________________
५००
श्रीमहावीरचरित्रम्
सत्तावीसइमो भवो
/
आउयकम्मविगमे य तत्तो चविऊण इहेव जंबुद्दीवे दीवे, भारहे खेत्ते माहणकुंडग्गामे सन्निवेसे सयलवेयविज्जावियक्खणस्स उसभदत्तस्स माहणस्स देवाणंदाए भारियाए गब्भे सो नंदणदेवजीवो मिरियभवकयकुलप्पसंसणदोससमुवज्जियनीयगोयकम्मसामत्थेणं आसाढसुद्धछट्टीए हत्थुत्तरे नक्खत्ते पाउब्भूओ पुत्तत्तणेणंति । दिट्ठा य तीए रयणीए सुहपसुत्ताए गय-वसहाइणो चउद्दस महासुमिणा । तओ अदिट्ठपुव्वतहाविहसुविणो-वलंभजायहरिसा गया उसहदत्तस्स माहणस्स सगासे। सिट्ठा चउद्दसवि सुमिणा । उसहदत्तेणवि ते सम्ममणुचिंतिऊण भणियं'तुज्झ पिए! धणलाभो पंचविहविसिद्वभोगलाभो य । होही नीरोगत्तं नूणं एयाणुभावेण ||१|| सप्तविंशतितमः भवः
आयुष्ककर्मविगमे च ततः च्युत्वा इहैव जम्बूद्वीपे द्वीपे भरते क्षेत्रे, ब्राह्मणकुण्डग्रामे सन्निवेशे सकलवेदविद्याविचक्षणस्य ऋषभदत्तस्य ब्राह्मणस्य देवानन्दायाः भार्यायाः गर्भे सः नन्दनदेवजीवः मरीचिभवकृतकुलप्रशंसादोषसमुपार्जितनीचगोत्रकर्मसामर्थ्येन आषाढशुद्धषष्ठ्यां हस्तोतरे नक्षत्रे प्रादूर्भूतः पुत्रत्वेन। दृष्टा च तया रजन्यां सुखप्रसुप्तया गज- वृषभादीनि चतुर्दश महास्वप्नानि। ततः अदृष्टपूर्वतथाविधस्वप्नोपलम्भजातहर्षा गता ऋषभदत्तस्य ब्राह्मणस्य सकाशम् । शिष्टानि चतुर्दश स्वप्नानि। ऋषभदत्तेनाऽपि तानि सम्यगनुचिन्त्य भणितम्
‘तव प्रिये! धनलाभः पञ्चविधविशिष्टभोगलाभश्च । भविष्यति निरोगत्वं नूनम् एतदनुभावेन ।।१।।
સત્યાવીસમો ભવ
પછી આયુકર્મ પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવી આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં માહણ-બ્રાહ્મણકુંડ ગામને વિષે સમસ્ત વેદ-વિદ્યામાં વિચક્ષણ એવા ઋષભદત્ત બ્રાહ્મણની દેવાનંદા નામે ભાર્યાના ઉદરમાં તે નંદનદેવનો જીવ, કે જેણે મરીચિના ભવમાં કુળમદથી નીચ ગોત્ર-કર્મ ઉપાર્જન કર્યું હતું, તે કારણે આષાઢ શુક્લ છઠ્ઠના દિવસે હસ્તોત્તર નક્ષત્રમાં તે પુત્રપણે અવતર્યા. એટલે તે રાત્રે સુખે સૂતેલ દેવાનંદાએ ગજ, વૃષભપ્રમુખ ચૌદ મહાસ્વપ્નો જોયાં, જેથી પૂર્વે તેવા પ્રકારનાં સ્વપ્નો કદી જોયેલ ન હોવાથી તે જોતાં ભારે હર્ષ પામતી તે ઋષભદત્ત સ્વામી પાસે ગઈ અને ચૌદે સ્વપ્નો તેણે કહી સંભળાવ્યાં. ઋષભદત્તે તે બરાબર ચિંતવીને પત્નીને જણાવ્યું કે
‘હે પ્રિયે! એ સ્વપ્નોના પ્રભાવથી તને ધનલાભ, પાંચ પ્રકારના વિશિષ્ટ ભોગનો લાભ તથા આરોગ્ય અવશ્ય प्राप्त थशे. (१)