________________
પ્રસ્તાવના
રાજા શ્રેણિક પ્રભુ વીરને રોમ-રોમમાં વસાવી શક્યા તેનું રહસ્ય આપણે વિચારીએ તો બેઠા-બેઠા કંઈ સમજમાં ન આવે. પણ એક વાર પ્રભુ વીરના જીવનને જોતા આવડે તો “અરિહંતતત્ત્વ કેવું લોકોત્તર તત્ત્વ છે ! તેમાં પણ આપણને મળેલા પરમાત્મા તો કંઈક વિશિષ્ટ જ છે' - એ સમજમાં આવ્યા વિના ન રહે. માટે જ પૂજ્ય ગુણચંદ્રગણિજીએ આપણી સામે પ્રભુવીરનું ચરિત્ર વિસ્તારથી મૂકી દીધું છે. ડગલેને પગલે અનેક પ્રકારના સંદેશા આપનાર આ ચરિત્રને "અતિપરિયાદ્ અવજ્ઞા" સૂત્રને બાજુ પર મૂકીને શાંતિથી વાંચવાની – વિચારવાની - આપણા જીવનમાં અપનાવવાની જરૂર છે. પ્રસ્તુત પુસ્તકમાં પ્રભુવીરના ચરિત્ર સંબંધી પ્રસ્તાવ ૫ + ૯ + ૭ નો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રભુ ઉપર પડેલ ઉપસર્ગોની સશસ્ત્ર ફોજ અને પ્રભુનો પ્રતિકાર વિનાનો કર્મપ્રતિકાર = નિર્લેપ સ્વીકાર અત્ર સુંદર રીતે રજૂ થયેલ છે.
પરમાત્મા અવશ્ય મોક્ષ મળવાનો હોવા છતાં સાધના કરવા સામે ચાલીને તૈયાર થયા. ઉગ્ર તપધર્મની આરાધના કરી અને આપણને શરીરથી મુક્ત થવા - દેહાધ્યાસથી દૂર થવા તપ કરવાની એક સુંદર પ્રેરણા આપી રહ્યા છે.
પ્રભુના જીવનની સૌથી મોટી કરુણા કદાચ ગોશાળો પરમાત્માને ભેગો થયો તે જ કહી શકાય. અને પરમાત્માની એક અત્યંત ઉન્નતતા કે સાવ અપાત્ર એવા ગોશાળાને ક્યારે પણ જવાની વાત ન કરી. ઊલટું શીતલેશ્યા દ્વારા બચાવ્યો, કાંટામાં ફેલાયેલા તેને ત્યાં ઉભા રહેવા દ્વારા કઢાવ્યો અને અંતે સમ્યક્ત પણ પ્રાપ્ત કરાવ્યું. જીવમાત્ર પ્રત્યેની કરુણા માટે આ સિવાય બીજો શ્રેષ્ઠ આદર્શ શું મળવાનો ! પ્રભુની આંતરિક સાધનામાં રહેલા ક્ષમા-પ્રેમ-ઉદારતા-કરુણા જેવા ગુણોની અહીં સ્પષ્ટ પ્રતીતિ થાય છે.
એકાંત-મૌન-ધ્યાન-કાયોત્સર્ગ પૂર્વકની પ્રભુની બાહ્ય સાધના ખંડેરોમાં થઇ. ધ્યાન-કાઉસ્સગ્ન જેવી ઉચ્ચ સાધના કરતા ભગવાને સંગમદેવ અને કટપૂતના વ્યંતરીના ઉપસર્ગો પણ સહન કર્યા. અત્યંત અસહ્ય રીતે કાનમાં ખીલા ઠોકાયાનો ઉપસર્ગ પણ પરમાત્માની આ સાધનામાં બાધક ન બન્યો. અહીં પરમાત્મા આચાર શુદ્ધિનો સુંદર આદર્શ આપણને આપે છે.
સંગમના કાળચક્રના ઉપસર્ગ અને છ માસના ઉપવાસ પછી પણ "સંગમ તે અમારી ચિંતા નહિ કર" બોલનારા ભગવાન જાણે ભવિષ્યના કાનમાં ખીલા ઠોકાવાના ઉપસર્ગના સ્વાગત માટે તૈયાર હોય એવું જણાવી રહેલ છે. પ્રભુની આ વિરતા ખરેખર તેમના નામને સાર્થક કરનારી છે.
પરમાત્માએ મજબૂરીથી સહન નથી કર્યું પણ સામે ચાલીને સહન કર્યું છે. માટે જ તેઓ અનાર્યભૂમિમાં બે વાર જાય છે અને અભિગ્રહ સાથેનો ૫ માસ ૨૫ દિવસનો ઉપવાસનો તપ પણ કરે છે. આ જ પ્રભુની લોકોત્તર ભૂમિકા છે.
તીર્થંકર બીજાની સહાયથી કેવળજ્ઞાન મેળવતા નથી. આ પ્રમાણે ઇન્દ્રને ભગવાને કહ્યું પછી પણ ભક્તિથી સિદ્ધાર્થને ભગવાનની પાસે રાખીને ઇન્દ્ર જાય છે. સિદ્ધાર્થદેવ જ્યારે પરમાત્માને ઉપસર્ગ આવે છે ત્યારે તો અદૃશ્ય જ થઇ જાય છે. આ જાણીને કર્મના ઉદયમાં સ્વીકારભાવ-સમતાભાવ કેળવવાની આપણી ભૂમિકા તૈયાર કરવાની છે.
પરમાત્મા ચંડકૌશિક સાપ અને શૂલપાણી યક્ષને દુઃખ વેઠીને પણ તારવાનું કામ કરે છે. એ પરથી યોગ્ય