________________
चतुर्थः प्रस्तावः
___ ३३९ हसिऊण भणइ राया जइ एवं जणणि-जणगविरहेऽवि । गयणंगणे पइक्खणमुववज्जंतीह किमजुत्तं? ||४||
कम्मपहाणत्तणओ ता मा एगंतपक्खमणुसरह ।
जं दव्व-खेत्त-कालावि कारणं कज्जसिद्धिमि ।।५।। अह भालयलमिलंतकरकमलं 'जं देवो आणवेइ अवितहमेयं ति मन्निऊण बुद्धिसारपमुहो मंतिवग्गो भणिउमाढत्तो-'देव! जइ एवं ता निसामेहि, अत्थि इहेव साहियपयंडचंडियाविज्जो, मुंडमालालंकियविग्गहो, निउणो पिसायसाहणेसु, साहसिओ साइणीनिग्गहे, कयकरणो खेत्तवालावयारेसु, खोदक्खमो कन्नविज्जासु ओसहीसहस्ससंपिट्ठरसायणपाणपणासियजराविहुरो, विवरपवेसपरितोसियजक्खिणीलक्खपरिभोगप्पयारपरूवणपंडिओ, महव्वइयवेसधारी घोरसिवो नाम तवस्सी।।
हसित्वा भणति राजा यदि एवं जननी-जनकविरहेऽपि। गगनाऽङ्गणे प्रतिक्षणम् उपपद्यन्ते इह किमयुक्तम् ।।४।।
कर्मप्रधानत्वतः तस्माद् मा एकान्तपक्षमनुसरत।
यस्माद् द्रव्य-क्षेत्र-कालाः अपि कारणं कार्यसिद्धौ ।।५।। अथ भालतलमिलत्करकमलः 'यद् देवः आज्ञापयति, अवितथमेतद्' इति मत्वा बुद्धिसारप्रमुखः मन्त्रिवर्गः भणितुम् आरब्धवान् ‘देव! यदि एवं ततः निश्रुणु। अस्ति इहैव साधितप्रचण्डचण्डिकाविद्यः, मुण्डमालाऽलङ्कृतविग्रहः, निपुणः पिशाचसाधनेषु, साहसिकः शाकिनीनिग्रहे, कृतकरणः क्षेत्रपालाऽवतारेषु, क्षोभक्षमः कर्णविद्यासु, औषधिसहस्रसम्पिष्टरसायनपानप्रणाशितजराविधुरः, विवरप्रवेशपरितोषितयक्षिणीलक्षपरिभोगप्रकारपरूपणपण्डितः, महाव्रतिकवेशधारी घोरशिवः नामकः तपस्वी।
ત્યારે રાજા હસીને કહેવા લાગ્યો-“જો એ પ્રમાણે જનની-જનકનો વિરહ છતાં પણ ગગનાંગણની જેમ પ્રતિક્ષણે સંતાનો ઉપજતા હોય તો તેમાં અયુક્ત શું છે? માટે કર્મની પ્રધાનતા સ્વીકારીને તમે એકાંતપક્ષનો આદર ન કરો, કારણ કે કાર્યસિદ્ધિમાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાલ પણ કારણરૂપ છે; (૪/પ).
પછી લલાટે અંજલિ જોડી “જે આપ કહો છો, તે સત્ય છે.' એમ માની બુદ્ધિસાર પ્રમુખ મંત્રીઓ કહેવા લાગ્યા કે- હે દેવ! જો એમ હોય તો સાંભળો -
પ્રચંડ ચંડિકા-વિદ્યાને સાધનાર, મુંડ-માળાથી શરીરને શોભાવનાર, પિશાચની સાધનામાં નિપુણ, શાકિનીનો નિગ્રહ કરવામાં સાહસિક, ક્ષેત્રપાલને બોલાવવામાં સમર્થ, કર્ણ-વિદ્યાઓમાં ચાલાક, પક્ષે કન્યાઓને વશ કરવાની વિદ્યામાં નિપુણ, હજારો ઔષધિનાં ચૂર્ણો પીસીને બનાવેલ રસાયનના પાનથી વૃદ્ધત્વનું દુઃખ દૂર કરનાર, વિવરગુફામાં પ્રવેશ કરી સંતુષ્ટ કરેલ લાખો યક્ષિણીઓના પરિભોગ-પ્રકારને પ્રરૂપવામાં પંડિત તથા સંન્યાસીના વેશને ધારણ કરનાર એવો ઘોરશિવ નામે તપસ્વી અહીં જ વિદ્યમાન છે, અને વળી