________________
४७९
चतुर्थः प्रस्तावः अमोहं गुरुवयणं, अहो जिणधम्मस्स माहप्पं | सव्वहा धन्नोऽहं जस्स मे एवंविहेण मुणिणाहेण समं संगमो जाओ, एवं च चिंतयंतेण रन्ना उवज्जियं सुगइकप्पतरुस्स सम्मत्तस्स बीयंति। गुरुणा भणियं-'महाराय! पडिवज्जसु निच्छइयं संपइ जिणधम्मं ।' राइणा भणियं-'भयवं! दृढमप्पमत्तुत्तमसत्तजणजोग्गो जिणधम्मो, कहमम्हारिसजणा सक्कंति अणुपालिउं? ।' गुरुणा नायं-अज्जवि निहुरो मोहगंठी, दढनिबंधणा मिच्छत्तवासणा, तिव्वाणुबंधो विसयपडिबंधो, सवणमेत्ता विसेसधम्मवत्ता। तम्हा जहाभद्दगत्तमेव एयस्स इण्हिमुचियंति चिंतिऊण वुत्तो सो-'महाराय! जइ एवं ता पज्जुवासेज्ज सुसाहुणो, पसंसेज्जसु जिणधम्मं, अणुमोएज्जसु तप्पडिवन्ने भव्वजणे । एत्तियमेत्तेणवि होही दढकम्मविगमो', 'एवं ति पडिवज्जिऊण गओ राया सट्ठाणंमि।
सर्वथा धन्यः अहं यस्य मे एवंविधेन मुनिनाथेन समं सङ्गमः जातः। एवं च चिन्तयता राज्ञा उपार्जितं सुगतिकल्पतरोः सम्यक्त्वस्य बीजम् । गुरुणा भणितं 'महाराज! प्रतिपद्यस्व नैश्चयिकं सम्प्रति जिनधर्मम् ।' राज्ञा भणितं 'भगवन्! दृढमप्रमत्तोत्तमसत्त्वजनयोग्यः जिनधर्मः, कथम् अस्मादृशाः जनाः शक्नुवन्ति अनुपालयितुम्?।' गुरुणा ज्ञातं 'अद्यापि निष्ठुरः मोहग्रन्थिः, दृढनिबन्धना मिथ्यात्ववासना, तीव्राऽनुबन्धः विषयप्रतिबन्धः, श्रवणमात्रा विशेषधर्मवार्ता । तस्माद् यथाभद्रकत्वमेव एतस्य इदानीमुचितम्-इति चिन्तयित्वा उक्तः सः 'महाराज! यदि एवं तदा पर्युपास्स्व सुसाधून्, प्रशंस जिनधर्मम् अनुमोदस्व तत्प्रतिपन्नान् भव्यजनान् । एतावन्मात्रेणाऽपि भविष्यति दृढकर्मविगमः ।' 'एवमिति प्रतिपद्य गतः राजा स्वस्थानम्।
વિચાર કર્યો કે-અહો! ગુરુનું વચન અમોઘ હોય છે. અહો! જિનધર્મનો મહિમા! અહો! હું પણ સર્વથા ધન્ય છું કે જેને આવા પ્રકારના ગુરુનો સમાગમ થયો. એમ વિચાર કરતાં રાજાએ સુગતિના કલ્પવૃક્ષરૂપ સમકિતનું બીજ ઉપાર્જન કર્યું.' પછી ગુરુ બોલ્યા-હે રાજન! હવે નિશ્ચયથી જિનધર્મનો સ્વીકાર કરો.” રાજાએ કહ્યું- હે ભગવન્! એ જિનધર્મ તો અત્યંત અપ્રમત્ત જનોને યોગ્ય હોઇ શકે. અમારા જેવા સામાન્ય જનો એનું પાલન કેમ કરી શકે?” આથી ગુરુએ જાણી લીધું કે “અદ્યાપિ મોહગ્રંથિ મજબૂત છે, મિથ્યાત્વની વાસના બહુ દઢ છે, વિષયનો પ્રતિબંધ હજી તીવ્રાનુબંધી છે અને વિશેષ ધર્મવાર્તા તો શ્રવણમાત્ર છે; માટે એને અત્યારે તો ભદ્રકભાવ જ ઉચિત છે.” એમ ધારી ગુરુએ જણાવ્યું- હે નરનાથ! જો એમ હોય તો સુસાધુની ઉપાસના કરો, જિનધર્મની પ્રશંસા અને જિન ધર્મના આરાધક ભવ્યજનોની અનુમોદના કરો, એમ કરતાં પણ નિકાચિત કર્મનો નાશ થશે.” એટલે એ ગુરુવચન સ્વીકારીને રાજા પોતાના સ્થાને ગયો.