________________
श्रीमहावीरचरित्रम्
मालइपमुहा मुक्का पंचवन्नकुसुमवुट्ठी, उग्घोसियं च महया सद्देण जहा- 'भो भो पत्थिवा! परिचयह कोवकंडुं, मुयह दुव्वहदुव्विणयपणयं, परिहरह आसग्गीवपक्खवायं उज्झह असज्झवावारं पणमह सव्वायरेण तिविद्धुं । एसो खु एत्थ भरहखेत्ते समग्ग-बलवंतपुरिसप्पहाणो, पुव्वभवसमुवज्जियसुकयसंभारवसविसप्पमाणमहल्ल-कल्लाणनिहाणो उप्पन्नो पढमो वासुदेवो'त्ति । एवं च आयन्निऊण संभंतविलोयणेहिं, दूरपरिमुक्कपहरणपबंधेहिं अहमहमिगाए पडिक्खलंतमणिकिरीडकोडिमसिणियकमनहनिवहेहिं भालयलघडिय - करसंपुडे हिं पंचंगपणिवायपुरस्सरं पणमिओ पत्थिवसहस्सेहिं तिविट्टू । विन्नत्तो य
२७०
देव! परायत्तेहिं जुत्ताजुत्तं अयाणमाणेहिं ।
अम्हेहिं जमवरद्धं तमियाणिं खमह नीसेसं ||१||
उद्घोषितं च महता शब्देन यथा 'भो भोः पार्थिवा! परित्यजत कोपकण्डुम्, मुञ्चत दुर्वहदुर्विनयप्रणतम्, परिहरत अश्वग्रीवपक्षपातम्, उज्झत असाध्यव्यापारम्, प्रणमत सर्वाऽऽदरेण त्रिपृष्ठम् । एषः खलु अत्र भरतक्षेत्रे समग्रबलवत्पुरुषप्रधानः, पूर्वभवसमुपार्जितसुकृतसम्भारवशविसर्पद्महाकल्याणनिधानः उत्पन्नः प्रथमः वासुदेवः इति । एवं च आकर्ण्य सम्भ्रान्तविलोचनैः, दूरपरिमुक्तप्रहरणप्रबन्धैः अहमहमिकया प्रतिस्खलद्मणिकिरीटकोटिमसृणितक्रमनखनिवहैः भालतलघटितकरसम्पुटैः पञ्चाङ्गप्रणिपातपुरस्सरं प्रणतः पार्थिवसहस्रैः त्रिपृष्ठः। विज्ञप्तश्च
देव! परायक्तैः युक्तायुक्तमजानद्भिः ।
अस्माभिः यद् अपराद्धं तद् इदानीं क्षमस्व निःशेषम् ।।१।।
પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરી અને ઊંચા ધ્વનિથી ઉદ્ઘોષણા કરી કે - ‘અરે! રાજાઓ! હવે તમે કોપની ખરજનો ત્યાગ કરો, દુર્રહ દુર્વિનયને મૂકી દ્યો, અશ્વગ્રીવનો પક્ષપાત તજો, અસાધ્ય ઉદ્યમ મૂકો અને અત્યંત આદરપૂર્વક ત્રિપૃષ્ઠને પ્રણામ કરો, કારણ કે આ ભરતક્ષેત્રમાં બધા બલવંત પુરુષોમાં શ્રેષ્ઠ, અને પૂર્વભવે ઉપાર્જન કરેલા સુકૃતનાં સમૂહથી પ્રગટ થતા મહાકલ્યાણના નિધાનરૂપ એવો પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયો છે.' એમ સાંભળતાં સંભ્રાંત-ભયયુક્ત લોચનવાળા, આયુધોને જેમણે દૂર મૂકી દીધાં છે, અહમહમિકા (હું પહેલો જાઉં) એવી અત્યુત્કંઠાથી સ્કૂલના પામતા મણિમુગટના અગ્રભાગથી ચરણ-નખોને ઉત્તેજિત કરનાર અને લલાટે અંજલિ જોડી આવનાર એવા હજારો રાજાઓએ પંચાંગ-પ્રણિપાતપૂર્વક ત્રિપૃષ્ઠને પ્રણામ કર્યા અને વિનંતિ કરી-‘હે દેવ! પરાધીનતાથી યુક્તાયુક્તને ન જાણતા અમે તમા૨ો જે અપરાધ કર્યો, તે બધો અત્યારે ક્ષમા કરો, (૧)