________________
४०२
श्रीमहावीरचरित्रम मग्गलग्गचक्कंगखलियचंकमणा, अणायरसट्ठाणणिउत्तलट्ठकंचीकलावप्पमुहाभरणा, सहरिसपधावियखुज्जि-वामणि-पुलिंदिपमोक्खचेडीयाचक्कवालपरिवुडा पविट्ठा चंपयमाला देवी। दिट्ठो राया निद्दावसनिस्सहसेज्जाविमुक्कसव्वंगोवंगो। भणियं चऽणाए 'परिणीयपुत्तिओ इव, हयसत्तू इव, विढत्तदविणोव्व, परिपढियसव्वसत्थोव्व निब्भयं सुयइ नरनाहो।' अह खणंतरे पवज्जियाइं पाभाइयमंगलतूराइं, पयडीहूयाइं दिसिमुहाई। पढियं मागहेण
लंधेउं विसमंपि दोसजलहिं गंजित्तु दोसायरं, गोत्तं पायडिउं सवीरियवसा चंकंमिउं भीसणे। आसा अंगसमुब्भवेण महसा सारेण संपूरिउं,
सूरो देव! तुमं पिवोदयसिरिं पावेइ सोहावहं ।।१।। अनादरस्वस्थाननियुक्तमनोहरकाञ्चीकलापप्रमुखाऽऽभरणा, सहर्षप्रधावितकुब्जी-वामनी-पुलिन्दीप्रमुखचेटिकाचक्रवालपरिवृत्ता प्रविष्टा चम्पकमाला देवी। दृष्टः राजा निद्रावशनिःसह-(मन्द)शय्याविमुक्तसर्वाङ्गोपाङ्गः। भणितं च अनया 'परिणीतपुत्रिकः इव, हतशत्रुः इव, अर्जितद्रविणः इव, परिपठितसर्वशास्त्रः इव निर्धान्तं शेते नरनाथः । अथ क्षणान्तरे प्रवादितानि प्राभातिकमङ्गलतूर्याणि, प्रकटीभूतानि दिग्मुखानि । पठितं मागधेन
लङ्घित्वा विषममपि दोषाजलधिम्, गजित्वा दोषाऽऽकरम्, गोत्रं प्रकटयित्वा स्ववीर्यवशात् चक्रम्य भीषणे। आशाः अङ्गसमुद्भवेन महता सारेण सम्पूर्य,
सूर्यः देव! त्वमिव उदयश्रियं प्राप्नोति शोभावहाम् ।।१।। પ્રભાત થતાં રણઝણાટ કરતા મણિ-નૂપુરના અવાજ પાછળ લાગેલા પક્ષીઓના ચંક્રમણ-ગમનને અલિત કરનાર, અનાદરપૂર્વક સ્વસ્થાને પહેરેલાં વિશિષ્ઠ કાંચળી, કલાપ-કંઠાભરણ પ્રમુખ અલંકારથી વિરાજમાન તથા હર્ષપૂર્વક દોડી આવેલ કુબ્બા, વામન, પુલિંદી પ્રમુખ દાસીઓથી પરવરેલ એવી ચંપકમાલા રાણી ત્યાં દાખલ થઇ. એટલે નિદ્રાના યોગે જેના સર્વ અંગોપાંગ સ્ટેજ શયામાં રહેલા જોઇને રાણી કહેવા લાગી-“અહો! જાણે પુત્રીને પરણાવી દીધેલ હોય, શત્રુઓને પરાસ્ત કરી નાખ્યા હોય, ધન અખૂટ વધારી મૂકેલ હોય અથવા જાણે સર્વ શાસ્ત્રો પઢી લીધેલ હોય તેમ રાજા નિશ્ચિત થઇને સૂતો છે. એવામાં ક્ષણાંતરે પ્રભાતિક મંગલ-વાદ્યો વગાડાયા અને ચોતરફ પ્રકાશ ફેલાયો એક માગધ બોલ્યો કે
હે દેવ! વિષમ છતાં દોષ-દોષા-રાત્રિરૂપ સમુદ્રને ઓળંગી, અજ્ઞાનતાને પક્ષે ચંદ્રને પરાજીત કરી, પોતાના વીર્ય-બળથી ગોત્ર પ્રકાશમાં લાવી, વિકટ માર્ગ-શ્મશાનાદિ સ્થાને ફરી આવી, અંગોભૂત મોટા તેજ-બળવડે દિશાઓને પૂરી દઇ, તમારી જેમ સૂર્ય શોભાયમાન ઉદય-લક્ષ્મીને પામે છે.” (૧)