________________
ઉર
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ बिभीषणनृपतेः पदातिर्दुष्टशीलश्च, ततो नूनं हृतमनेनेदं भविष्यति । अत्रान्तरे प्रविष्टोऽसौ रागकेसरितनयो वाणिजकशरीरे, ततस्तत्प्रतापाच्चिन्तितमनेन-भवतु नाम स्तेनाऽऽहृतं, तथापि ग्रहीतव्यमेवेदं मया । ततोऽभिहितोऽनेन भुजङ्गः- भद्र! किं ते क्रियताम् ? भुजगेनोक्तं-अस्योचितं मूल्यं दत्त्वा गृह्यतामिदं भवतेति । तुष्टो वाणिजकः, तोषितो मूल्येन भुजङ्गः, पलायितोऽसौ वेगेन, गते च तस्मिंस्तत्पदानुसारेण समागतं बिभीषणराजबलं, लब्धा कुतश्चिद्विक्रयवार्ता, प्राप्तः सलोत्रो वाणिजकः, गृहीतः पुरत एव लोकस्य ।।
વિમર્શ વડે કહેવાયું – હે ભદ્ર ! સાંભળ, તે જ મિથ્યાભિમાનનો સ્વઅંગભૂત ધનગર્વ નામનો મિત્ર છે, તેના વડે ધતગર્વ વડે, આ રાંકડોકમહેશ્વર અધિષ્ઠિત છે. તેનાથી=ધતગર્વથી, અધિષ્ઠિતોનું આવું જ સ્વરૂપ થાય છે. દિ=જે કારણથી, આ=મહેશ્વર માને છે. શું માને છે ? તે કહે છે – મારું આ રત્વ, કનકાદિ ધન છે. આનો હું સ્વામી છું. તેથી હું કૃતકૃત્ય છું. જન્મનું ફળ પ્રાપ્ત થયું. મારાથી ભુવન= અન્ય જીવો, વરાક છે. તેથી=આ પ્રમાણે મહેશ્વર માને છે તેથી, આ રીતે-પૂર્વમાં કહ્યું એ રીતે, વિકારબહુલ પરિપ્લવ કરે છે=માનના વિકારો પ્રગટ કરે છે. ધનના સ્વરૂપને જાણતો નથી. પરિણામનો વિચાર કરતો નથી. ભવિષ્યનું આલોચન કરતો નથી. તત્ત્વનો વિચાર કરતો નથી. ક્ષણનશ્વરતાને ગણતો નથી=આ ધન ક્ષણમાં નાશ પામી શકે છે તે પ્રકારનું તેનું સ્વરૂપ છે તેને મહેશ્વર ગણકારતો નથી. પ્રકર્ષ કહે છે – હે મામા ! જે આ રાગકેસરીના બાળકો મધ્યે પાંચમો બાળક મારા વડે જોવાયેલોકચિત્તરૂપી અટવીમાં જોવાયેલો, તે=પાંચમું બાળક આના=મહેશ્વરના, નિકટવર્તી દેખાય છે. વિમર્શ વડે કહેવાયું – આ સત્ય છે=પ્રકર્ષે કહ્યું એ સત્ય છે, તે જ આ છે=રાગકેસરીના બાળકોમાંથી પાંચમું બાળક આ છે. એટલામાં કોઈક ભુજંગ=ભુજંગ નામનો પુરુષ, આવ્યો. મહેશ્વરના સમીપમાં બેઠો. આના દ્વારા=ભુજંગ દ્વારા, ઉત્સારકનેeખોળું પાથરવાને મહેશ્વર યાચના કરાયો. આના વડે=મહેશ્વર વડે, અપાયું=મહેશ્વર વડે પોતાનો ખોળો પથરાયો, ત્યારપછી એકાંતમાં રહેલા પ્રકાશિત દિકચક્રપાલવાળો બહુવિધ=બહુ પ્રકારના, કીમતી રત્નથી ઘટિત તે ભુજંગ વડે તે મહેશ્વર વાણિયાને મુગુટ બતાવાયો. આના દ્વારા=મહેશ્વર દ્વારા, ભુજંગ ઓળખાયો. જે પ્રમાણે આ હેમપુર નામના અધિપતિનો બિભીષણ રાજાનો પદાતિ દુષ્ટશીલ છે. તેથી ખરેખર આના દ્વારા=ભુજંગ દ્વારા, આત્રમુગુટ, હરાયેલો હશે. એટલામાં વાણિયાના શરીરમાં આ રાગકેસરીના પુત્રએ પ્રવેશ કર્યો. ત્યારપછી તેના પ્રતાપથી=રાગકેસરીના પુત્ર લોભના પ્રતાપથી, આના વડે=મહેશ્વર વડે, વિચારાયું. આ હરાયેલો હો તોપણ મારા વડે આ ગ્રહણ કરાવો જોઈએ=આ મુગુટ ગ્રહણ કરાવો જોઈએ. તેથી આવા વડે=મહેશ્વર વડે, ભુજંગ કહેવાયો. હે ભદ્ર ! તારું શું કરાય ? ભુજંગ વડે કહેવાયું – આનું ઉચિત મૂલ્ય આપીને તમારા વડે ગ્રહણ કરાવાય, વાણિયો તોષ પામ્યો. મૂલ્યથી ભુજંગ તોષ કરાયો. વેગથી પલાયન થયો=ભુજંગ પલાયન થયો. અને તે ગયે છતે=ભુજંગ ગયે છતે, તેના પદ અનુસારથી= ભુજંગના પદ અનુસારથી, બિભીષણ રાજાનું સૈન્ય આવ્યું. કોઈક પાસેથી વેચાણની વાર્તા પ્રાપ્ત