________________
४०३
चतुर्थः प्रस्तावः
एवं च निसामित्ता पबुद्धो राया, चिंतिउमाढत्तो य-'अहो सारस्सयंपिव वयणं जहावित्तवत्थुगब्भं कहं पढियं मागहेण?', एवमेव पुणो पुणो परिभावमाणो उठ्ठिओ सयणाओ, अवलोइया य हरिसवसवियसंतनयणसहस्सपत्ता देवी चंपयमाला। पुट्ठा य सा आगमणपओयणं । भणियं च तीए 'देव! अज्ज पच्छिमद्धजामे सेसरयणीए सुहपसुत्ताए सुमिणयंमि सहसच्चिय वयणमि पविसमाणो मए अनणुप्पमाणो, मणिरयणमालालंकिओ, पवणसमुद्धयंचलाभिरामो, फलिहमयडिंडिरपंडुरडंडोवसोहिओ महज्झओ दिट्ठो। एवंविहं च अदिट्ठपुव्वं सुमिणं पासिऊण पडिबुद्धा समाणी समागया तुम्ह पासंसि सुमिणसुभासुभफलजाणणत्थं । ता साहिउमरिहइ देवो एयस्स फलंति।' रन्ना भणियं 'देवि! विसिट्ठो तए सुमिणो दिट्ठो । ता निच्छियं होही तुह चउसमुद्दमेहलावलयमहिमहिलापइस्स कुलकेउस्स पुत्तस्स लाभो।' 'जं तुब्भे वयह अवितहमेयंति' पडिवज्जिय निबद्धा देवीए उत्तरीयंमि
एवं च निशम्य प्रबुद्धः राजा, चिन्तयितुं आरब्धवान् च 'अहो! सारस्वतम् इव वचनं यथावृत्तवस्तुगर्भ कथं पठितं मागधेन? । एवमेव पुनः पुनः परिभावयन् उत्थितः शय्यातः, अवलोकिता च हर्षवशविकसन्नयनसहस्रपत्रा देवी चम्पकमाला | पृष्टा च सा आगमनप्रयोजनम् । भणितं च तया देव! अद्य पश्चिमाध्यामे शेषरजन्यां सुखप्रसुप्तायां स्वप्ने सहसा एव वदने प्रविश्यमानः मया अनन्योपमानः, मणिरत्नमालाऽलङ्कृतः, पवनसमुद्भूताऽञ्चलाऽभिरामः, स्फटिकमयडिण्डीरपाण्डुरदण्डोपशोभितः महाध्वजः दृष्टः । एवंविधं च अदृष्टपूर्वं च स्वप्नं दृष्ट्वा प्रतिबुद्धा सन्ती समागता तव पार्श्वे स्वप्नशुभाऽशुभफलज्ञानार्थम् । ततः कथयितुम् अर्हति देवः एतस्य फलम् ।' राज्ञा भणितं 'देवि! विशिष्टं त्वया स्वप्नं दृष्टम् । तस्माद् निश्चितं भविष्यति तव चतुःसमुद्रमेखलावलयमहीमहिलापत्युः कुलकेतोः पुत्रस्य लाभः ।' 'यत् त्वं वदसि अवितथम् एतद् इति प्रतिपद्य निबद्धा देव्या उत्तरीये निष्ठुरा शकुनग्रन्थिः । क्षणान्तरं च मिथःकथाभिः विगमय्य गता
એમ સાંભળતાં રાજા જાગૃત થઇને ચિંતવવા લાગ્યો કે “અહો! યથાસ્થિત વસ્તુ-સ્વરૂપને બતાવનાર જાણે સરસ્વતીનું વચન હોય તેવું એ માગધ કેવું મધુર બોલ્યો?” એમ વારંવાર વિચારતાં રાજા શય્યાથકી ઉઠ્યો. એવામાં હર્ષથી વિકાસ પામતાં નયન-કમળયુક્ત ચંપકમાલા રાણી તેના જોવામાં આવતાં રાજાએ તેને આવવાનું પ્રયોજન પૂછ્યું, એટલે તે બોલી- હે દેવ! આજે આવતાં રાત્રિ અર્ધ પ્રહર બાકી રહી, ત્યારે સુખે સૂતેલી મેં સ્વપ્નમાં એકદમ મુખે પ્રવેશ કરતો, મણિ-રત્નની માળાથી અલંકૃત, પવનને લીધે ઉડતા વસ્ત્રથી અભિરામ, સ્ફટિકમય તથા ફીણ સમાન ઉજ્વળ દંડથી સુશોભિત, તેમજ ઉપમા રહિત એવો મહાધ્વજ જોયો. એવું પૂર્વે કદી ન જોયેલ સ્વપ્ન જોઇ, જાગૃત થતાં હું સ્વપ્નનું શુભાશુભ ફળ જાણવા માટે તમારી પાસે આવી; માટે આપ એનું ફળ કહો.' રાજાએ કહ્યુંહે દેવી! તેં વિશિષ્ઠ સ્વપ્ન જોયું, જેથી તને અવશ્ય ચાર સમુદ્રરૂપ મેખલાયુક્ત મહી-મહિલાનો પતિ અને કુળમાં ધ્વજતુલ્ય એવા પુત્રનો લાભ થશે.” એટલે “હે દેવ! તમે જે કહો છો, તે સત્ય જ છે' એમ સ્વીકારી રાણીએ