________________
५९२
श्रीमहावीरचरित्रम् कलहोयमयभंडं, अइदूरदेससंभूयचित्तचेलाइं भूरिभेयाइं कन्नाए पाणिविमोयणंमि दिन्नाइं कुमरस्स। सिद्धत्थनरिंदेणवि वहुगाए कणगवत्थलंकारा परितोसमुव्वहंतेण वियरिया भुवणदुल्लंभा।
एवं च सुरासुर-नरपरितोसकारए वित्ते विवाहमहूसवे, कए भोयणाइसक्कारंमि, सट्ठाणेसु पडिनियत्तंमि रायलोए, नियनयरमुवगयंमि मेहनायसेणावइंमि ससहरकरगोरपासायसिहरसंठियस्स उचियसमए दिव्वविसयमणु/जमाणस्स, पुन्नपगरिसुप्पज्जंतचिंतियत्थस्स, देवगणोवणिज्जमाणपवरवत्थ-गंध-मल्ल-विलेवणालंकारस्स, ववगयरोगायंकस्स, कयाइ सेवागयतुंबरुसमारद्धकलरवपंचमुग्गारसवणेण, कयाइवि सायरपणच्चिरसुरवहूपेच्छणयावलोयणेण, कयाइ गंभीरजणविवायनिन्नयकरणेण, कयाइ जणणि-जणगसमीवगमणेण भगवओ वोलिंति वासरा। च, कलधौतमयभाण्डम्, अतिदूरदेशसम्भूतचित्रवस्त्राणि भूरिभेदानि कन्यायाः पाणिविमोचने दत्तानि कुमाराय । सिद्धार्थनरेन्द्रेणाऽपि वध्यै कनक-वस्त्राऽलङ्काराणि परितोषमुद्वहता वितीर्णानि भुवनदुर्लभानि ।
एवं च सुराऽसुर-नरपरितोषकारके वृत्ते विवाहमहोत्सवे, कृते भोजनादिसत्कारे, स्वस्थानेषु प्रतिनिवृत्ते राजलोके, निजनगरमुपगते मेघनादसेनापतौ शशधरगौरप्रासादशिखरसंस्थितस्य उचितसमये दिव्यविषयमनुभुञ्जानस्य, पुण्यप्रकर्षोत्पद्यमानचिन्तितार्थस्य, देवगणोपनीयमानप्रवर-वस्त्र-गन्ध-माल्यविलेपनाऽलङ्कारस्य, व्यपगतरोगाऽऽतकस्य, कदाचित् सेवाऽऽगततुम्बरु-समारब्धकलरवपञ्चमोद्गारश्रवणेन, कदाचिदपि सादरप्रनृत्यत्सुरवधूप्रेक्षणकाऽवलोकनेन, कदाचिद् गम्भीरजनविवादनिर्णयकरणेन, कदाचिद् जननी-जनकसमीप गमनेन भगवतः व्यतिक्रमन्ते वासराणि । આભરણ, કટોરા, શિલ્પવાળી થાળી વગેરે સોનાના વાસણો, દૂર દેશમાં ઉત્પન્ન થયેલ અનેક વિચિત્ર વસ્ત્રોઇત્યાદિ કન્યાના કર વિમોચન વખતે કુમારને આપ્યાં. તેમજ સિદ્ધાર્થ રાજાએ પણ ભારે આનંદપૂર્વક પુત્રવધૂને કનકના અલંકારો અને જગતમાં દુર્લભ એવાં કીંમતી વસ્ત્રો આપ્યા.
એ પ્રમાણે દેવ, દાનવો તથા મનુષ્યોને આનંદ પમાડનાર વિવાહ-મહોત્સવ નિવૃત્ત થતાં, ભોજનાદિકથી બધાનો સત્કાર કરવામાં આવતાં, રાજલોક સ્વસ્થાને જતાં અને મેઘનાદ સેનાપતિ પોતાના નગર ભણી પ્રયાણ કરી જતાં, ચંદ્રમાના કિરણ સમાન શ્વેત પ્રાસાદના ઉપરના ભાગમાં રહી, યોગ્ય સમયે દિવ્ય વિષયસુખ ભોગવતાં, પુણ્ય-મકર્ષથી ચિંતિતાર્થ પ્રાપ્ત થતાં, દેવતાઓએ પ્રવર વસ્ત્ર, ગંધ, પુષ્પો, વિલેપન તથા અલંકારાદિક સમર્પણ કરતાં, રોગ અને ઉપદ્રવરહિત બની, કોઇવાર સેવા કરવા આવેલા તુંબરૂ દેવવિશેષોએ આરંભેલ સુંદર પંચમ ઉદ્ગાર સાંભળતાં કોઇવાર આદરપૂર્વક નૃત્ય કરતી દેવાંગનાઓનું નાટક જોતાં, કોઇવાર, વાદ-વિવાદ કરતાં ગંભીર નિર્ણય કરવામાં તથા કોઇવાર માતાપિતાની પાસે ગમન કરતાં એ રીતે ભગવંતના દિવસો જવા લાગ્યા.