________________
८७८
श्रीमहावीरचरित्रम् अवसरह, खणमेक्कं कुणह विजणं, न होइ सामन्नो एस दोसो, उवेहिज्जंतो जीवियंपि हरेज्जा। एवमायन्निऊण दिन्नं से परियणेण आसणं, विजणं च कयं । तओ तीए सुचिरं अड्डवियड्डाइं पल्लविऊण महया वित्थरेण कओ मुद्दाविन्नासो, पारद्धं मंतसुमरणं, कुसुमक्खयखेवेण य पूइयं जोगिणीचक्कं, मुक्को हुंकारो, अच्चंतसमीवे य ठाऊण महामंतोव्व सिट्ठो तस्स वणियस्स वुत्तंतो । कणगवईवि झत्ति तं निसामिऊण पच्चुज्जीवियव्व हरिसभरमुव्वहंती भणिउं पवत्ता-'भयवइ! एत्तो तुमं चेव पमाणं, तो तहा कहंपि कुणसु जह निरंतरो तेण सह संजोगो जायइ।' तीए वुत्तं-'एवं करेमि।' अह दिन्नतंबोला उठ्ठिया एसा। सिट्ठो य एस वइयरो तस्स जुवाणस्स। तेणावि पवरवत्थाईहिं उवचरिया एसा । अवरवासरे य तेसिं सिट्ठमेयाए, जहा-'अज्ज रयणीए जामदुगंमि अइक्कंतंमि सोहणो मुत्तो ता तुब्भेहिवि भगवओ कुसुमाउहस्स भवणे गंतव्वं, विवाहो कायव्वोत्ति । पडिवन्नं च तेहिं। एषः दोषः, उपेक्षमाणः जीवितमपि हरेत्। एवमाकर्ण्य दत्तं तां परिजनेन आसनम्, विजनं च कृतम् । ततः तया सुचिरम् अर्दवितर्दानि प्रलप्य महता विस्तारेण कृतः मुद्राविन्यासः, प्रारब्धं मन्त्रस्मरणम्, कुसुमाऽक्षतक्षेपेण च पूजितं योगिनीचक्रम्, मुक्तः 'हुंकारः, अत्यन्तसमीपं च स्थित्वा महामन्त्रः इव शिष्टः तस्य वणिजः वृत्तान्तः । कनकवती अपि तं निःशम्य प्रत्युज्जीविता इव हर्षमुद्वहन्ती भणितुं प्रवृत्ता 'भगवति! इतः त्वमेव प्रमाणम्, ततः सर्वथा कथमपि कुरु यथा निरन्तरः तेन सह संयोगः जायते। तया उक्तं एवं करोमि।' अथ दत्तताम्बूला उत्थिता एषा। शिष्टश्च एषः व्यतिकरः युवानम् । तेनाऽपि प्रवरवस्त्रैः उपचरिता एषा | अपरवासरे च तयोः शिष्टम् अनया यथा-अद्य रजन्यां यामद्वये अतिक्रान्ते शोभनः मुहूर्तः तस्मात् युवाभ्यामपि भगवतः कुसुमायुधस्य भवने गन्तव्यम्, विवाहः कर्तव्यः' इति । प्रतिपन्नं च ताभ्याम् ।। થવા દો. આ કાંઇ સામાન્ય દોષ નથી, એની ઉપેક્ષા કરતાં જીવિત નષ્ટ થાય.” એમ સાંભળતાં પરિજને તેણીને આસન આપ્યું અને પોતે બધા દૂર થઈ ગયા, એટલે તેણે પ્રથમ લાંબો વખત આડું અવળું બોલીને મોટા આડંબર પૂર્વક મુદ્રાઓની રચના કરી અને મંત્રનું સ્મરણ આરંભ્ય, કુસુમ અને અક્ષતથી જોગણીઓની પૂજા કરી તથા હુંકાર મૂક્યો. પછી અત્યંત પાસે બેસીને તેણે મહામંત્રની જેમ કનકવતીને વણિકનો વૃત્તાંત કહી સંભળાવ્યો, જે સાંભળતાં જાણે તરત ફરી જીવન પામી હોય તેમ ભારે હર્ષ પામતી, કનકવતી કહેવા લાગી કે હે ભગવતી! હવે તમે જ પ્રમાણ છો, માટે એવો કોઈ ઉપાય લ્યો કે જેથી તેની સાથે સતત સંયોગ થાય.” તે બોલી “ભદ્ર! હું તેમ જ કરીશ.” પછી તાંબૂલ આપતાં તે ઊઠી અને એ વ્યતિકર તેણે તે વણિક યુવકને કહી સંભળાવ્યો. જે સાંભળી તેણે પણ પ્રવર વસ્ત્રાદિકથી પ્રવાજિકાનો સારો સત્કાર કર્યો. પછી બીજે દિવસે તેણે તેમને કહ્યું કે “આજે રાતે બે પહોર વીતતાં સારૂં મુહૂર્ત છે, માટે તમારે ભગવાન કુસુમાયુધના ભવનમાં જવું અને વિવાહ કરવો.' એ વાત તેમણે કબૂલ કરી.