________________
चतुर्थः प्रस्तावः
३५९ पंडुरच्छत्तच्छाइयगयणाभोगा नट्ठदिवसा(दिसा?)वगासव्व सोहंति दस दिसाभागा, जस्स य गज्जंतमत्तकुंजरगंडत्थलगलंतनिरंतरमयजलासारजायदुद्दिणंधयारभीयाभिसारियव्व अणुसरइ कवाडवियडं वच्छत्थलं रायलच्छी, जस्स चउव्विहाउज्जघोरघोसं मेहोहरसियंपिव सोऊण दूरं पलायंति रायहंसा, जस्स समरंगणेसु रोसारुणाओ पडिसुहडेसु पडिबिंबियाओ पप्फुल्ल-सुकुमारकरवीरकुसुममालाउव्व रेहिंति दिट्ठीओ। तस्स य नियरूवलावन्नजोव्वणगुणावगणियरइप्पवायाओ, नीसेसपणइणीपहाणाओ दुवे भारियाओ अहेसि, पत्तलेहा मणोरमा य। पढमाए जाओ अहमेक्को पुत्तो वीरसेणो नाम, बियाए पुण विजयसेणोत्ति । गाहिया दोऽवि अम्हे धणुव्वेयपरमत्थं, कुसलीकया चित्त-पत्तच्छेयविणोएसु, सिक्खविया य खेडयखग्गगुणवणियं, जाणाविया महल्लजुद्धं, किं बहुणा?, मुणाविया सव्वकलाकलावं |
नष्टदिवसा(दिग?)ऽवकाशः इव शोभन्ते दशदिग्भागाः, यस्य च गर्जन्मत्तकुञ्जरगण्डस्थलगलन्निरन्तरमदजलाऽसारजातदुर्दिनाऽन्धकारभीताऽभिसारिका इव अनुसरति कपाटविकटं वक्षस्थलं राजलक्ष्मीः.., यस्य चतुर्विधाऽऽतोद्य(आयुध?)घोरघोषं मेघौघरसितमिव श्रुत्वा दूरं पलायन्ति राजहंसाः..., यस्य समराङ्गणेषु रोषाऽरुणे, प्रतिसुभटेषु प्रतिबिम्बिते, प्रफुल्ल-सुकुमारकणवीरकुसुममाले इव राजेते दृष्टी। तस्य च निजरूप-लावण्य-यौवन-गुणावगणितरतिप्रवादे, निःशेषप्रणयिनीप्रधाने द्वे भार्ये आस्ताम्, पत्रलेखा मनोरमा च । प्रथमायाः जातः अहमेकः पुत्रः वीरसेन नामा, द्वितीयायाः पुनः विजयसेनः इति । ग्राहितौ द्वौ अपि आवां धनुर्वेदपरमार्थम्, कुशलीकृतौ चित्र-पत्रच्छेदविनोदेषु शिक्षापिता च खेटक-खड्गगुणवणिजम्, ज्ञापितं महायुद्धम्, किं बहुना?, ज्ञापितं सर्वकलाकलापम्।
અત્યંત વિકાસ પામેલ પુંડરીક કમળ સમાન પીળા છત્રથી આકાશ ઢંકાઈ જતા, દિવસનો(દિશાનો?) ભાગ જાણે નષ્ટ થયો હોય તેમ દશે દિશાઓ શોભતી હતી, ગાજતા ઉન્મત્ત હાથીઓના ગંડસ્થળ થકી નિરંતર ગળતા મદજળની વૃષ્ટિથી થયેલ દુર્દિન-અંધકારને લીધે ભય પામેલ મેનાની જેમ રાજલક્ષ્મી કપાટ સમાન વિસ્તૃત જેના વક્ષ:સ્થળને અનુસરી રહી હતી, મેઘસમૂહના ગર્જારવ સમાન જેના ચાર પ્રકારના શસ્ત્રનો ઘોર ઘોષ સાંભળતાં રાજહંસો દૂર ભાગી જતા હતા, વળી સમરાંગણમાં જેની દૃષ્ટિ રોણારુણ, શત્રુના સુભટો પ્રત્યે પ્રતિબિંબિત અને વિકાસ પામેલ કણેરની કુસુમમાળાતુલ્ય સુકુમાર તથા પ્રચંડ પણ હતી. તેને પત્રલેખા અને મનોરમા નામની બે રાણીઓ કે જેમણે પોતાના રૂપ, લાવણ્ય અને યૌવન-ગુણથી રતિની ખ્યાતિની અવગણના કરી હતી તથા બધી રમણીઓમાં જે પ્રધાન-મુખ્ય હતી. પ્રથમ રાણીને હું વિરસેન નામે એક પુત્ર થયો અને બીજી મનોરમાને વિજયસેન નામે પુત્ર થયો. અમો બંને ધનુર્વેદનો પરમાર્થ શીખ્યા, ચિત્ર, પત્ર-ચ્છેદાદિ વિનોદમાં અમે કુશળ થયા, ઢાલતરવારની ચાલાકીમાં ચતુર થયા, તેમજ મોટું યુદ્ધ કરવાની પણ કળા શીખ્યા, વધારે તો શું? પણ બધી કળાઓમાં અમે પૂર્ણ પ્રવીણ થયા.