तओ लक्खियमेयाहिंति विगप्पिऊण भणियमणाए-'हला! तब्बे जाणह', तओ ताहिं चिंतियं-'जाव अज्जवि विरहेण न बाढं वाहिज्जइ इमा ताव निवेएमो रन्नो, जेण विसमा कज्जगई, निहुरा सरा कुसुमाउहस्स, सिरीसकुसुमकोमला सरीरसिरी ___ एवंविधं च उत्तिष्ठन्तं देहदाहं प्रलोक्य पृष्टा चेटीभिः 'स्वामिनि! किं कारणं यदेवम् अद्य बाढं व्याकुलशरीरा उपलक्ष्यसे?, किम् अपथ्यभोजनविकारः उताहो पित्तदोषः, अन्यद् वा कारणान्तरम्?, सर्वथा कथयतु भगवती येन कथ्यते वैद्यस्य, क्रियते समुचित भेषजादिसामग्री, अनुपेक्षणीयाः खलु रोगाः शत्रवश्च ।' रत्नावल्या भणितं 'न जानामि किमपि सम्प्रति विशेषकारणम् ।' चेटीभिः भणितं 'स्वामिनि! यत्प्रभृति त्वया सा चित्रपट्टिका प्रलोकिता, तद्वेलामेव जातः कियन्तोऽपि शरीरस्य अन्यथाभावः इति वयं वितर्कयामः, निश्चितं पुनः शरीरधारणं त्वं जानासि।' ततः लक्षितं एताभिः इति विकल्प्य भणितम् अनया 'भोः! यूयं जानीथ।' ततः ताभिः चिन्तितं 'यावद् अद्यापि विरहेन न बाढं बाध्यते इयं तावद् निवेदयामः राजानम्, येन विषमा कार्यगतिः, निष्ठुराः शराः कुसुमाऽऽयुधस्य, शिरीषकुसुमकोमला शरीरश्रीः अस्याः, न ज्ञायते किमपि भवति' इति निश्चित्य कथितः एषः व्यतिकरः राज्ञे। तेनाऽपि आहूता रत्नावली सप्रणयं
એમ ઊઠતા દેહદાહને જોઇ, દાસીઓએ તેને પૂછ્યું કે “હે સ્વામિની! આજે શા કારણે તમારા શરીરમાં આમ અત્યંત વ્યાકુળતા જણાય છે? શું અપથ્ય ભોજનનો વિકાર છે કે પિત્તદોષ છે? અથવા અન્ય કાંઇ કારણ છે? તમે બરાબર અમને જણાવી દો કે જેથી વૈદ્યને કહી શકાય અને ઉચિત ઔષધાદિકની સામગ્રી કરી શકાય; કારણ કે રોગ અને શત્રુની ઉપેક્ષા કરવી તે કોઈ રીતે યોગ્ય નથી.” રત્નાવલી બોલી-અત્યારે કાંઇ વિશેષ કારણ મારા જાણવામાં નથી.” ત્યારે દાસીઓએ જણાવ્યું કે-“હે સ્વામિની! જ્યારથી તમે ચિત્રફલક જોયું ત્યારથી તમારા શરીરે કાંઇ ફારફેર થવા લાગ્યો છે, એમ અમારી કલ્પના છે; પરંતુ શરીરનું ખરું કારણ તો તમે જાણો.” એટલે “આ દાસીઓ મૂળ વાત જાણી ગઈ છે.' એમ ધારીને રાજસુતા બોલી કે-“અરે! તે તો તમે જાણો.” પછી તેમણે વિચાર કર્યો કે જ્યાં સુધી એ વિરહથી અત્યંત લેવાઈ ન જાય તેટલામાં આપણે એ વાત રાજાને નિવેદન કરીએ, કારણ કે કાર્યની ગતિ વિષમ છે, કામબાણ અતિનિષ્ફર છે અને એનું શરીર શિરીષના કુસુમ સમાન કોમળ છે, જેથી શું થશે તે કાંઇ સમજી શકાતું નથી.” એમ નિશ્ચય કરી, તેમણે એ વ્યતિકર રાજાને કહેવરાવ્યો. એટલે તેણે રત્નાવલીને બોલાવીને સપ્રેમ કહ્યું કે-“હે વત્સ! તને સુરસેન કુમાર સાથે પરણાવવાની અમારી ઇચ્છા છે, તને