________________
४०४
श्रीमहावीरचरित्रम निरा सउणगंठी, खणंतरं च मिहोकहाहिं विगमिय गया देवी निययभवणं। रायावि कयपाभाइयकायव्वो निसण्णो सभामंडवंमि । अह पढममेव गाढकोउहलाउलिज्जमाणमाणसा समागया बुद्धिसागरपमुहा मंतिणो, भूमितलविलुलियमउलिमंडला निवडिया चरणेसु । दिन्नासणा निविठ्ठा सट्ठाणेसु, विन्नविउमाढत्ता य 'देव! अज्ज चउजामावि सहस्सजामव्व कहमवि पभाया अम्ह रयणी घोरसिवमुणिवइयरोवलंभसमूसुगत्तणेणं। जइवि किंपि पसंतवयणावलोयणाइलिंगोवगया कज्जसिद्धी वट्टइ तहावि विसेसेण तुब्भेहिं साहिज्जमाणिं सोउमिच्छामो, ता पसियउ देवो रयणिवइयरनिवेयणेणंति।' ताहे तेसिं वयणाणुरोहओ ईसिं विहसियं काउं जहा घोरसिवेण समं मसाणदेसंमि संपत्तो, जह विन्नाओ छोभमायरमाणो, जहा य सो भणिओ गिण्हसु सत्थं, जह तेण कत्तिया वाहिया कंठे, जह पडिरुद्धो बाहू सकत्तिओ, जह महीयले निहओ, जह उठ्ठिओ पुणोऽवि हु निप्पंदो, जह हओ, पच्छा
देवी निजभवनम् । राजाऽपि कृतप्राभातिककर्तव्यः निषण्णः सभामण्डपे । अथ प्रथममेव गाढकौतूहलाऽऽकुलीयमानमानसाः समागताः बुद्धिसागरप्रमुखाः मन्त्रिणः, भूमितलविलुलितमौलीमण्डलाः निपतिताः चरणयोः । दत्ताऽऽसनाः निविष्टाः स्वस्थानेषु, विज्ञप्तुमारब्धवन्तः च 'देव! अद्य चतुर्यामाऽपि सहस्रयामा इव कथमपि प्रभाता अस्माकं रजनी घोरशिवमुनिव्यतिकरोपलम्भसमुत्सूकत्वेन । यद्यपि किमपि प्रशान्तवदनाऽवलोकनादिलिङ्गोपगता कार्यसिद्धिः वर्तते तथापि विशेषेण युष्माभिः कथ्यमानां श्रोतुम् इच्छामः । ततः प्रसीद देव! रजनीव्यतिकरनिवेदनेन।' तदा तेषां वचनाऽनुरोधतः ईषद् विहसितं कृत्वा यथा घोरशिवेन समं स्मशानदेशे सम्प्राप्तः, यथा विज्ञातः क्षोभम् आचरमानः, यथा च सः भणितः-गृहाण शस्त्रम्, यथा तेन कर्तिका वाहिता कण्ठे, यथा प्रतिरुद्धः बाहुः सकर्तिकः, यथा महीतले निहतः, यथा उत्थितः पुनरपि खलु निष्पन्दः, यथा हतः, पश्चात् सुरसुन्दरीभिः क्षिप्तः यथा कुसुमभरः, समागता देवी,
પોતાના ઉત્તરીય વસ્ત્રમાં મજબૂત શકુન-ગ્રંથિ-ગાંઠ બાંધી લીધી, અને ક્ષણવાર પરસ્પર વાતો કરી, તે પોતાના ભવનમાં ગઇ. પછી રાજા પણ પ્રભાતિક કૃત્ય આચરીને સભામંડપમાં બેઠો. એવામાં પ્રથમથી જ ગાઢ કુતૂહળથી આતુર મનવાળા બુદ્ધિસાગર પ્રમુખ મંત્રીઓ આવ્યા, અને મસ્તક નમાવી પગે પડીને તેઓ યોગ્ય-આસને બેઠા. તેમણે વિનંતી કરતાં જણાવ્યું હે દેવ! આજે ચાર પ્રહરની રાત્રિ પણ સહસયામાં જેવી થઇ પડી, જેથી અમે મહાકષ્ટ પસાર કરી છે; કારણકે ઘોરશિવનો પ્રસંગ સાંભળવાની અમને ભારે ઉત્સુકતા છે. જો કે તમારું પ્રશાંત વદન વગેરે ચિહ્નો જોવાથી કંઇક કાર્યસિદ્ધિની ખાત્રી થાય છે, તથાપિ વિશેષ તમારા મુખથી સાંભળવાની અભિલાષા છે, માટે રાત્રિનો પ્રસંગ સંભળાવવાની આપ મહેરબાની કરો. ત્યારે તેમના વચનના આગ્રહથી જરા હાસ્ય કરી, ઘોરશિવની સાથે સ્મશાનમાં પોતે ગયો, તેનો છળ-પ્રપંચ જાણવામાં આવ્યો, તેને શસ્ત્ર હાથમાં લેવા કહ્યું, તેણે પોતાના ગળે કાતર ચલાવી, કાતર સહિત તેની ભુજા અટકાવી દીધી, પૃથ્વી પર પાડી નાખ્યો, ફરી સાવધાન થઇને ઉઠ્યો, પાછો તેને પ્રતિઘાત પમાડ્યો, પછી દેવાંગનાઓએ પુષ્પવૃષ્ટિ કરી દેવી આવી, તેણે વર