________________
૪૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
अत्रान्तरे प्रविष्टो मिथ्याभिमानः । ततोऽधिष्ठितमनेन रिपुकम्पनशरीरम् । ततश्च
એટલામાં મિથ્યાભિમાને પ્રવેશ કર્યો. ત્યારપછી આના વડે=મિથ્યાભિમાન વડે, રિપુકંપાનું શરીર અધિષ્ઠિત કરાયું. તેથી=રિપુકંપનના શરીરમાં મિથ્યાભિમાને પ્રવેશ કર્યો. તેથી, શ્લોક :
तेनावष्टब्धचित्तोऽसौ, तदानीं रिपुकम्पनः ।
न मानसे न वा देहे, नापि माति जगत्त्रये ।।१।। શ્લોકાર્ચ -
તેનાથી–મિથ્યાભિમાનથી, અવષ્ટબ્ધ ચિત્તવાળો આકરિપકંપન, ત્યારે માનસમાં, દેહમાં, જગત ત્રયમાં સમાતો નથી. II
બ્લોક :
चिन्तितं च पुनस्तेन, विपर्यासितचेतसा । अहो कृतार्थो वर्तेऽहमहो वंशसमुन्नतिः ।।२।।
શ્લોકાર્ધ :
વળી, તેના વડે રિપુકંપન વડે, વિપર્યાસયુક્ત ચિત્ત દ્વારા વિચારાયું. અહો હું કૃતાર્થ વર્તુ છું. અહો વંશની સમુન્નતિ થઈ. llll બ્લોક :
अहो देवप्रसादो मे, अहो लक्षणयुक्तता ।
अहो राज्यमहो स्वर्गः, संपन्नं जन्मनः फलम् ।।३।। શ્લોકાર્થ :
અહો મારા ઉપર દેવનો પ્રસાદ છે. અહો લક્ષણયુક્તતા. અહો રાજ્ય, અહો સ્વર્ગ, અહો જન્મનું ફળ પ્રાપ્ત થયું. ll3II
શ્લોક :
अहो जगति जातोऽहमहो कल्याणमालिका । अहो मे धन्यता सर्वमहो सिद्धं समीहितम् ।।४।।