________________
२०२
श्रीमहावीरचरित्रम करेणुवइ(ण)व्व अणिवारियपसरेण गंधव्वविवाहेण परिणीया सा नरिंदेण, ठविया अग्गमहिसीपए, तीसे सद्धिं विसयसुहमणुभुंजइत्ति ।
सा य भद्दा देवी दट्टण तारिसं जणनिंदणिज्जं, उभयलोयविरुद्धं, तिय-चउक्कचच्चरेसु जणहसणिज्जं रण्णो वइयरं संजायगाढचित्तसंतावा अयलेण पुत्तेण समं महया रिद्धिवित्थरेणं पहाणजणसमेया गया दक्खिणावहं। तत्थ य पसत्यभूमिभागे निवेसिया नयरी, निम्मियाइं धवलहराइं, ठवियाइं सुरागाराइं, कारावियाइं पायारगोउराइंति। सा य पुरी महंतीए ईसरीए कारियत्ति माहेसरित्ति गुणनिप्फण्णनामेण देसंतरेसु पसिद्धिं गया। तत्थ य अयलो कुमारो भद्दादेविं मोत्तूण पिउपासमागओ। एवं च काले वच्चंतंमि लोगेणं तस्स राइणो सधूयाकामित्तणेण पयावइत्ति नामं कयं ।
अनुशिष्यमाणेनाऽपि धर्मगुरुभिः अनुसृतविन्ध्येन करेणुपतिना इव अनिवारितप्रसरेण गान्धर्वविवाहेन परिणीता सा नरेन्द्रेण, स्थापिता अग्रमहिषीपदे, तया सह विषयसुखमनुभुनक्ति ।
सा च भद्रा देवी दृष्ट्वा तादृशं जननिन्दनीयम्, उभयलोकविरुद्धम्, त्रिक-चतुष्क-चत्वरेषु जनहसनीयम् राज्ञः व्यतिकरं सजातगाढचित्तसन्तापा अचलेन पुत्रेण समं महता ऋद्धिविस्तरेण प्रधानजनसमेता गता दक्षिणापथम् । तत्र च प्रशस्तभूमिभागे निवेषिता नगरी, निर्मितानि धवलगृहाणि, स्थापितानि सुराऽगाराणि, कारापितानि प्राकार-गोपुरादीनि। सा च पुरी महता ऐश्वर्येण कारिता इति 'माहेश्वरी' इति गुणनिष्पन्ननाम्ना देशान्तरेषु प्रसिद्धिं गता। तत्र च अचलः कुमारः महादेवीं मुक्त्वा पितृपाचं आगतः । एवं च काले व्रजति लोकेन तस्य राज्ञः स्वदुहितृकामित्वेन प्रजापतिः इति नाम कृतम्।
આપ્યા છતાં, વિંધ્યવાસી હાથીની જેમ પોતાના માનસિક વેગને ન અટકાવતાં રાજાએ ગંધર્વવિવાહથી તે કન્યા પરણી લીધી અને તેને પટ્ટરાણી કરીને સ્થાપી. પછી તેની સાથે તે વિષયસુખ ભોગવવા લાગ્યો.
હવે તે ભદ્રા રાણી, લોકોને નિંદનીય અને ઉભય લોકથી વિરુદ્ધ તથા ત્રિમાર્ગ, ચૌટા તથા ચોરા વિગેરે સ્થળોમાં લોકોને હાંસી કરવા લાયક, રાજાનું તેવું આચરણ જોઇ, મનમાં ભારે સંતાપ પામી, પોતાના અચલ પુત્રની સાથે મોટી સમૃદ્ધિ અને પ્રધાનજનો સહિત દક્ષિણ દેશમાં ગઇ, ત્યાં પ્રશસ્ત ભૂમિભાગમાં એક નગરી વસાવી, તેમાં ધવલગૃહો, દેવાલયો અને કિલ્લો તથા મુખ્યદ્વાર વિગેરે કરાવ્યાં. તે નગરી મોટા ઐશ્વર્યથી કરાવેલ હોવાથી માહેશ્વરી એવા ગુણનિષ્પન્ન નામથી દેશાંતરમાં પ્રસિદ્ધિ પામી. ત્યાં ભદ્રાદેવીને મૂકીને અચલકુમાર પિતાની પાસે આવ્યો. એ પ્રમાણે વખત જતાં પોતાની પુત્રીનો કામી બનવાથી લોકોએ તે રાજાનું પ્રજાપતિ (પ્રજાપુત્રીનો પતિ) એવું નામ રાખ્યું.