________________
२५०
श्रीमहावीरचरित्रम् विसुमरियनिमित्तगवयणो, अवस्संभवियव्वयाए विणासस्स, पडिकूलयाए देव्वविलसियस्स, वारिज्जमाणोऽवि पुराणपुरिसेहिं, पडिखलिज्जमाणोऽवि कुसउणेहिं, सोवरोहं नियत्तिज्जमाणोऽवि अंतेउरजणेण, छत्तभंगं सुणाविज्जमाणोऽवि निमित्तपाढगेहिं सयलबलसमेओ गंतुं पयट्टो। कमेण य पत्तो सदेससीमासंवत्तिणं रहावत्तपव्वयदेसं। तहिं च खंधावारनिवेसं कारावेऊण वाहराविओ दूओ, भणिओ य-अरे गच्छसु पयावइस्स सगासे, भणसु य तं-'एस आगओ आसग्गीवो राया जुज्झसज्जो वट्टइ। सिग्घं संमुहो एहि, कुमारपेसणेण संमाणं वा करेहि। मा अकालेच्चिय कुलक्खयं जणेसुत्ति । जं देवो आणवेइत्ति पडिच्छिऊण से सासणं नीहरिओ दूओ। कमेण य गओ पयावइस्स मूलं। कहिओ णरिंदाएसो। रुट्ठो तिविठ्ठकुमारो, भणिउमाढत्तो य
रे दूय! तुममवज्झो निब्भयचित्तो ममोवरोहेण |
घोडयगीवं गंतुं फुडक्खरं भणसु वयणमिमं ।।१।। विस्मृतनैमित्तिकवचनः, अवश्यंभवितव्यतया विनाशस्य, प्रतिकूलतया देवविलसितस्य, वार्यमाणः अपि पुराणपुरुषैः, प्रतिस्खल्यमानः अपि कुशकुनैः, सोपरोधं निवर्त्यमानः अपि अन्तःपुरजनेन, छत्रभङ्गं श्राव्यमाणः अपि निमित्तपाठकैः सबलबलसमेतः गन्तुं प्रवृत्तः । क्रमेण च प्राप्तः स्वदेशसीमासंवर्तिनं रथावर्तपर्वतदेशम् । तत्र च स्कन्धावारनिवेशं कारयित्वा व्याहारितः दूतः, भणितश्च 'अरे! गच्छ प्रजापतेः सकाशं भण च तम्-एषः आगतः अश्वग्रीवः राजा युद्धसज्जः वर्तते। शीघ्रं सम्मुखम् एहि, कुमारप्रेषणेन सन्मानं वा कुरु। मा अकाले एव कुलक्षयं जनय ।' 'यद् देवः आज्ञापयति' इति प्रतीच्छ्य तस्य शासनं निहृतः दूतः । क्रमेण च गतः प्रजापतेः मूलम् । कथितः नरेन्द्राऽऽदेशः । रुष्टः त्रिपृष्ठकुमारः भणितुम् आरब्धवान् च -
रे दूत! त्वं अवध्यः निर्भयचित्तः ममोपरोधेन। घोटकग्रीवं गत्वा स्फुटाऽक्षरं भण वचनमिदम् ।।१।।
વિચનને વિસારી મૂકી, અવશ્ય વિનાશ થવાનો હોવાથી, ભાગ્યની પ્રતિકૂળતા છતાં, વૃદ્ધ પુરુષોએ વાર્યા છતાં, અપશુકનોથી સ્કૂલના પામ્યા છતાં, અંતઃપુરની રમણીઓએ આગ્રહપૂર્વક અટકાવ્યા છતાં અને નિમિત્ત પાઠકોએ છત્રભંગ સંભળાવ્યા છતાં, સકલ સૈન્ય સાથે તે આગળ ચાલ્યો અને અનુક્રમે પોતાના દેશના સીમાડા પર આવેલા રથાવર્ત પર્વતના પ્રદેશમાં જઈ પહોંચ્યો. પછી ત્યાં સેનાની છાવણી નંખાવી તેણે દૂતને બોલાવીને કહ્યું “અરે! પ્રજાપતિની પાસે જા અને તેને કહે કે – “અશ્વગ્રીવ રાજા યુદ્ધને માટે સજ્જ થઇને આવી પહોંચ્યો છે, માટે હવે સત્વર સામે આવ, અથવા તો કુમારોને મોકલી તેનો સત્કાર કર. અકાળે કુળનો ક્ષય ન કર.” એટલે “જેવી દેવની આશા એમ તે વચન સ્વીકારીને દૂત ચાલી નીકળ્યો. અને તે પ્રજાપતિની પાસે પહોંચ્યો. ત્યાં અશ્વગ્રીવનો આદેશ તેણે કહી સંભળાવ્યો. જે સાંભળતાં ત્રિપૃષ્ઠકુમાર ભારે કોપાયમાન થઇને કહેવા લાગ્યો
હે દૂત! તું અવધ્ય અને નિર્ભય છે. મારા આગ્રહથી અશ્વગ્રીવને જઇને પ્રગટ રીતે આ પ્રમાણે કહે કે-(૧)