________________
श्रीमहावीरचरित्रम्
एवं च अवलोइऊण जायपरमविम्हओ नावाजणो चिंतेइ - 'अहो कोइ एस महापुरिसो माणुसवेसोवि अमाणुसाणुरूवप्पभावो, जओ एयप्पभावाओ अम्हे समुत्तिन्ना आवयामहन्नवाओ, ता जुज्जइ एस महप्पा पणमिउं' ति विभाविऊण निवडिओ तिहुयणगुरुणो चलणकमलंमि। कंबल - संबलावि जिणं पणमिऊण गया जहागयं ।
७८८
अह के पुण कंबल-संबला पुव्वभवे हुंतत्ति सुणेह मूलुप्पत्तिं-अस्थि सयलमहियलविक्खाया, समुत्तुंगपसत्थसुपासतित्थयरथूभसोहिया महुरा नाम नयरी । तत्थ य अहिगयजीवाजीववियारो, नियसुद्धबुद्धिपगरिसोवलद्धपुन्नपावो, आसव-संवरपमोक्खतत्तवियारवियक्खणो, पंचाणुव्वया - सावगधम्मपरिपालणबद्धलक्खो, जिणिंदसमयाणुरागरंजियहियओ, आगरो पसमाइगुणरयणाणं, निवासद्वाणं गंभीरिमाए, संकेयभूमी करुणाए, वल्लहो धम्मियजणाणं, बहुमओ नरवइस्स, सव्वत्थ पावियसाहुवाओ जिणदासो नाम सावओ । साहुदासी नामेण से भारिया । ताणि य
एवं च अवलोक्य जातपरमविस्मयः नौजनः चिन्तयति 'अहो ! कोऽपि एषः महापुरुषः मानुषवेषः अपि अमानुषरूपप्रभावः, यतः एतत्प्रभावतः वयं समुत्तीर्णाः आपद्- महार्णवतः, तस्माद् युज्यते एषः महात्मा प्रणन्तुमिति विभाव्य निपतितः त्रिभुवनगुरोः चरणकमलयोः । कम्बल -शम्बलौ अपि जिनं प्रणम्य गतौ यथाऽऽगतौ ।
अथ कौ पुनः कम्बल-शम्बलौ पूर्वभवे आस्ताम् इति श्रुणुत मूलोत्पत्तिम् अस्ति सकलमहीतलविख्याता, समुत्तुङ्गप्रशस्तसुपार्श्वतीर्थकरस्तूपशोभिता मथुरा नामिका नगरी । तत्र च अधिगतजीवाजीवविचारः, निजशुद्धबुद्धिप्रकर्षोपलब्धपुण्यपापः, आश्रव-संवरप्रमुखतत्त्वविचारविचक्षणः, पञ्चाऽणुव्रतादिश्रावकधर्मपरिपालनबद्धलक्ष्यः, जिनेन्द्रशास्त्राऽनुरागरञ्जितहृदयः, आकरः प्रशमादिगुणरत्नानाम्, निवासस्थानं गम्भीरतायाः, सङ्केतभूमिः करुणायाः, वल्लभः धार्मिकजनानाम्, बहुमतः नरपतेः सर्वत्र प्राप्तसाधुवादः जिनदासः
એ પ્રમાણે જોતાં ભારે આશ્ચર્ય પામી નૌકામાંના લોકો વિચારવા લાગ્યા કે-‘અહો! આ કોઇ મહાપુરુષ છે. એ મનુષ્યવેશે છતાં અલૌકિક પ્રભાવશાળી છે, કારણ કે એના પ્રભાવથી આપણે આપત્તિરૂપ મહાસાગરથી પાર ઉતર્યા માટે એ મહાત્મા વંદન કરવા યોગ્ય છે.’ એમ ધારી તેઓ ત્રિભુવનગુરુના ચરણ-કમલમાં પડ્યા. કંબલશંબલ પણ પ્રભુને નમીને સ્વસ્થાને ગયા.
હવે તે કંબલ-શંબલ પૂર્વભવે કોણ હતા? તેમની મૂલોત્પત્તિ સાંભળો :- સકલ મહીતલમાં વિખ્યાત તથા ઊંચા અને પ્રશસ્ત સુપાર્શ્વનાથ પ્રભુના સ્તૂપ-ભૂભથી શોભાયમાન મથુરા નામે નગરી છે. ત્યાં જીવાજીવાદિકના વિચારને જાણનાર, પોતાની શુદ્ધ બુદ્ધિના પ્રકર્ષથી જાણેલ પુણ્ય, પાપ, આશ્રવ, સંવર પ્રમુખ તત્ત્વવિચારમાં વિચક્ષણ, પંચ અણુવ્રતાદિ શ્રાવકધર્મ પાળવામાં સાવધાન, જિનશાસ્ત્રના અનુરાગથી હૃદયને રંજિત કરનાર, પ્રશમાદિ ગુણરત્નોનો ભંડાર, ગાંભીર્યનું નિવાસ-સ્થાન, કરુણાની સંકેતભૂમિ, ધાર્મિક જનોને વલ્લભ, નરપતિને બહુમાન્ય અને સર્વત્ર સાધુવાદ-સુકીર્તિને પામેલ એવો જિનદાસ નામે શ્રાવક હતો અને સાધુદાસી નામે તેની ભાર્યા હતી.