________________
४८६
श्रीमहावीरचरित्रम् निवेइयं तेहिं जहा-'पव्वज्जापडिवज्जणाभिलासो राया, तुमंमि नियरज्जभरारोवणमणोरहो य देवस्स, अओ तुम्हाणयणनिमित्तं पेसियम्हि।' इमं सोच्चा तक्खणमेव तत्थ रज्जे जेठ्ठपुत्तं ठविऊण समग्गनियखंधावारसमेओ चलिओ नरविक्कमो समं मंतीहिं । कालक्कमेण पत्तो जयंतिनयरिपरिसरं। विन्नायतदागमणो दूरं संमुहमागओ नरसिंहनरवई समं चंपगमालाए देवीए। तओ दूराओ चेव नरविक्कमो जणगमागच्छंतं पेच्छिऊण हरिसुप्फुल्ललोयणो उयरिऊण करिवराओ मंतिजणसमेओ गंतूण निवडिओ चलणेसु जणयस्स जणणीए य, तेहिवि चिरदसणुप्पन्नाणंदसंदिरच्छेहिं गाढमालिंगिऊण निवेसिओ नियउच्छंगे, पुट्ठो य सरीरारोग्गयं। खणंतरे य पविठ्ठाइं नियमंदिरं। पत्थावे पुट्ठो नरवइणा नरविक्कमो पुरीगमणकालाओ आरब्भ पुव्ववइयरं। साहिओ नरविक्कमेण समत्थोऽवि। एवं च चिरकालदसणसमुब्भवसुहसंदोहमणुहवंताण गया कइवि वासरा।
आगमनप्रयोजनम्। निवेदितं तैः यथा 'प्रव्रज्याप्रतिपत्त्याभिलाषः(षवान्?) राजा, त्वयि निजराज्यभाराऽऽरोपणमनोरथः च देवस्य, अतः तवाऽऽनयननिमित्तं प्रेषिताः वयम् ।' इदं श्रुत्वा तत्क्षणमेव तत्र राज्ये ज्येष्ठपुत्रं स्थापयित्वा समग्रनिजस्खन्धावारसमेतः चलितः नरविक्रमः समं मन्त्रिभिः । कालक्रमेण प्राप्तः जयन्तीनगरीपरिसरम्। विज्ञाततदाऽऽगमनः दूरं सम्मुखमाऽऽगतः नरसिंहनरपतिः समं चम्पकमालया देव्या । ततः दूरतः एव नरविक्रमः जनकम् आगच्छन्तं प्रेक्ष्य हर्षोत्फुल्ललोचनः अवतीर्य करिवराद् मन्त्रिजनसमेतः गत्वा निपतितः चरणयोः जनकस्य जनन्याः च। ताभ्यामपि चिरदर्शनोत्पन्नाऽऽनन्दस्यन्दमानाऽक्षाभ्यां गाढम् आलिङ्ग्य निवेषितः निजोत्सङ्गे, पृष्टश्च शरीराऽऽरोग्यम् । क्षणान्तरे च प्रविष्टाः निजमन्दिरम् । प्रस्तावे पृष्टः नरपतिना नरविक्रमः पुरगमनकालाद् आरभ्य पूर्वव्यतिकरम् । कथितः नरविक्रमेण समस्तोऽपि । एवं च चिरकालदर्शनसमुद्भवसुखसन्दोहमनुभवताम् गतानि कियन्त्यपि वासराणि। જેથી તે તમને રાજ્યભાર આપવા ધારે છે; માટે તમને ત્યાં તેડી જવા નિમિત્તે અમને મોકલ્યા છે.' એમ સાંભળતાં તરતજ પોતાના મોટા પુત્રને રાજ્ય પર બેસારી સમગ્ર સેના સહિત તે મંત્રીઓ સાથે ચાલ્યો અને અનુક્રમે જયંતી નગરીની સીમામાં આવી પહોંચ્યો. એટલે તેનું આગમન જાણવામાં આવતાં નરસિંહ રાજા ચંપકમાલા રાણી સહિત ઝડપથી તેની સામે આવ્યો. ત્યાં દૂરથી પોતાના તાતને આવતો જોઇ ભારે પ્રહર્ષ પામી દૂરથી જ હાથી પરથી નીચે ઉતરી, મંત્રીઓ સહિત જઇને તે માતાપિતાના પગે પડ્યો. લાંબા વખતના દર્શનથી આનંદ પામતા માતાપિતાએ તેને ગાઢ આલિંગન આપીને પોતાના ઉત્સંગમાં બેસાર્યો. રાજાએ કુમારને શરીર-આરોગ્ય પૂછયું અને ક્ષણવારે તેઓ બધાં પોતાના આવાસમાં પહોંચ્યા. પછી પ્રસ્તાવ રાજાએ નગરીથી નીકળ્યા પછીનો બધો વૃત્તાંત કુમારને પૂછતાં કુમારે તે બધો કહી સંભળાવ્યો. એમ લાંબા વખતના દર્શનથી ઉત્પન્ન થતા હર્ષને અનુભવતાં તેમના કેટલાક દિવસો ચાલ્યા ગયા.