________________
८४६
श्रीमहावीरचरित्रम्
दिट्ठा कुवियंमि पायसे मंसकेसाइसुहुमावयवा तद्दंसणे य रुट्ठो सो तं घरं मग्गिउमारद्धो । तं पुण तेहिं घरं तब्भएण चेव अन्नओमुहं कयं । सो य तंमि पएसे पुणो पुणो हिंडमाणो जाव न लहइ ताव भणइ - 'जइ मम धम्मगुरुणो तवतेयप्पभावो अत्थि ता डज्झउ इमो पएसो।' जिणमाहप्पमवितहं कुणमाणेहिं अहासन्निहियवाणमंतरेहिं निद्दड्डो सव्वो सो पएसो ।
भयवंपि कइवयदिणाइं विगमिऊण गंतुं पयट्टो, संपत्तो हलद्द्याभिहाणंमि गामे । तस्स बहिया अणेगसाहप्पसाहाभिरामो बहलपत्तपडलपडिखलियतरणिमंडलपभापसरो महाखंधो हलिद्दगो नाम तरुवरो। तस्स हेट्ठओ ठिओ भयवं काउस्सग्गेणं । इओ य सावत्थिं नयरिं गंतुकामो रयणमि आवासिओ तत्थेव सत्थो । सो य सीयपीडिओ संतो पज्जालिऊण जलणं सुचिरं तप्पिऊण य पभायसमए उट्ठित्ता गओ, जलणोऽवि जणेण अविज्झविओ निद्दहंतो कमेण पत्तो जिणंतियं । गोसालेण भणियं - 'भयवं ! नासह एस हुयवहो एइ, कुवान्ते पायसे मांस-केशादिसूक्ष्माऽवयवाः । तद्दर्शने च रुष्टः सः तद् गृहं मार्गयितुम् आरब्धवान्। तत्पुनः तैः गृहं तद्भयेन एव अन्यतोमुखं कृतम् । सश्च तस्मिन् प्रदेशे पुनः पुनः हिण्डमानः यावन्न लभते तावद् भणति ‘यदि मम धर्मगुरोः तपस्तेजोप्रभावः अस्ति तदा दह्यताम् अयं प्रदेशः । जिनमाहात्म्यम् अवितथं कुर्वद्भिः यथासन्निहितवानव्यन्तरैः निर्दग्धः सर्वः सः प्रदेशः ।
भगवान् अपि कतिपयदिनानि विगम्य गन्तुं प्रवृत्तः सम्प्राप्तः हलद्रुताऽभिधाने ग्रामे। तस्य बहिः अनेकशाखा-प्रशाखाऽभिरामः बहुपत्रपटलप्रतिस्खलिततरणिमण्डलप्रभाप्रसरः महास्कन्धः हरिद्रकः नामकः तरुवरः। तस्याऽधः स्थितः भगवान् कायोत्सर्गेण । इतश्च श्रावस्ती नगरीं गन्तुकामः रजन्याम् आवासितः तत्रैव सार्थः। सः च शीतपीडितः सन् प्रज्वालय ज्वलनं, सुचिरं तर्पयित्वा च प्रभातसमये उत्थाय गतः, ज्वलनः अपि जनेन अविध्यापितः निर्दहन् क्रमेण प्राप्तः जिनाऽन्तिकम् । गोशालेन भणितं 'भगवन्! नश्य, एष हुतवहः एति ।
રુષ્ટ થઇને ગોશાળો તે ઘર શોધવા લાગ્યો, પરંતુ તેમણે તેના ભયને લીધે ઘરનું દ્વાર બીજી બાજુ કરેલ, એટલે તે પ્રદેશમાં વારંવાર ભટકતાં પણ જ્યારે તે ઘર હાથ ન લાગ્યું ત્યારે તે કહેવા લાગ્યો કે-‘જો મારા ધર્મગુરુના તપ કે તેજનો પ્રભાવ હોય તો આ પ્રદેશ બળી જાઓ.' ત્યારે જિન-માહાત્મ્યને અવિતથ કરતા પાસેના વાણવ્યંતર દેવોએ તે પ્રદેશ બાળી નાંખ્યો.
ભગવંત પણ કેટલાક દિવસ ત્યાં વીતાવી હલઙ્ગત (હર૬) નામે ગામમાં ગયા. તેની બહાર અનેક શાખાપ્રશાખાથી અભિરામ, ઘણા પત્ર-પાંદડાથી સૂર્યપ્રભાને પ્રતિસ્ખલિત કરનાર તથા મહાસ્કંધ યુક્ત એવું હરિદ્ર નામે વૃક્ષ હતું તેની નીચે પ્રભુ કાયોત્સર્ગે રહ્યા. એવામાં શ્રાવસ્તી નગરી પ્રત્યે જવાને ઇચ્છતા કોઇ સાથે ત્યાં રાત્રે આવાસ કર્યો. તે શીતથી પરાભવ પામતાં અગ્નિ સળગાવી, લાંબો વખત તપી, પ્રભાતે ઊઠીને ચાલ્યો ગયો. અગ્નિ પણ લોકોએ ન બુઝવવાથી બળતો બળતો પ્રભુ પાસે પહોંચ્યો. એટલે ગોશાળાએ કહ્યું-‘હે ભગવન્! ભાગો, આ અગ્નિ આવે છે.'