________________
प्रथमः प्रस्तावः
१९
पुण्णवससाहुदंसणसिणेहसंजायतिव्वसद्धेणं ।
विउलेहिं असणपाणेहिं तेणऽवि पडिलाहिया विहिणा । ।४९ ।।
गहियभत्त-पाणेहि य पडिनियत्तिऊण जीवोवरोहरहिए थंडिलंमि पडिक्कंता ईरियावहिया, आलोइयं भत्त-पाणं, कयं चितिवंदणं, विहिओ तक्कालोचिओ सज्झाओ, सुहज्झाणेण खणंतरं गमिऊण समुज्झिय राग-दोसं मुणिणो परिजिमियत्ति । गामचिंतगोऽवि कयत्थमप्पाणं मन्नंतो भोत्तूण समागओ तेसिं सगासे भणिउं पवत्तो- 'भयवं! आगच्छह तुम्हे जेण नगरगामिणि वत्तिणिं उवदंसेमि, तओ पत्थिया साहुणो तेण सद्धिं, तेसिं च मज्झे एगो मुणी धम्मकहालद्धिसंपन्नो, तेण य णायं - 'जहा एस धम्मजोगोत्ति' ता अवस्सं सद्धम्मे निजुंजियव्वो होइ त्ति चिंतिऊण भणिओ सो गामचिंतगो
पुण्यवशसाधुदर्शन-स्नेहसञ्जाततीव्रश्रद्धया ।
विपुलैः अशनपानैः तेनाऽपि प्रतिलाभिता विधिना ।। ४९ ।।
गृहीतभक्त-पानैः च प्रतिनिवृत्त्य जीवोपरोधरहिते स्थण्डिले प्रतिक्रान्ता ईर्यापथिका, आलोचितं भक्त-पानम्, कृतं चैत्यवन्दनम्, विहितः तत्कालोचितः स्वाध्यायः, शुभध्यानेन क्षणान्तरं (= कञ्चित् कालं)गमयित्वा समुज्झ्य राग-द्वेषौ मुनयः परिजिमिताः इति । ग्रामचिन्तकः अपि कृतार्थम् आत्मानं मन्यमानः भुक्त्वा समागतः तेषां सकाशं भणितुं प्रवृत्तः 'भगवन्! आगच्छत यूयं येन नगरगामिनीं वर्तनीम् उपदर्शयामि। ततः प्रस्थिताः साधवः तेन सह । तेषां च मध्ये एकः मुनिः धर्मकथालब्धिसम्पन्नः, तेन च ज्ञातं 'यथा एषः धर्मयोगः' इति । तस्माद् अवश्यं सद्धर्मे नियोक्तव्यः भवति' इति चिन्तयित्वा भणितः सः ग्रामचिन्तकः ।
ત્યાં પુણ્યસંયોગે સાધુદર્શનથી ઉત્પન્ન થયેલા સ્નેહને લીધે વૃદ્ધિ પામેલ તીવ્ર શ્રદ્ધાથી તેણે વિધિપૂર્વક સાધુઓને પુષ્કળ આહાર-પાણી વડે પડિલાભ્યા. (૪૯)
ભોજન-પાણી વ્હોરી પાછા ફરીને જંતુવિરાધનારહિત નિર્દોષ સ્થાને ઈરિયાવહી પડિક્કમી, ભક્ત-પાન આલોચ્યું, ચૈત્યવંદન કર્યું, તે કાલને ઉચિત સજ્ઝાય આચરી, ક્ષણવાર શુભ ધ્યાનમાં વ્યતીત કરી, રાગ, દ્વેષને પરિહરીને તે મુનિઓએ વાપર્યું. એવામાં નયસાર પણ પોતાના આત્માને કૃતાર્થ માનતો ભોજન કરીને મુનિઓ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે-હે ભગવન્! તમે મારી સાથે આવો, હું તમને નગરનો માર્ગ બતાવું.' એટલે સાધુઓ તેની સાથે ચાલ્યા. તેમનામાં એક મુનિ ધર્મકથાની લબ્ધિથી સંપન્ન હતા. તેમણે જાણ્યું કે-‘આ વખતે એને ધર્મ પમાડવાનો સારો યોગ છે. માટે અવશ્ય એ સદ્ધર્મમાં જોડવા લાયક છે.' એમ ધારીને મુનિએ તે નયસારને કહ્યું કે