________________
चतुर्थ: प्रस्तावः
तथा-नियचक्कसंधिरक्खणवियक्खणो पयइपालणाभिरओ । अन्नोऽन्नबद्धपणओ दूरं संतोससारो य ।।३।।
सुप्पणिहियपणिहियओ पमुणियरिउचक्कगुविलवावारो । पहुभत्तो गुणरागी निव्वूढभरो महारंभो ।।४।।
एक्केक्कपहाणगुणो मंतिजणो बुद्धिसारपमुहो से । अत्थी समत्थनयसत्थसम (व?) णवित्थरियमइपसरो ।।५।। तिगं ।
अणवरयमसुरकीरंतडमरभयविहुरसुरवहूसुहडं । हीरंतपवररयणं जो सोच्चा तियसरायपुरिं ।।६।।
तथा-निजचक्रसन्धिरक्षणविचक्षणः, प्रकृतिपालनाऽभिरतः । अन्योन्यबद्धप्रणयः दूरं सन्तोषसारश्च ।।३।।
सुप्रणिहितप्रणिधिः प्रज्ञातरिपुचक्रगुपिलव्यापारः । प्रभुभक्तः गुणरागी निर्व्यूढभारः महारम्भः । । ४ ।।
एकैकप्रधानगुणः मन्त्रिजनः बुद्धिसारप्रमुखः तस्य । अस्ति समस्तन्यायशास्त्रश्रवणविस्तृतमतिप्रसरः ||५|| त्रिकम् ।
३३३
अनवरतम् असुरक्रियमाणविप्लवभयविधूरसुरवधूसुघटाम् । ह्रियमाणप्रवररत्नां यः श्रुत्वा त्रिदशराजपुरीम् ||६||
તથા તે રાજાને બુદ્ધિસાર પ્રમુખ મંત્રીઓ હતા, કે જે પોતાના દેશની સંધિ-હદનું રક્ષણ કરવામાં વિચક્ષણ, પ્રજાના પરિપાલનમાં અનુરક્ત, અન્યોન્ય પ્રેમી, ભારે સંતોષી, રાજ્યની સુવ્યવસ્થામાં સાવધાન, શત્રુઓની ગુપ્ત હીલચાલને જાણનારા, સ્વામિભક્ત, ગુણાનુરાગી, રાજ્યભાર વહન કરનારા, મોટું કામ પણ માથે લેનારા, એક એક પ્રધાન ગુણથી યુક્ત તથા સમસ્ત ન્યાય-શાસ્ત્ર સાંભળવાથી વિસ્તૃત બુદ્ધિવાળા હતા. (૩/૪/૫)
નિરંતર અસુરોના કરાતા ઉપદ્રવના ભયને લીધે વ્યાકુળ થતી દેવાંગનાઓથી શોભતી, જ્યાં પ્રવર રત્નો હરાઇ રહ્યાં છે એવી અમરાવતીને સાંભળી, પોતાના બુદ્ધિ-માહાત્મ્યથી વિપક્ષને પરાસ્ત કરનાર એવા જે મંત્રીઓ બૃહસ્પતિને પણ હસી કાઢતા હતા. કહો, તેવા મંત્રીવર્ગની તુલના કોની સાથે થઈ શકે? (૬/૭)