________________
७२६
श्रीमहावीरचरित्रम जणोवि एवं आणानिद्देसंमि वट्टाविज्जइ । अओ च्चिय भणिज्जइ-बहुरयणा वसुंधरा भगवई। एत्तोच्चिय वरगुणगणनिहिणोऽवि न गव्वमुव्वहंति सप्पुरिसा।' चंदलेहाए भणियं-'अहो महायस! एयं किर साहियव्वं, जइ एस विज्जासिद्धो एत्थ पत्थावे मम भइणीचंदकंताए न बंभचेरभंगं करेंतो ता इमीए सयंपभा नाम महाविज्जा साहिया हुंता, मम पुण तुमए सीलखंडणं अकुणमाणेण तस्साहणविही अज्जवि पडिपुन्नो चेव वट्टइ, सत्तरत्तमेत्तेण य चिंतियत्थसंपत्ती भविस्सइ। ता भो महाणुभाव! जं पुरा पुच्छियं तुमए जहा-कहं मए जोइया सव्वकामुयलाभसिद्धीयत्ति तत्थ एस परमत्थो।' गोभद्देण भणियं-सुयणु! किमत्थ भणियव्वं?
पीडंतु गहा विहडंतु संपया पडउ दुक्खदंदोली। सयणावि होंतु विमुहा तहवि न मुंचामि सच्चरियं ।।१।।
अपि एवम् आज्ञानिर्देशे वृत्यते। अतः एव भण्यते-बहुरत्ना वसुन्धरा भगवती। अतः एव वरगुणगणनिधयोऽपि न गर्वमुद्ववहन्ति सत्पुरुषाः | चन्द्रलेखया भणितं 'अहो महायशः! एतत्, किल कथितव्यम्, यदि एषः विद्यासिद्धः अत्र प्रस्तावे मम भगिनीचन्द्रकान्तायाः न ब्रह्मचर्यभङ्गं अकरिष्यत् तदा अनया स्वयम्प्रभा नामिका महाविद्या साधिता अभविष्यत्, मम पुनः त्वया शीलखण्डनं अकुर्वता तत्साधनविधिः अद्यापि प्रतिपूर्णः एव वर्तते, सप्तरात्रिमात्रेण च चिन्तितार्थसम्प्राप्तिः भविष्यति । तस्मात् भोः महानुभाव! यत्पुरा पृष्टं त्वया यथा कथं मया योजिता सर्वकामुकलाभसिद्धौ।' इति तत्र एषः परमार्थः । गोभद्रेण भणितं 'सुतनो, किमत्र भणितव्यम्? -
पीडयन्तु ग्रहाः, विघटन्तु सम्पदः, पततु दुःखद्वन्द्वाली। स्वजनाः अपि भवन्तु विमुखाः तथापि न मुञ्चामि सच्चरितम् ।।१।।
આજ્ઞામાં રહેવું પડે છે. એટલા માટે જ કહેવાય છે કે વસુંધરા ભગવતી બહુરત્ના છે, અને તે કારણે જ પ્રવર ગુણોના નિધાન એવા સત્પરુષો ગર્વ કરતા નથી. ચંદ્રલેખા બોલી-“હે મહાયશ! તારે એમ કરવું કે એ વિદ્યાસિદ્ધ આ પ્રસંગે મારી ભગિની ચંદ્રકાંતાના બ્રહ્મચર્યનો ભંગ ન કરે કે જેથી એને સ્વયંપ્રભા નામે મહાવિદ્યા સિદ્ધ થાય, અને તમે મારા શીલનું ખંડન ન કરવાથી અદ્યાપિ તેને સાધવાનો વિધિ પરિપૂર્ણ વર્તે છે. હવે માત્ર સાત રાત્રિમાં વાંછિતાર્થની સિદ્ધિ થશે, તો હે મહાનુભાવ! પૂર્વે તમે મને પૂછ્યું કે મને તમે સર્વ કામુક-સિદ્ધિમાં કેમ યોજિત કરી?” તેમાં એ પરમાર્થ છે.' ગોભદ્ર જણાવ્યું-“હે સુતનુ એમાં કહેવાનું શું છે?
ભલે ગ્રહો પીડા આપે, સંપદા વિઘટી જાય, દુઃખોનાં ડુંગરો માથે તૂટી પડે અને સ્વજનો વિમુખ થઇ જાય; તો પણ હું સદાચારને કદી મૂકતો નથી. (૧)