________________
प्रथमः प्रस्तावः
थेवोवयारिणोऽविहु लोया पूयं करिंति सविसेसं । एवंविहोवयारीण तुम्ह किं संपयं करिमो ? ।।९४।।
तहवि नियत्तह भयवं! गिण्हह धणरयणभवणसंसारं । अहवा किमेत्तिएणं? जीयंपिहु तुम्ह आयत्तं ।। ९५ ।।
गुरुणोववूहिओ सो ससरीरेऽवि हु ममत्तरहिएण । स॒म्मं कयं महायस! तयत्ति एवं जओ भणियं । । ९६ ।।
सम्मत्तदायगाणं दुप्पडियारं भवेसु बहुसुं । सव्वगुणमेलियाहिंवि उवयारसहस्सकोडीहिं ।। ९७ ।।
स्तोकोपकारिणः अपि खलु लोकाः पूजां कुर्वन्ति सविशेषम् । एवंविधोपकारिणां युष्माकं किं साम्प्रतं करोमि ? ।। ९४ ।।
तथापि निवर्तध्वं भगवन्तः ! गृह्णीध्वं धन-रत्न-भवन- संसारम् । अथवा किमेतन्मात्रेण? जीवमपि खलु युष्माकमायत्तम् ।।९५।।
गुरुणा उपबृहितः सः स्वशरीरेऽपि खलु ममत्वरहितेन । सम्यक् कृतं महायशः ! त्वया इत्येवं यतः भणितम् ।।९६ ।।
सम्यक्त्वदायकानां दुष्प्रतिकारः भवेषु बहुषु । सर्वगुणमेलिताभिः अपि उपकारसहस्रकोटिभिः ।। ९७ ।।
३१
વાણીથી નયસાર આ પ્રમાણે બોલ્યો-(૯૩)
‘લોકો અલ્પ ઉપકાર કરનારની પણ અતિ બહુમાનથી પૂજા કરે છે, તો આવા પ્રકારનો અનુપમ ઉપકાર ક૨ના૨ એવા તમારો હું અત્યારે શું પ્રત્યુપકાર કરૂં? (૯૪)
તથાપિ હે ભગવન્! તમે હવે આ ભિક્ષાચરવૃત્તિથી નિવૃત્ત થઇ ધન, રત્ન, ભવન અને સંસારનો સ્વીકાર કરો. અથવા તો એટલું માત્ર આપવાથી પણ શું? આ મારો જીવ પણ તમારે આધીન છે.' (૯૫)
એ પ્રમાણે સાંભળતાં પોતાના શરીરને વિષે પણ મમતારહિત એવા ગુરુ મહારાજે નયસારને પ્રતિબોધ પમાડતાં કહ્યું કે-‘હે મહાસત્ત્વ! તમે સારૂં કર્યું કે જેથી એવું વચન બોલ્યા. (૯૬)
કારણ કે સમ્યક્ત્વદાયક ગુરુ પ્રત્યે સર્વ ગુણો સાથે હજારો કે કરોડો ઉ૫કા૨ો ક૨તાં ઘણા ભવોમાં પણ તેમનો પ્રત્યુપકાર ન થઇ શકે. (૯૭)