________________
श्रीमहावीरचरित्रम्
८३६
रयणस्स आगरस्स सुद्धी, ता अलं वन्नणाए त्ति वृत्ते रुट्ठो गोसालो भणइ - 'जइ मम धम्मगुरुणो
वो वा तेओ वा अत्थि ता एएसिं धम्मायरियदूसगाणं पडिस्सओ डज्झउत्ति । तो तेहिं भणियं-'न अम्हे तुम्ह वयणेणं डज्झामो ।' तो विलक्खो सो गंतूण सामिं भणइ - 'भयवं! अज्ज मए सारंभा सपरिग्गहा निग्गंथा दिट्ठा एवमाइ जाव पडिस्सओ न दड्ढोत्ति किमिह कारणं? ।' सिद्धत्थेण भणियं-‘ते पासावच्चेज्जा थेरा साहुणो, न तेसिं पडिस्सओ तुह वयणेण डज्झइ' त्ति। एत्थंतरे जाया रयणी, कज्जलभसलसामलाई पसरियाइं दिसिमुहेसु तिमिरपडलाइं। इओ य ते मुणिचंदसूरिणो चउक्कंमि तद्दिणे रयणीए एगागिणो उस्सग्गेण ठिया । सोऽवि कूवणयकुंभकारो सेणिभत्तंमि निब्भरमइरापाणपरव्वसो विसंठुलघुलंतचलणो सभवणाभिमुहमइंतो पेच्छइ बाहिंमि काउस्सग्गपडिवन्ने ते सूरिणो । तओ 'चोरो एसो त्ति जायकुवियप्पेण तेण निविडकरसंपुडेण पीडियं तेसिं गलयं, निरुद्धो उस्सासपसरो। तहवि अविचलियचित्ता सुभज्झाणे वट्टंता तक्ख
आकरस्य शुद्धिः, तस्मादलं वर्णनया' इति उक्ते रुष्टः गोशालः भणति 'यदि मम धर्मगुरोः तपः वा तेजः वा अस्ति तदा एतेषां धर्माचार्यदूषकानां प्रतिश्रयः दहतु ।' ततः तैः भणितं न वयं तव वचनेन दहामः।' ततः विलक्षः स गत्वा स्वामिनं भणति 'भगवन्! अद्य मया सारम्भाः सपरिग्रहाः निर्ग्रन्थाः दृष्टाः एवमादि यावत्प्रतिश्रयः न दग्धः इति किमत्र कारणम् ? ।' सिद्धार्थेन भणितं 'ते पार्श्वाऽपत्याः स्थविराः साधवः, न तेषां प्रतिश्रयः तव वचनेन धक्ष्यति । अत्रान्तरे जाता रजनी, कमलभ्रमरश्यामलानि प्रसृतानि दिग्मुखेषु तिमिरपटलानि। इतश्च सः मुनिचन्द्रसूरिः चतुष्के तद्दिने रजन्यां एकाकी कायोत्सर्गेण स्थितः। सोऽपि कूवनयकुम्भकारः श्रेणीभक्ते निर्भरमदिरापानपरवशः विसंस्थुलघूर्णमानचरणः स्वभवनाभिमुखम् आगच्छन् प्रेक्षते बहिः तं सूरिम्। ततः 'चौरः एषः' इति जातकुविकल्पेन तेन निबिडकरसम्पुटेन पीडितं तस्य गलकम्, निरुद्धः उच्छ्वासप्रसरः । तथाऽपि अविचलितचित्तः शुभध्याने वर्तमानः तत्क्षणमेव कर्मलाघवतया
રત્નના કાંતિગુણથી ખાણની શુદ્ધિ સમજી શકાય છે માટે વર્ણન કરવાની જરૂર નથી.’ એમ તેમના કહેવાથી રુષ્ટ થયેલ ગોશાળો કહેવા લાગ્યો કે-‘જો મારા ધર્મગુરુના તપ કે તેજ હોય તો આ ધર્માચાર્યને દૂષણ લગાડનારાનો ઉપાશ્રય બળી જાઓ.’ ત્યારે તેમણે કહ્યું-‘અમે કાંઇ તારા વચનથી બળવાના નથી' એટલે વિલક્ષ થઇ, તેણે જઇને સ્વામીને કહ્યું-‘હે ભગવન્! આજે મેં સારંભી અને પરિગ્રહી નિગ્રંથો જોયા, તેમનો ઉપાશ્રય ન બળ્યો, તેનું શું કારણ?’ સિદ્ધાર્થ બોલ્યો-તે પાર્શ્વ-સંતાનીય સ્થવિર સાધુઓ છે. તારા વચનથી તેમનો ઉપાશ્રય ન બળે.' એવામાં રાત્રિ થવા આવી, ચોતરફ કાજળ અને ભ્રમર સમાન શ્યામ અંધકાર પ્રસરી રહ્યો, અહીં મુનિચંદ્રસૂરિ તે રાત્રે ચોકમાં એકલા કાયોત્સર્ગે રહ્યા. ત્યાં પેલા કુવનય કુંભારે પંક્તિમાં બેસીને ખૂબ મદિરાપાન કરવાથી પરાધીન બનતાં સ્ખલિત ગતિએ પોતાના ઘર ભણી જતાં, બહાર કાયોત્સર્ગે રહેલા તે આચાર્યને જોયા. એટલે ‘આ ચોર છે' એવા કુવિકલ્પથી તેણે પોતાના કરસંપુટથી સખ્ત રીતે તેમનું ગળું દબાવ્યું, જેથી શ્વાસ અટકી પડ્યો છતાં ચિત્તથી ચલાયમાન ન થતાં, શુભ ધ્યાનમાં વર્જાતાં તત્કાલ કર્મલાઘવથી અવધિજ્ઞાન પામી, કાલ કરીને તેઓ