________________
८३२
श्रीमहावीरचरित्रम् तओ सामी कुमारसंनिवेसं गओ, तत्थ य चंपगरमणिज्जाभिहाणे उज्जाणे पलंबियभुओ ठिओ काउस्सग्गेण | तहिं च सन्निवेसे अपरिमियधण-धन्नसमिद्धो अच्चंतसुरापाणप्पिओ कुवणयनाम कुंभकारो परिवसइ । तस्स आवणंमि पासजिणसिस्सा ससमय-परसमयत्थपरिन्नाणनिउणा, भवोयहिनिवडंतपाणिगणसमुद्धरणसमत्था, छत्तीसगुणरयणनिहिणो, जहोवइट्ठपगिट्ठजइकिरियापरूवणापरायणा, अणेगदेसंतरागयविणेयभमरलिहिज्जमाणसुयमयरंदा मुणिचंदा नाम सूरिणो निवसंति, तेय बाढं वुड्ढभावमुवगया एवं विचिंतंति
सव्वण्णुजिणपणीओ धम्मो सव्वत्थ वित्थरं नीओ। मिच्छत्तवसपसुत्ता सत्ता पडिबोहिया बहुसो ||१||
सुत्तत्थेहिं सिस्सा संपइ निप्फाइया जहासत्तिं ।
परिवालिओ चिरं तह सबालवुड्डाउलो गच्छो ।।२।। ततः स्वामी कुमारसन्निवेशं गतः । तत्र च चम्पकरमणीयाऽभिधाने उद्याने प्रलम्बितभुजः स्थितः कायोत्सर्गेण । तत्र च सन्निवेशे अपरिमितधन-धान्यसमृद्धः अत्यन्तसुरापानप्रियः कुवनय नामकः कुम्भकारः परिवसति। तस्य आपणे पार्श्वजिनशिष्यः स्वसमय-परसमयार्थपरिज्ञाननिपुणः, भवोदधिनिपतत्प्राणिगणसमुद्धरणसमर्थः, षट्त्रिशद्गुणरत्ननिधिः, यथोपदिष्टप्रकृष्टयतिक्रियाप्ररूपणापरायणः, अनकेदेशान्तराऽऽगतविनेयभ्रमरलिह्यमानश्रुतमकरन्दः मुनिचन्द्रः नामकः सूरिः निवसति, सः च बाढं वृद्धभावमुपगतः एवं विचिन्तयति
सर्वज्ञजिनप्रणीतः धर्मः सर्वत्र विस्तारं नीतः। मिथ्यात्ववशप्रसुप्ताः सत्त्वाः प्रतिबोधिताः बहुशः ।।१।।
सूत्राथैः शिष्यसम्पद् निष्पादिता यथाशक्तिम् । परिपालितः चिरं तथा सबाल-वृद्धाऽऽकुलः गच्छः ।।२।।
પછી સ્વામી કુમાર નામે સંનિવેશમાં ગયા અને ત્યાં ચંપકરમણીય નામના ઉદ્યાનમાં લાંબી ભુજા કરીને કાયોત્સર્ગ-ધ્યાને રહ્યા. તે ગામમાં અપરિમિત ધન, ધાન્યથી સમૃદ્ધ અને મદિરાપાનમાં અત્યંત આસક્ત એવો કુવનય નામે કુંભાર રહેતો, તેના મકાનમાં પાર્શ્વનાથના શિષ્યો કે જેઓ સ્વસમય અને પરસમયનો અર્થ જાણવામાં નિપુણ, ભવસાગરમાં પડતા પ્રાણીઓનો ઉદ્ધાર કરવામાં સમર્થ, છત્રીશ ગુણ-રત્નોના નિધાન, યથોપદિષ્ટ પ્રકૃષ્ટ યતિક્રિયા પ્રરૂપવામાં પરાયણ, અનેક દેશાંતરથી આવેલા શિષ્ય-ભ્રમરો જેમની પાસે શ્રુત-મકરંદનું પાન કરી રહ્યા હતા એવા મુનિચંદ્ર નામે આચાર્ય રહેતા. તે અત્યંત વૃદ્ધતાને પામતા ચિંતવવા લાગ્યા કે
સર્વજ્ઞપ્રણીત ધર્મનો મેં સર્વત્ર વિસ્તાર કર્યો અને મિથ્યાત્વ-મોહિત ઘણા પ્રાણીઓને પ્રતિબોધ પમાડ્યા. (૧) યથાશક્તિ સૂત્રાર્થથી શિષ્યો નિષ્પન્ન કર્યા અને આબાલ-વૃદ્ધ ગચ્છનું ચિરકાલ પરિપાલન કર્યું, (૨)