________________
३७८
श्रीमहावीरचरित्रम् एगया य रयणीए जाव कइवयपहाणजणपरियरिओ नियदेससुत्थासुत्थ-परिभावभावणेण य, रायंतररहस्सायन्नणेण य, गय-तुरयगुणवन्नणेण य, किन्नराणुकारिगायण-जणपारद्धकागलीगीयसवणेण य सायरपणच्चिरवारविलासिणीचित्तपयक्खेवनिरिक्खणेण य नम्मालावकरणेण य बिंदु-चुय-पहेलियापण्हुत्तरजाणणेण य विणोयंतो चिट्ठामि ताव अयंडविहडियबंभंडभंडुड्डामरो, जुगंतपणच्चिरभेरवपहयडमडमेंतडमरुयनिनायनिझुरो, खरनहरनिद्दारियमयगल(य?)गलगज्जियदारुणो, पासपरिवत्तिभवणभित्तिपरिफालणसमुच्छलंतपडिसद्दयसहस्सदुव्विसहो समुडिओ हलबोलोत्ति । तं च सोऊण विष्फारिनयणजुयलो सयलदिसिमंडलमहमवलोयमाणो पेच्छामि तडिदंडपयंडकरवालवावडकरे, भवणंगणमभिसरंते, हणहणहणत्ति भणंते विज्जाहरे । ते य दळूण मम परियणो भयभरथरहरंतसरीरो, करुणाई दीणाई वयणाइं समुल्लविंतो सयलदिसासु सिग्घं पलाओत्ति । ताहे पहरणरहिओ एगागीवि
एकदा च रजन्यां यावत् कतिपयप्रधानजनपरिवृत्तः निजदेशसुस्थाऽसुस्थपरिभावनेन च, राजान्तररहस्याऽऽकर्णनेन च, गज-तुरगगुणवर्णनेन च, किन्नराऽनुकारिगायकजनप्रारब्धकाकलीगीतश्रवणेन च, सादरप्रनृत्यद्वारविलासिनीचित्रपदक्षेपनिरीक्षणेन च, नर्माऽऽलापकरणेन च, बिन्दु-च्यूत-प्रहेलिकाप्रश्नोत्तरज्ञानेन च विनोदयन् तिष्ठामि तावद् अकाण्डविघटितब्रह्माण्डभाण्डप्रबलः, युगान्तप्रनृत्यभैरवप्रहत डमडम डमरुनिनादनिष्ठुरः, खरनखरनिर्दारितमदगजगलगर्जितदारुणः, पार्श्वपरिवर्तिभवनभीत्तिपरिस्फालनसमुच्छलत्प्रतिशब्दसहस्रदुर्विसहः समुत्थितः कोलाहलः। तच्च श्रुत्वा विस्फारितनयनयुगलः सकलदिग्मण्डलम् अहमवलोकमानः प्रेक्षे तडिद्दण्डप्रचण्डकरवालव्याप्तकरान्, भवनाङ्गणम् अभिसरतः, हन-हन-हन इति भणतः विद्याधरान् । तान् च दृष्ट्वा मम परिजनः भयभरकम्पमानशरीरः, करुणानि दीनानि वचनानि समुल्लपन् सकलदिक्षु शीघ्रं प्रलायितः। तदा प्रहरणरहितः एकाकी अपि स्थित्वा अहं तेषां सम्मुखं
પછી એકદા રાત્રે કેટલાક પ્રધાનજનો સાથે પોતાના દેશની સુખ-દુઃખની સ્થિતિનો વિચાર કરતાં, અન્ય રાજાઓની ગુપ્ત વાત સાંભળતાં, હસ્તી, અશ્વોના ગુણનું વર્ણન કરતાં, કિન્નરતુલ્ય ગવૈયાઓએ ચલાવેલ કાકલીગીત સાંભળતાં, સાદર નૃત્ય કરતી વારાંગનાઓના વિચિત્ર પાદ-ક્ષેપ જોતાં, નર્મ-આલાપ કરતાં, તથા બિંદુ-ચૂતઉખાણાના પ્રશ્નોત્તર જાણવામાં વિનોદપૂર્વક હું જેટલામાં બેઠો છું, તેવામાં અકાંડે-અકાળે બ્રહ્માંડ ફૂટવા સમાન ભયાનક, યુગાંતે નૃત્ય કરતાં ભૈરવે તાડન કરેલ ડમરૂના અવાજની જેમ નિષ્ફર, પ્રચંડ નખથી ચીરાયેલા ઉન્માદી ગજેંદ્રના ગરવ સમાન દારુણ તથા પાસેની ભવન-ભિત્તિમાં પ્રતિઘાત પામતાં ઉછળતા હજારો પ્રતિધ્વનિથી દુઃસહ એવો કોલાહલ જાગ્યો. તે સાંભળતાં વિકસિત લોચને ચોતરફ દિશાઓને જોતાં, વીજળીના સમાન પ્રચંડ તરવારને ધારણ કરતાં, ભવનાંગણ પ્રત્યે ધસી આવતા તથા માર, માર, માર, એમ બોલતા એવા વિદ્યાધર મારા જોવામાં આવ્યા. તેમને જોતાં ભયથી થર થર કંપતા મારા પરિજનો કરુણ અને દીન વચન બોલતાં તરતજ બધી દિશાઓમાં પલાયન કરી ગયા, એટલે શસ્ત્રરહિત એકાકી છતાં તેમની સામે ઉભા રહીને હું કહેવા લાગ્યો-“અરે!