________________
द्वितीयः प्रस्तावः
सुमिणं माया वेयं विभीसिया व? मइविब्भमो वावि?। एवं चिर संसइया होऊणं मुणियपरमत्था ।।२५२ ।।
ठाणाउ तओ चलिया पत्ता बेण्णायडंमि नयरंमि ।
तत्थवि विज्जासिद्धो दिट्ठो सिवसुंदरो नाम ।।२५३।। जुम्मं । तो बहुविहप्पयारं विणएणाराहियो पयत्तेणं । तुट्टेण तेण दिण्णो मज्झं कच्चाइणीमंतो ||२५४।।
कहिओ य साहणविही तओ मए चंडिगाएँ गेहंमि।
गुरुणा जहोवइट्ठो पारद्धो जाव होमविही ।।२५५।। जुम्मं । स्वप्नं माया वा इयं बिभीषिका वा? मतिविभ्रमः वाऽपि? एवं चिरं संशयितौ भूत्वा ज्ञातपरमार्थौ ।।२५२ ।।
स्थानात् ततः चलितौ प्राप्तौ बेन्नातटे नगरे।
तत्रापि विद्यासिद्धः दृष्टः शिवसुन्दरः नामकः ||२५३ ।। युग्मम्। ततः बहुविधप्रकारं विनयेनाऽऽराधितः प्रयत्नेन । तुष्टेन तेन दत्तः मां कात्यायिनीमन्त्रः ।।२५४ ।।
कथितश्च साधनविधिः ततः मया चण्डिकायाः गृहे। गुरुणा यथोपदिष्टः प्रारब्धः यावद् होमविधिः ।।२५५।। युग्मम् ।
આપણે કેમ સૂઇ ગયા? તે વિવર ક્યાં? અને તે યક્ષકન્યા ક્યાં? અહો! આ સ્વપ્ન કે માયા? અથવા બિભીષિકા છે કે મતિ વિભ્રમ?” એમ લાંબો વખત સંશયમાં પડ્યા પછી પરમાર્થ જાણવામાં આવતાં, તે સ્થાનથી અમો આગળ ચાલ્યા અને બેનાતટ નગરમાં પહોંચ્યા. ત્યાં પણ એક શિવસુંદર નામે વિદ્યાસિદ્ધ પુરુષ અમારા જોવામાં આવ્યો. (२५२/२५3)
એટલે અનેક પ્રકારે પ્રયત્ન કરી, વિનયાદિકથી તેને અમે સાધ્યો, જેથી તેણે પ્રસન્ન થઇને મને કાત્યાયની મંત્ર આપ્યો અને સાધન-વિધિ બતાવ્યો. પછી ગુરુએ બતાવ્યા પ્રમાણે મેં ચંડિકાના મંદિરમાં હોમવિધિ આદર્યો. (२५४/२५५)