________________
५२
उभयलोगसुहजणगत्तं पुण परमेसरस्स पवरकरेणुगाखंधाधिरोहियसुयविरहविहुरमरुदेवासमेओ, नीसेसकुमारनियरपरियरिओ, समग्गबलवाहणो, हरिसभरनिब्भरंगो भगवओ केवलमहिमं काउं संपत्थिओ। अंतरेण मरुदेवीए भगवओ छत्ताइछत्तपमुहं विभूइसमुदयं पेच्छंतीए तहाविहभवियव्वयावसेण 'सुहज्झाणपरायणाए अंतगडकेवलित्तं जायं । 'भरहखेत्तं पढमसिद्धो 'त्ति परिचिंतिऊण देवदाणवेहिं कया तीसे महिमा । खित्तं खीरोयसायरे से सरीरं । भरहो य परमपमोयमुव्वहंतो तित्थयरं तिपयाहिणीकाऊण बहुप्पयारं थोऊण सदेव मणुयासुराए सभाए आसीणो । सामिणावि सजलजलहरारावगंभीराए, आजोयणप्पमाणखेत्तपडिप्फलणपच्चलाए, पइजणमेक्ककालं संसयसयवुच्छेयजणणीए वाणीए पारद्धा धम्मदेसणा ।। कहं ?
भो भो महाणुभावा! दुलहं लहिऊण माणुस जम्मं । उप्पत्ति-पलयकलियं वियाणिउं भवसरूवं च ।।४१।।
श्रीमहावीरचरित्रम्
हर्षभरनिर्भराऽङ्गः भगवतः केवलमहिमानं कर्तुं सम्प्रस्थितः । अन्तरे मरुदेव्याः भगवतः छत्रातिछत्रप्रमुखं विभूतिसमुदायं प्रेक्षमाणायाः तथाविधभवितव्यतावशेन शुभध्यानपरायणायाः अन्तःकृतकेवलित्वं जातम्। 'भरतक्षेत्रे प्रथमसिद्धः' इति परिचिन्त्य देव-दानवैः कृतः तस्याः महिमा । क्षिप्तं क्षीरोदसागरे तस्याः शरीरम्। भरतश्च परमप्रमोदमुद्वहन् तीर्थकरं त्रिप्रदक्षिणीकृत्य बहुप्रकारं स्तुत्वा सदेव - मनुजाऽसुरायां सभायां आंसितवान्। स्वामिनाऽपि सजलजलधराऽऽरावगम्भीरया, आयोजनप्रमाणक्षेत्रप्रतिफलनसमर्थया, प्रतिजनं एककालं संशयशतविच्छेदजनन्या वाण्या प्रारब्धा धर्मदेशना । कथम् ? -
भो भोः महानुभावाः ! दुर्लभं लब्ध्वा मानुषं जन्म। उत्पत्ति-प्रलयकलितं विज्ञाय भवस्वरूपं च । । ४१ ।।
થતા મરૂદેવા માતાને શ્રેષ્ઠ હાથણીના ખભાપર બેસારી, સમસ્ત કુમારોના સમૂહવાળા અને ચતુરંગ સેનાસહિત હર્ષના સમૂહથી વ્યાપ્ત અંગોવાળા ભરત મહારાજા પ્રભુના કેવળજ્ઞાનનો મહિમા કરવા નીકળ્યા. આગળ ચાલતાં મરૂદેવા ભગવંતની ત્રણ છત્રાદિ વિભૂતિના સમુદાયને જોવા વડે, તથાપ્રકારની ભવિતવ્યતાના યોગે શુભ ધ્યાનમાં લીન થતાં અંતકૃત કેવલી થયા (=તરત જ સિદ્ધગતિને પામ્યા.) તે વખતે ‘આ ભરતક્ષેત્રમાં મરૂદેવા માતા પ્રથમ સિદ્ધ થયા.' એમ ધારી દેવ, દાનવોએ તેમનો મહોત્સવ કર્યો, અને તેમનું શરીર ક્ષીરસાગરમાં નાંખ્યું. અહીં ભરત નરેંદ્ર ૫૨મ પ્રમોદને ધારણ કરતાં, ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઇ, અનેક પ્રકારે પ્રભુની સ્તુતિ કરી, તે દેવ, મનુષ્ય અને અસુરોની સભામાં બેઠા. એટલે ઋષભસ્વામીએ પણ સજળ મેઘના ધ્વનિ સમાન ગંભીર, એક યોજન પ્રમાણ ક્ષેત્રગામિની, એકી સમયે દરેક જનના સંશયને છેદનાર એવી વાણીથી ધર્મદેશના આપવા માંડી કે
‘હે ભવ્યાત્માઓ! દુર્લભ મનુષ્યજન્મ પામી અને ઉત્પત્તિ તથા વિનાશયુક્ત ભવસ્વરૂપ જાણીને ધર્મ સાધ્યા વિના પ્રયાસ (=મજૂરી) કરાવનાર સ્વજન, શરીરાદિકના મોહમાં મૂઢ બની નિરર્થક શા માટે પોતાના જીવિતને