________________
८८४
श्रीमहावीरचरित्रम् ___सा य कणगवई चिरभवभमणेण जायकम्मलाघवा कुसुमत्थलनयरे जियसत्तुरन्नो उववन्ना धूयत्तणेणं, उचियसमए कयं रयणावलित्ति नामं । सा य संपन्नजोव्वणावि तेण पुव्वभवपियपरूढपणयवसेण सुरूवंपि रायसुयनिवहमणभिलसंती कालं वोलेइ । अन्नया य तं सूरसेणकुमारं रामापरंमुहं सोच्चा नियधूयं च पुरिसपउसिणिं मुणिऊण चिंतियं रन्ना'जइ पुण एयाणं परोप्परं विहिणा संजोगो काउं वंछिओ वट्टइ ता दंसावेमि एयाण परोप्परं पडिरूवाइं। एवंपि कयाइ समीहियसिद्धी जाएज्जत्ति विभाविऊण लिहाविया रयणावलीरूवाणुगा चित्तपट्टिया, समप्पिया य दूतस्स, भणिओ य एसो-'अरे वच्चसु तुमं महासेणरण्णो समीवे, कहेसु य जहा-अहं जियसत्तुरण्णा तुह सुयस्स नियधूयादाणत्थं पेसिओऽम्हित्ति, पत्थावे य चित्तवट्टियं दंसिऊण कुमारपडिरूवं च गहाय एज्जाहित्ति। गओ य एसो। दिट्ठो राया, पत्थावे य कहियं पओयणं । राइणावि भणियं-'भो मुणियं मए
सा च कनकवती चिरभवभ्रमणेन जातकर्मलाघवा कुसुमस्थलनगरे जितशत्रुराज्ञः उपपन्ना दुहितातया । उचितसमये कृतं रत्नावली इति नाम । सा च सम्पन्नयौवनाऽपि तेन पूर्वभवप्रियप्ररूढप्रणयवशेन सुरूपमपि राजसुतनिवहं अनभिलषन्ती कालं व्यपक्रामति । अन्यदा च तं सूरसेनकुमारं रामापराङ्मुखं श्रुत्वा निजदुहितां च पुरुषप्रवेषिणी ज्ञात्वा चिन्तितं राज्ञा 'यदि पुनः एतयोः परस्परं विधिना संयोगः कर्तुं वाञ्छितः वर्तते तदा दर्शयामि एतयोः परस्परं प्रतिरूपाणि । एवमपि कदाचित् समीहितसिद्धिः जायेत इति विभाव्य लिखापिता रत्नावलीरूपानुकारी चित्रपट्टिका, समर्पिता च दूतस्य, भणितश्च एषः अरे! व्रज त्वं महासेनराज्ञः समीपम्, कथय च यथा 'अहं जितशत्रुराज्ञा तव सुतस्य निजदुहितादानार्थं प्रेषितोऽहम् इति । प्रस्तावे च चित्रपट्टिकां दर्शयित्वा कुमारप्रतिरूपं च गृहीत्वा आगच्छसि । गतः च सः। दृष्टः राजा, प्रस्तावे च कथितं प्रयोजनम् । राज्ञाऽपि भणितं 'भोः ज्ञातं मया एतत्, केवलं दूरस्थितायाः राजसुतायाः रूपमप्रेक्षमाणः
હવે તે કનકવતી લાંબો વખત ભવભ્રમણ કરી, કર્મલાઘવ થતાં કુસુમસ્થળ નગરમાં જિતશત્રુ રાજાની પુત્રી થઇ. ઉચિત સમયે તેનું રત્નાવલી એવું નામ રાખવામાં આવ્યું. તે યૌવનવતી થતાં પણ પૂર્વભવના પ્રિયતમના પ્રેમને વશ થઈ, રૂપવંત રાજકુમારને પણ ન ઇચ્છતાં કાળ વીતાવવા લાગી. એવામાં એકદા સુરસેનકુમારને વાભાવિમુખ સાંભળી અને પોતાની પુત્રીને પુરુષ-પ્રષિણી સમજીને રાજાએ વિચાર કર્યો કે-“જો એમનો પરસ્પર સંયોગ કરવાની વિધિની વાંચ્છા હશે, તો એમને એક બીજાનું પ્રતિરૂપ-ચિત્ર બતાવવું. એમ કરતાં પણ કદાચ સમીહિતની સિદ્ધિ થવા પામે.' એમ ધારીને રાજાએ રત્નાવલિના રૂપનું ચિત્ર આળેખાવ્યું. તે દૂતને સોંપતાં તેણે જણાવ્યું કે-“અરે! તું મહાસેન રાજા પાસે જા અને કહે કે-જિતશત્રુ રાજાએ પોતાની પુત્રી તારા પુત્રને આપવા માટે મને મોકલ્યો છે. પછી પ્રસંગે ચિત્રપટ બતાવી અને કુમારનું ચિત્ર લઇને આવજે.” તે ત્યાંથી ચાલી નીકળીને મહાસેન રાજા પાસે ગયો અને અવસર મળતાં તેણે પ્રયોજન કહી સંભળાવ્યું. ત્યારે રાજાએ કહ્યું કે-“હા, એ તો હું સમજ્યો; પરંતુ દૂર રહેલ રાજસુતાનું રૂપ જોયા વિના અહીં રહેલ કુમાર, તેણીની સાથે કેમ સ્નેહ બાંધે? અથવા